________________
૪૨૨
શુભસંગ્રહ-ભાગ ૭ મે સાંભળ્યાં. એ ભડક્યો, પૂતના નામે તેની બહેન તેના જેવાજ રાક્ષસી સ્વભાવની હતી. તેને આ બાળકને કે તેના પ્રાણને હરવા તેણે મોકલી. પૂતના માણી હતી-માથીએ પણ વહાલી માશી હતી! બેનના દીકરાને એ રમાડયા–રીઝાવ્યા સિવાય કેમ રહી શકે ? પૂતનાને વહાલ આવ્યું, ને ઉછળ્યું-માંડી બાળકને ધવરાવવા. પણ એ દુષ્ટ માશી સ્તનને ઝેર લગાડી બાળક મારવા આવી હતી. પણ આ ચતુર બાળક ઝેરની તીવ્ર ને કટુ વાસ લેતાંજ ચમ–ચેકો ને બાળમસ્તી કરતો હોય તેમ ઉછર્યો. ને પ્રાણ લેવા આવનાર માશીને એ ગળે ચૅટ કે નિશ્ચંતન કરી જ્યારે તેને ભયે પટકી ત્યારેજ ઝં. માશી પ્રાણ લેવાને બદલે દઈને ગઈ.
કાલિંદીના એક તટે કાળીનાગ રહે. તે તીવ્ર વિષધર હતે. એના વસવાટના ભાગમાં ગોકુળ જઈ શકતાં નહિ. એના ફરતે બાર ગાઉનું પાણું પી શકાતું નહિ. બાર બાર ગાઉમાં ચકલું ફરકી શકતું નહિ. આવું ઉગ્ર તેનું ઝેર હતું. વળી તે નદી નીચે એવી રીતે દર કરી રહેતો કે જેને પત્તો મેળવો કઠિન હતો; પણ કૃષ્ણ ધેનુ ચરાવતો થયે ત્યારે એ એણે જાણ્યું. એનાથી એ ન જીરવાયું. એજ ઘડીએ એકદમ જઈ તેને શોધી કાઢી તેને નિવિષ બનાવી મૂક્યો, ને એ વિશાળ ગૌચર-એ સુંદર જળ ગેપ ને અને ગાયોને નિર્ભય ને નિરુપદ્રવ બનાવ્યાં.
એક વખત અતિવૃષ્ટિ થઈ. અનરાધાર વરસાદ. રાતદિવસ સૂઝે નહિ. કામધંધે થાય નહિ. તેમાં આ તો ગેપકુળ ખુલ્લામાં– સાદા ઝુંપડામાં-ફરતા ફરતા ધરબાર વિના પણ ચલાવી લેનાર ! બહુ મુશ્કેલીમાં આવી પડયા, ત્યારે આ નાના પે એક પર્વતની તળેટીમાં એવા અધુરા સાધનવાળા બધા ગેપને એકઠા કરી જુદી જુદી યુક્તિઓ બતાવી, એવી ને એટલી વિશાળ જગ્યા સપાટાબંધ છાવરી દીધી કે જ્યાં વરસાદનું બુંદ ન પડે. જેની નીચે ગોપ ને ગાયે નિર્ભય ચરી-વિચરી શકે–ગેકુળે તો તેનું આ એશ્વર્યાશક્તિ જોઈ છક થઈ ગયાં. ગોવર્ધન-ગાયરૂપી શ્રેષ્ઠ ધન(ગેમ વર +ધન) ત્યાં પળાયું. તેથી એ પર્વત ગવર્ધન ગણુયો. ગાયરૂપી શ્રેષ્ઠ ધનને રક્ષનારા-ધરનારા કૃષ્ણ ગોવર્ધનધારી કહેવાયા.
અને આલંકારિક ભાષામાં આવા પ્રસંગો “કાળીનાગ નાવ્યો – ગવર્ધન તો છે. કહેવાયા.
આ રીતે ગોકુળનાં તમામ વિદને વિદારણ થતાં આનંદ ઉત્સવ થઈ પડશે. રસછોળ ઉડવા લાગી-જીવન મધુરાં મધુરાં થઈ ગયાં, ઘેર ઘેર નાટારંભ ને લીલા થઈ રહ્યાં. આ વખતે તે ધેનુ ચારતોને કંઈ કંઈ નવનવા ખેલ ખેલત, અનેક વેષ ભજવતો, મારપીંછને સુરમ્ય મુકુટ બનાવે ને તે ધરત. વનસ્પતિના રસ કાઢી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat