________________
૪૧૫
:
:
:
*
*
*
*
*
*
*
*
-
-
-
-
-
વર્તમાન જીવનપ્રવાહ પ્રત્યેક જીવને વધારે ને વધારે સુખી કર એ પ્રતિ મનુષ્યનું કર્તવ્ય છે. કોઈ જીવને નિરંતર દારિદ્ય અને દુઃખમાં રહેવા દેવાને કોઈને અધિકાર નથી.
હવે આ વૈશ્યયુગમાં ઉન્નત આદર્શરૂપી દેવોને પદભ્રષ્ટ કરી તેમનું સ્થાન ધનતૃષ્ણરૂપી રાક્ષસે શી રીતે લીધું છે તેનાં કારણે વિચારીએ.
પ્લાસીના યુદ્ધને અંતે બંગાળાની સંપત્તિ ઇંગ્લેંડ ગઈ અને તાત્કાલિક અસર થઈ. ૧૭૬૦ માં ઇંગ્લંડમાં વર્તમાન યંત્રપદ્ધતિનું મૂળ–ઔદ્યોગિક અને યાગ્નિક ક્રાન્તિ થઈ. હિંદમાંથી નિરંતર વહેતા ધનપ્રવાહથી ઈંગ્લંડની રોકડમાં ઘણો ઉમેરો થયો અને દ્રવ્યના ઉત્તેજન વિના પડી રહેલા ઉઘોગો સતેજ થયા. વણાટને સંચે, વરાળના બળથી ફેરવવાનો રેંટિયો, ત્રાકાની ગાડી અને વરાળયંત્રની શોધ થઈ. વળી પચાસ વર્ષ સુધી કોઈ પણ યુરોપીયન દેશ ઈગ્લંડનો પ્રતિસ્પધી નહોતો; કારણ કે ઇટલી, સ્પેન, કાન્સ, જર્મની વગેરે દેશે સ્થાનિક પરિસ્થિતિને લીધે ઈગ્લંડની સાથે હરીફાઈમાં ઉતરી શકે તેમ નહોતું. આમ કેલસા અને લોઢાની ખાણથી સંપન્ન ઈંગ્લંડે યુરેપ અને અમેરિકાનાં બજારોમાં પોતાને વેપાર ધમધોકાર ફેલાવ્યું. અન્ય દેશની પણ જેમ જેમ મૂડી વધતી ગઈ, તેમ તેમ તેમને ઈગ્લેંડનું અનુકરણ કરવાનું મન થયું અને તેથી તેમને તેની સાથે હરીફાઈમાં ઉતરવાનું થયું. પરંતુ દરમિયાન ઇંગ્લંડે તે પૃથ્વીના અનેક ભાગોમાં પોતાનાં સંસ્થાનો જમાવી, પોતાનાં કારખાનાંમાં તૈયાર કરેલો અનર્ગળ માલ વેચવાનાં બજાર હસ્તગત કર્યા હતાં અને જગતમાં અદ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વેપારઉદ્યોગમાં આવું સર્વોપરિપણું મેળવવાને જર્મનીએ ઘણું મહેનત કરી અને પિતાના દેશમાં દરેક પ્રકારને માલ ઉત્પન્ન કરવા માંડયો. પરિણામે જર્મનીને પણ, બીજા દેશમાં સંસ્થાને સ્થાપી પિતાને માલ ખપાવવાના હેતુથી ઇંગ્લંડની સાથે અથડામણ થઈ. આ બધાનું પરિણામ યુદ્ધ, અવ્યવસ્થા અને મનુષ્યજાતિની અવનતિમાં આવ્યું અને મજૂર અને શેઠ, ગરીબ અને તવંગર વચ્ચેનું અંતર વધતું ગયું.
આ વધતી જતી ધનલાલસારૂપી મહારગને પરિણામે આપણું દેશનું જીવન કેવું જર્જરિત થઈ ગયું છે તે તપાસીએ. પશ્ચિમ સાથેના આપણું વર્તમાન સંબંધને લીધે આપણા દેશનું ધન સહસ્ત્રમુખે પરદેશ ઘસડાઈ જાય છે. કરના અસહ્ય બેજાને લીધે ગરીબ ખેડુતોના દેહમાં રુધિર રહ્યું નથી. દુષ્કાળ એ હવે આપણું દેશમાં અજાણ્યો અતિથિ રહ્યા નથી, પરંતુ ઘરનાં બાળકની પેઠે નિરંતર આપણી સાથે જ વસે છે. આથી રોટલાને માટે ટળવળતાં અનેક
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat