________________
૪૧૬
શુભસંગ્રહું-ભાગ ૭ મા
હાડપ જરે। જ્યાં ત્યાં નજરે પડે છે. જૂના વખતમાં દુકાળા પડતા પરંતુ ધણાખરા સ્થાનિક હતા. હાલ દુકાળની સંખ્યા અને ભયાનકતા સવિશેષ છે અને લગભગ સાર્વત્રિક થયા છે. આછે ખારાક, અધુરાં વસ્ત્ર, અયેાગ્ય ગૃહા અને અવિશ્રાંત મહેનતથી ઉત્પન્ન થતા તાવથી લેાકેાનું મરણુપ્રમાણ પણ વધતું જાય છે. વળી ખેતીવાડીની અવદશા અને ગૃહઉદ્યોગને નાશ એ પણ આપણી કંગાલિયતનાં કારણેા છે.
પૂર્વોક્ત શારીરિક અને આર્થિક દુ:ખે ઉપરાંત સામાજિક, માનસિક, નૈતિક અને રાજકીય કટા કાંઇ એાછાં નથી. મનુષ્યના આકષ ણુનું પરમ અને પવિત્ર ધામ ગૃહ પણ આજ નીરસ બન્યું છે. દ્રવ્યની લેાલુપતાએ ગૃહના સુખના ધ્વંસ કર્યાં છે. હાર્ટલેા અને કલમાએ કૌટુમ્બિક જીવનમાં વિચ્છેદ નાખ્યા છે. પરિણામે કુટુંબના ભણેલા અને અભણ, સમજુ અને અણસમજી, પુરુષ અને સ્ત્રી વ વચ્ચે અંતર વધતું જાય છે. એક સમયે આ દેશમાં રામાયણ, મહાભારત, ભાગવત કે એવા ધાર્મિક ગ્રંથનુ અધ્યયન અને શ્રવણ ગૃહમાં અને શેરીઓમાં નિયમસર થતું અને સંખ્યાઅધ લેાકેાની એ મુખ્ય કેળવણી હતી. હવે એ પ્રાચીન પ્રથા લુપ્ત થતી જાય છે અને તેની જગ્યાએ કાઈ પણ ઉચ્ચ શિક્ષણે સ્થાન લીધું નથી. આપણા દેશની સ્ત્રીએ (અભણ પણ) શ્રુતિપરંપરાએ સાંભળેલાં ભુજના કે કાવ્યા. નિત્ય સવારમાં દળતાં કે ધરતું કામકાજ કરતાં લલકારતી તે પણ હવે ચિજ સાંભળાય છે. પ્રભાતમાં સ્નાનસમયે અનેક ભાવિક નરનારીએ આપણા દેશનાં પવિત્ર તીર્થો, નદીઓ અને પતાના નામેાચ્ચારણ કરતાં અને આપણા દેશની વાસ્તવિક એકતાને નિત્ય સાક્ષાત્કાર કરતાં. વળી સીતા, સાવિત્રી, દમય`તી આદિ મહાસતીએ અને રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, શકર આદિ મહાત્માનાં ચિરત્રાનાં સતત સ્મરણા જીવનની જ્ગ્યાત અખંડ જાગ્રત રાખતાં. આ ઉપરાંત ઇતિહાસપ્રસિદ્ દેશભક્ત વીરપુરુષા અને વીરાંગનાઓની કથાઓ દ્વારા પ્રેમશૌય વગેરે ઉન્નત ભાવેા દેશનાં ખાલકાનાં હૃદયમાં ઉભરાતા અને તેમનાં પરાક્રમનું અનુકરણ કરવાનું તેમને મન થતું અને તેમ કરવાને અવકાશ પણ હતા.
આ બધેા સ ંપ્રદાય હાલ શિથિલ થઇ ગયા છે. વળી વ્રત, ઉપવાસ, યમ, નિયમ, યાત્રા, ધર્મ, પૂજા, દાનં પણ પ્રથમના જેવાં હવે ક્યાં છે ? કયાં એ ગ્રામ્ય જીવનની સાદાઇ, નિર્દોષતા અને પ્રાણપાષક શક્તિ અને કયાં વર્તમાન યાત્રિક ઉદ્યોગગૃહેથી ભરપૂર ભરેલાં નરકસમાન શહેરે ! આપણા દેશની સંસ્કૃતિનું મડાણ ગામડું હાલ અજ્ઞાન અને દારિદ્નરૂપી અકૂપમાં ડૂબી ગયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com