________________
૨૬
શુભસંગ્રહ-ભાગ ૭ મા ઘડી ઘડી રંગ બદલતું ને અરંગ થતું વાહનનું વાહન, હથિયારનું હથિયાર, ધ્વજને ધવજ, રક્ષકનું રક્ષક એવું એ વિમાન હતું. આવા યંત્રને શોધક જગતજેતા થાય તેમાં નવાઈ શી ! આથી પછી શિલ્પનિપુણતા બીજી કયી હોઈ શકે ?
આ સિવાય અદશ્ય રહેવાની વિદ્યા તેણે સાધ્ય કરી હતી. આ વિદ્યાના બળેજ તેણે પાંચાળીનાં ચીર પૂર્યા હતાં. તેમાં પાપીએને થકવવાને હેતુ હતો. પણ જ્યારે પાપીઓની જીદ્દ વધારે લંબાઈ ત્યારે પિતાનું પહેરવાનું હંમેશનું કપડું પીતાંબર સહેજ દસ્ય કર્યું, જે જોતાંજ એ વસ્ત્રના પહેરનારની કલ્પના આવતાં કૌર, એ વ્યક્તિના સામર્થ્યબળની કલ્પનાએજ ફીકા પડી ગયા. ને વસ્ત્રાહરણ ભૂલી ગયા. શી એના નામની હાક હતી !
હાલ જેને વાયરલેસ કહે છે તે વિદ્યા પણ ત્યારે સાધ્ય હતી. તેને આકાશવાણું કે અંતરવાણું કહેતા. પાંડ હજારે કોશ દૂરથી બોલાવે–પાંચાલી બોલાવે ને બે ઘડી પછી હાજર થાય. એ અંતરવાણું ને ગરુડ વિમાનની શોધનું ફળ હતું, માત્ર વાતો કે ગપાટા નહોતા.
એ મહાપુરુષના કેટલા ગુણ કથી? ક્યાં થીએ? વગર લડયે પાંડવોને જીતાડનાર એ હતા. જ્યાં જ્યાં દુઃખ, જ્યાં જ્યાં પાપ, જ્યાં
જ્યાં અનાચાર, ત્યાં ત્યાં કૃષ્ણ ને કૃષ્ણુ, ત્યાં અધર્મઅનીતિનું વિદારણુ! આમ પૃથ્વીને પાપમુક્ત કરી તે સાચે ગોપાલ બન્યો છે.
ઇશ્વર હોય તો તે એક ને અદ્વીતિય છે, નિરંજન ને નિરક્ષર છે. નથી તે અવતરતો કે નથી તે મરતે. એટલે એ ઈશ્વરાવતાર હતા એમ કહેવું, એ સરાસરી મૂર્ખાઈ છે. પણ દીનના દુઃખે દાઝી જે યોગીઓ ને વિભૂતિઓ એટલે જીવનમુતાત્માઓ અવતાર હોય તો એવા અવતાર જગતમાં ઘણા થયા છે ને થશે. ભારતમાં પણ એવા ઘણું થયા છે, થાય છે ને થશે. એમ કહીએ તો અવતાર હતો.
અમારી દષ્ટિએ મનુષ્ય એ માત્ર એક જીવ છે. સમજશકિતવાળો ! મથી મથી, સાધી સાધી, ચારિત્ર્ય કેળવી કેળવી તે પુરુષ બની શકે છે. આવા પુરુષો ભારતમાં અનેક થયા છે. તેમાંનો કુણું પણ એક; પણ બીજા પુરુષ હતા, જ્યારે આ પુરુષોત્તમ.
ગોકુળાને ગાંડો કરનાર, તારનાર પાળનાર, બાળાવતાર ! ગોપ ગોપીઓમાં આત્મીયતા-નિજત્વતા–પ્રકટાવનાર એ રૂપાવતાર! સ્વજનની પેઠે વિરહથી વિન નાખતો એ વિરહાવતાર ! પૃથ્વીને પગલે પગલે પાપપાખંડ–દુષ્ટતાને વિચછેદનાર એ પુણ્યાવતાર ! દીન ને દુઃખીને તારનાર એ દીનાવતાર ! રાધાના બાળસખા ને દ્રૌપદીના ધમસખા ! ઉદ્ધવના અંતરસખા ને સુદામાના આત્મસખા ! અર્જુનના પેગસખા ને રુકિમણીના જીવનસખા ! વાસુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com