________________
४२८
શુભસંગ્રહ-ભાગ ૭ મા
ષણની નવી રીતિઓએ તેમજ હારા જાતનાં નવાં યત્રાની શેાધે રાગના ઉપચારની રીતમાં ફેરફાર કર્યાં છે; એટલુંજ નહિ, પણ ઔષધનિર્માણ-પ્રણાલીમાં પણ જખરા ફેરફાર કર્યો છે. પણ વિદેશી શાસનને અંગે તેમજ પેાતાની રૂઢિપ્રિયતાને અંગે તથા બીજા કેટલાંક કારણેાથી આપણા આયુવેદાચાય શ્રી. રાય પેાતાની જુની રીતિઓને વળગી રહ્યા.
અગ્રેજી શાસને પશ્ચિમની ચિકિત્સાની રીતિઓને ઉત્તેજન આપ્યુ. સારાય દેશમાં અંગ્રેજી હાસ્પિટલેા અને ડાકટરેાની જાળ ફેલાઇ ગઈ. આ ડાટાની ચિકિત્સાની રીતિએ વિદેશી હેાવા ઉપરાંત તેમની બધી દવાઓ પણ વિદેશીજ હતી. આ દવાઓમાંની કેટલીક તે। હિંદમાં પેદા થાય છે, છતાં કાંઇક અંશે અજ્ઞાનને લીધે, કઇક અંશે ઉત્તેજન અને પુંજીની ઓછપને લીધે, કંઈક અશે વિદેશી પ્રતિયેાગિતા તથા અન્યાન્ય અડચણેાને લીધે, લગભગ બધીજ દવાએ વિદેશથી આવતી. ધણું કરીને હિંદુમાં સૌથી પ્રથમ આચા` પી. સી. રાયેજ દેશી જડીબુટ્ટી અને કંદમૂળમાંથી પાશ્ચાત્ય પ્રણાલી અનુસાર અંગ્રેજી દવાએ અને રસાયણી પદાર્થો બનાવવાના યત્ન કર્યાં. પરિણામરૂપે નંબર ૯૧ અપર સર્યું લર રાડમાં બંગાલ કેમીકલ અને ફાર્માસ્યુટીકલ વસ ”ના જન્મ થયેા. આચાય રાયની સાથે ડૉ અમુલ્યચરણુ ખેાઝ, એમ. બી. અને સતીશચંદ્રસિહુ એમ. એ. નામક એ ઉત્સાહી નવયુવા પણ જોડાયા હતા. 'ગાલ કેમીકલ વકસ”ની શરૂઆત એક કંપનીના રૂપમાં થઇ. આ ત્રણે સંસ્થાપકામાંના કાષ્ઠની પાસે પુજી કે અનુભવ નહેાતાં; પણ તેમનામાં કલ્પનાશક્તિ અને ઉત્સાહની એછપ નહેતી. આચાય રાયે દવા બનાવવાની રીતિએ અને વિધિએ શેાધી કાઢવાનુ` માથે લીધું. મેાઝ મહાશયે ડાક્ટરી વિભાગ અને દવાઓને વીણી કાઢવાનુ કામ સંભાળ્યું અને સાધારણ પ્રબંધ તેમજ દવાઓ બનાવવા ઉપર દેખરેખ રાખવાનું કાર્ય શ્રીયુત સિંહે સંભાળી લીધું. આ ત્રિપુટીએ શરૂઆતમાં કેટલીક હિંદી દવાએ અને કેટલીક જડીબુટ્ટીવાળી ઔષધિએ તથા અગ્રેજી ઔષધનિર્માણુશાસ્ત્રાનુસાર કેટલાક રસાયણિક પદાર્થો બનાવ્યા. પશુ આગળ ચાલતાં આ ત્રિપુટીને ઘણી અડચણા વેઠવી પડી. તેમની દવાઓ લે કાણ? ડૉક્ટરે તા યુરેપના જાણીતા દવા વેચનારાઓને છેડીને દેશી દવા શા માટે લે ? અને વૈદ્યો તા આધુનિક ઢબે તૈયાર થયેલી દવાએ પર વિશ્વાસજ ધરાવતા નહાતા.
પણ આની પહેલાં કેટલાક અંગ્રેજી અને કેટલાક હિંદી ડૉક્ટરાએ હિંદની ઔષધિઓને પ્રયોગ કરીને એ ઔષધિઓને પ્રભાવશાળી જણાવી હતી. સૌભાગ્યવશાત્ તેમના પ્રયાગાના પરિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
r