________________
૪૩૦
શુભસંગ્રહ-ભાગ ૭ મો લખને, અલાહાબાદ વગેરે જગ્યાની મ્યુનિસિપાલીટીઓ “બંગાલ કેમીકલ” પાસેથી આ પદાર્થ મોટા જથામાં મંગાવે છે. “બંગાલ કેમીકલ” રોજ પોણાત્રણસે મણ એસીડ ઉત્પન્ન કરી શકે છે. તેને “એસીડ-ચેમ્બર” “અપ-ટુ-ડેટ' છે.
“બંગાલ કેમીકલને ઔષધિવિભાગ હિંદમાં સૌથી મોટો છે. તેની દેખરેખ અનેક રસાયણનિષ્ણાત મનુષ્યના હાથમાં છે. આ વિભાગમાં ડોકટરી વિધિ અનુસાર અનેક જાતની અંગ્રેજી દવાઓ-જેવી કે સત્વ, અર્ક, ટિચર, “લિકર”, સ્પિરિટ, શરબત વગેરે બને છે. એ સિવાય કેટલીક દવાઓ શુદ્ધ હિંદી જડી-બુટ્ટીએમાંથી બને છે. ડોકટરે આ ઔષધિઓને સ્વતંત્રતાથી પ્રયોગ કરે છે. હવે તો ઘણું વૈદ્યો પણ બંગાલ કેમીકલ”ની બનાવેલી દવાઓ વાપરે છે.
આ દવાઓ સિવાય કંડ લિવર ઑઇલ”, “ઈમશન’, લાલ શરબત, કેસ્પિન, સાબુ વગેરે પણ ત્યાં બને છે. આ સર્વ વસ્તુઓ આયુર્વેદિક ગુણ ધરાવતી હોવાને અનેક ડોકટરોએ સ્વીકાર કર્યો છે.
“બંગાલ કેમીકલ”માં એક પરીક્ષાવિભાગ છે, જ્યાં હંમેશાં ઔષધિઓની પરીક્ષા થયા કરે છે. બજારમાં જે જડીબુટ્ટીઓ કે બીજી વસ્તુઓ વેચાય છે, તેની પહેલે વિશ્લેષણાત્મક પરીક્ષા કરવામાં આવે છે. જે તે તદ્દન નિર્દોષ અને ઉચિત “સ્ટાન્ડર્ડ”ની સાબીત થાય છે, તો જ તેને “બંગાલ કેમીકલ” વાપરે છે-અન્યથા નહિ. દવાઓ જ્યારે બનીને તૈયાર થઈ જાય છે ત્યારે ફરી વાર તેનું વિશ્લેષણ થાય છે અને જે તેમાં બધા આવશ્યક ગુણ મળી આવે તોજ તેને શીશીમાં ભરીને બજારમાં મોકલવામાં આવે છે. કેટલીક દવાઓ તૈયાર થતાં તેમને પ્રયોગ સસલાં કે બિલાડીઓ પર કરવામાં આવે છે અને પછી જ તેમને શીશીઓમાં ભરાય છે.
- “બંગાલ કેમીકલ”માં એક જીવ-વિજ્ઞાનની પ્રયોગશાળા (બાયોલોજિકલ લેબોરેટરી) પણ છે. આ પ્રયોગશાળાના નિરીક્ષક આ વિષયના ખાસ અનુભવી છે અને તેમણે યુરોપની અનેક જાણીતી પ્રયોગશાળાઓમાં દશ વર્ષ સુધી કામ કર્યું છે.
ઈજેકશનની દવાઓ બનાવવાને વિભાગ જુદો છે. અમુક પરમાણુઓને ઠંડાં કરવા માટે એક આઈસ રૂમ’ છે, જેમાં દાખલ થતાંજ આપણને લાગે કે આપણે હિમાલયમાં પહોંચી ગયા.
મલમપટ્ટી વગેરેના કામ માટે દવાવાળું દબાવેલું રૂ અને પટ્ટીઓ વગેરે પણ અહીં બને છે.
“મશીન-શૈપમાં વૈજ્ઞાનિક યંત્ર અને ડોકટરી ઓજારે બને છે. અહીં “ફિઝીકલ બેલેન્સ” જેવું સૂમ ત્રાજવું પણ બને છે.
અહીં બનેલી શૃંગારની સામગ્રીઓ-દંતમંજન, સુગધી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com