________________
૪૧૩
વર્તમાન જીવનપ્રવાહ ७९-वर्तमान जीवनप्रवाह
(લેખક:—શ્રી. કલ્યાણપ્રિય) વર્તમાન જીવનપ્રવાહ સન્માર્ગે જાય છે કે ઉન્માર્ગે એ પ્રશ્ન અનેક વિચારશીલ મનુષ્યોના મનને મથી રહ્યો છે. ઉત્ક્રાન્તિવાદીઓ કહે છે કે જગત ચઢે છે. ઉત્ક્રાન્તિનો માર્ગ સીધે સરલ નથી પરંતુ અનેક ચઢાવ-ઢેળાવમાંથી પસાર થતાં આખરે ઉંચે ચઢી શકાય છે એમ તેઓનું મંતવ્ય છે. આ સિદ્ધાંતનું સમર્થન કરતાં ટેનિસન કહે છે કે –
“અહો ! હજુ અમને શ્રદ્ધા છે કે વિપત્તિઓને અંતે કંઈ પણ સારા દયેયની પ્રાપ્તિ થશે.”
ઉન્નત આધ્યાત્મિક દૃષ્ટિબિંદુથી આ કથન યથાર્થ છે. પરંતુ આ દૂર દૂરના ઉજજવલ ભવિષ્યની આશા અને શ્રદ્ધા સર્વેમાં રહેતી નથી–રહી નથી. જીવલેણ જીવનકલહ, નીચ હરીફાઈ, અધમ પ્રપંચ, નિ:સીમ દ્રવ્યલાલસા, જીવનની ઉતાવળ અને ધમાલ જોઇને અનેક આશાવંત યુવાને પ્રબલ નિરાશાવાદી બન્યા છે. જ્યાં જીવનની સમગ્ર શક્તિ અથવા ઘણુંખરી શક્તિ કેવળ ઉદરપેષણને માટે વાપરવી પડે છે અને છતાં ઘણું વાર જીવનનિર્વાહ થઈ શકતો નથી ત્યાં આશા ક્યાંથી રહે? આ સ્થિતિને ગુલામી વિના બીજું કયું નામ આપી શકાય? યુરોપ અને અમેરિકામાંથી ગુલામીનો વેપાર બંધ થાય તો પણ જનસમાજના મોટા ભાગની સ્થિતિ તો ગુલામીનીજ છે. કેટલાકને આજીવિકાનાં સારાં સાધનો મળે છે અને ધન અને અધિકાર પ્રાપ્ત થાય છે, પરંતુ ઘણું કરીને તે દેહ અને આત્માના ધિર'ના ભોગે ખરીદેલાં હોય છે. જ્યાં સુધી આત્મનિરીક્ષણ અને તજજન્ય આત્મવિકાસને માટે સ્વાસ્થ-આરામ-જપ-મળે નહિ ત્યાંસુધી તે વર્ગ પણ ગુલામીની બેડીમાંજ જકડાયેલો છે. જે દેશમાં ખરી સંસ્કૃતિ છે, ત્યાં સાધારણ સારૂં જીવન ઘણા થોડા કલાકની મહેનતથી પ્રાપ્ત થઈ શકે છે.
પરંતુ વર્તમાન જગત ધનતૃણારૂપી રાક્ષસના મુખમાં સપડાયું છે. ધનરસ વિના અન્યત્ર ભાગ્યેજ સુખ અનુભવાય છે. પતંગીઆની પેઠે જીવન હોલવાઈ જાય ત્યાં સુધી મનુષ્ય દ્રવ્યને માટે ભમ્યા કરે છે. આ એક સુવિદિત વાત છે કે, દ્રવ્ય એ પુરુષાર્થ હોઈ સમાજવ્યવસ્થામાં ઉપયોગી સ્થાન ધરાવે છે, પરંતુ તેની સાથે તેની મર્યાદા પણ છે. સ્વાથ્ય અને જીવનરસને ભોગે કરેલું દ્રવ્યોપાજન નિરર્થક છે કે હાનિકારક છે. શાંત નિ:સ્વાર્થ નિર્લોભી
જીવન મનુષ્યઆત્માની ઉન્નતિનું પિષક છે. જે મનુષ્યની પ્રવૃત્તિનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com