________________
આંખ ઉઘડી
૪૦૫ એટલામાં ત્યાં આગળ મીશનરીના એક બે માણસે આવી પહોંચ્યા. તેમણે પેલી મજૂરણને ભાગીતૂટી હિંદુસ્તાની ભાષામાં પૂછયું: “કૌન હય ! કયાં રડતી હય! કયા કુછ કામ હય ?'
મજૂરણે ડોકું હલાવી ધીમેથી રડતાં રડતાં કહ્યું “છોકરાને પાણી પીવું છે, તેથી એ રડે છે. મારી પાસે પૈસા પણ નથી કે કોઈ હોટેલમાં લઈ જાઉં. પાસેના ઘરમાં પાણી માગ્યું પણ ગાળ દઇ કાઢી મૂકી.”
આ સાંભળી પેલા મુક્તિ ફૈજના માણસોએ પિતાની પાસેના પૈસામાંથી હોટેલમાં માદીકરાને લઈ જઈ બરફ નાખેલો લેમનેડ પાયો, થોડું ચવાણું પણ ખવડાવ્યું અને તેમની ભૂખ તરસ છીપાવી. લેમન પીને અને ખાવાનું ખાઈને જ્યારે મા દીકરો શાંત થયાં, ત્યારે મીશનરી બોલ્યોઃ “બાઈ! જે આ તમારે હિંદુધર્મ, તમે ને તમારો છોકરે તરસે મરી જાએ તોપણ પાણું પાવાની તેમને ફુરસદ નહિ અને માગતાં પાછો ઉપરથી તિરસ્કાર કરે તે જુદો. આવું દુઃખ અને અપમાન ફક્ત તમે લોકો સહન કરો. જે તમે મારૂં કહ્યું માને તો મારી સાથે આણંદ મીશનરીમાં ચાલો. હું તમને બંનેને ભણાવી ગણાવીને હોંશિયાર બનાવીશ. પછી એ હિંદુઓ તમને હેરાન નહિ કરે પણ તમારા પગ પૂજતા તમારી પાસે આવશે. ખરેખર ઈસુ ખ્રિસ્તના ધર્મ જેવો સરસ ધર્મ બીજે કાઈ છે જ નહિ, તમે પણ આ ધર્મ છોડી તેમાં દાખલ થશે તો તમે બને સુખી થશો.”
પેલા માણસનું બોલવું સાંભળી બાઈ થોડી વાર વિચારમાં પડી ગઈ. આજે પોતાના એકના એક બાળકને તરસે રખડવું પડયું, તેથી એને પણ હિંદુઓ ઉપર ખૂબજ તિરસ્કાર આવ્યો હતો અને એ તરતજ આણંદ જઈ ખ્રિસ્તી થવા તૈયાર થઈ
| મુક્તિ ફોજને માણસ એને તથા એના પુત્રને આણંદ લઈ ગયો. ત્યાં બંનેની પાસે એણે ખ્રિસ્તી ધર્મની દીક્ષા લેવડાવી. થોડાં વર્ષમાં તો બાઈ શીખીને નર્સનું કામ કરવા લાગી.
એને છોકરો વધારે હોંશિયાર અને ચંચળ હોવાથી દાક્તરી લાઈન લઈને પ્રખ્યાત દાક્તર થયે.
આજે દશબાર દિવસ થયાં જેકેર ડેશીના એકના એક પુત્ર જયંતિલાલને સપ્ત તાવ આવતો હતો. ડોશીએ ઘણી બાધાઓ રાખી, ઘણું ઘણું દવાઓ કરી પણ હજી ફેર પડતો ન હતો. એટલામાં એમના સગા મંગળદાસ ત્યાં આવ્યા. જયંતિલાલની તબિયત જોઈ એ બોલ્યા “જે મારું કહ્યું માને તે હાલમાંજ પાસ થયેલા પણ પિતાની હોંશિયારીથી પ્રખ્યાત થયેલા ડો. જેસને બોલાવી મંગાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com