________________
૪ર૧
પુરુષોત્તમ શ્રીકૃષ્ણ હતી. અને ત્યાંનાં નરનાર ગોપગોપીથીજ ભારતે પ્રસિદ્ધ હતાં.ગાય વસાવવી–વધારવી–વેલાવવી–એની ઉત્તમોત્તમ ઓલાદ પ્રકટાવવા મધ્યા કરવું, એજ એમનું જીવનકર્તવ્ય હતું. ગ-ગોકુળ એમનું જીવન હતું. એ એની સંપત્તિ હતી, વિશેષ સંતતિ હતી, કીર્તિ હતી. ગોસેવન એ એની ભક્તિ હતી. ગોસમૂહ એ એની શક્તિ હતી. ગેસંગ એ એની આસક્તિ હતી. ગોચર એ એનું મંદિર હતું. એ ગમય હતા. ગે એ મય હતી, તેથી તે ગેપ હતા. તેથી એ ગોપી હતી. આવા એકધારા ને નિર્લેપ વાતાવરણમાં પળનાર બાળક અજબ નીવડે તેમાં શી નવાઈ ! ત્યારે આ તો જન્મનો કલાધર ! એની નવનવી લીલા-રમત ભલભલાના દિલને બહેલાવતી–ડોલાવતી. એ સૌના ચિત્તનો ચેર હતું. એના ચેર સૌ હતા.
માત્ર તે નંદયશોદાના બાળક ન હતો. સમસ્ત ગેપગેપીને એ બાળકથી પણ અધિક પ્રિય હતો. એનું આકર્ષણ અજબ હતું. એનું મનમેહન સ્વરૂપ જોતાં ધરાઈએ નહિ તેવું મધુરું હતું. એને જોયા સિવાય–બોલાવ્યા સિવાય દુશ્મનોને પણ ન ચાલતું. એને નીરખ્યા સિવાય ઘણાને અન્ન ભાવતું નહિ. એને રમાડયા સિવાય ઘણાને લહેજત પડતી નહિ. એને અડકયા સિવાય ઘણાનું અંતર પુરતું નહિ, હદય રીઝતું નહિ. એને ન જોતાં તે દિવસો સૂના લાગતા. એને ન સુણતાં તો ચિત્ત સૂકાતું. એ મેહક રૂપ-એ નમણાં નખરાં-એ ચિત્તવેધક હાસ્ય ને ઠમકાં, એ કાળા મધુરા બાળગેપ ગોપીઓને એવાં ઘેલાં કરતાં કે એમને એ એમના બાળકથીએ એના ઉપર અધિક વહાલ ઉછળતું. ખાસ કરીને ગોપીઓ તો એના વિના ગાંડી બની જતી. વિયોગઘેલી હાલુડી માતા ! જાણે એ છોકરો એમને પોતાનો ન હોય, એમ એનાં એમને સ્વપ્નાં આવતાં; રાતે મધરાતે પણ જગવતાં. અસુર સવાર પણ મેહક રૂપ જવા દોડાવતાં. એની મીઠી મસ્તી એમનાં હૈયાં હુલાવતી. એનું અભુત ખેલન એના પર વારી જવા પ્રહલાવતું, એને જોયા સિવાય એનાથી રહેવાતું નહિ. એને ખવરાવ્યા સિવાય એમનાથી ખવાતું જ નહિ. દૂધ દહીથી એને નવડાવ, માખણ મી સરીથી એને ધરવો, એ ગેપી એનો જીવનોદ્વાસ હતો. તેમ કરવાથી વધી જવું એ હરિફાઈ હતી–અદેખાઈ હતી-મારું તારું હતું.
છાતી ભીંસી એને રમાડ-ગે દે ભેરવી એને ગભરાવોહૈયે ચાંપી એને હુલ્લા-એ એમને જીવનછાવ હતો. એને પોતે લઈ ફુલાવું, બીજું લે એટલે ખસીઆણું પડી જવું, એવું એ મમત્વ હતું. એને સંગમ એ સાયુજ્ય મુક્તિ હતી. | બાળક વધતો હતો, અને સૌને આકર્ષત હતો. એની ફેરમ ગરદમ પમરતી હતી. કંસે પણ એ અજબ બાળકનાં ગુણગાન શુ. ૩૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com