________________
૪૧૨
શુભસંગ્રહું-ભાગ ૭ મા
એમ ખેલી તે મજૂરણ ધરણી ઉપર ઢળી ગઈ, એ ધડી થતાં શુદ્ધિમાં આવી ફરી ડૂસકાં ભરતી ખેાલીઃ
“કારીગર, પછી તેા તેઓ કઇ પણ ખેાલ્યા ચાલ્યા વગર આ લેાકમાંથી પરલેાકમાં જતા રહ્યા. મેં મારૂ સસ્વખચી તેના નામના એક ચબુતરા બધાબ્યા, હવે તમે શિલાલેખ આપે એટલે તેમાં જડાવી જગતમાં ખાવરી બની ફર્યાં કરૂ.”
આ
“બાઇ! કાલે એ લેખ પૂરા થશે. આવીને લઇ જજો.” એમ મેલી શિલ્પીએ ટાંકણુ અને હથેાડી હાથમાં લીધાં ને મજૂરણ ચાલી ગઇ. આખી રાતના ઉજાગરેા કરી, પહેલાં લખેલાના અનુરેાધમાં શિલા ઉપર શિલ્પીએ લખ્યું કે “ તેણે પેાતાનું અધું અંગ દુઃખી સંસાર ઉપર મૂકી મૃત્યુદ્ભૂત સાથે યુદ્ધ આર્ંભી, જે માગે અધા જીવા વહેલામેાડા જાય છે તે રસ્તા લીધેા.” સવાર પડતાં શિલ્પી સૂઇ ગયા અને સાંજ પડતાં ઉઠયા અને પેલી મજૂરણની રાહ જોતેા શિલાલેખમાં લખેલું વાંચતા વાંચતા બેટા.
મજૂરણ આવી અને મેલી ‘કાં કારીગર ! ક્યાં છે શિલાલેખ ?” “આ રહ્યો.” આંગળી ખતાવી શિલ્પીએ કહ્યું.
“આ નીચેના ભાગ કેમ ખાલી છે?” મજૂરણે પૂછ્યું. “અરે ! શું માપમાં ભૂલ્યા ! તમે મારી ઠીક ભૂલ કાઢી. મને ભાન ન રહ્યું અને અક્ષરેા કાતરાઇ ગયા.” આશ્ચર્ય સાથે શિલ્પી ખેલ્યું. પેલી મજૂરણે એ શિલાલેખ ઉપર નીચું માથું નાખી તેને એકાદ ચુંબન લઇ અશ્રુથા પવિત્ર કરવા વિચાર કર્યાં, પણ ત્યાં તે તેનું હૃદય દુઃખના ભારથી એકાએક બંધ પડયું અને તેને જીવનદીપ માત્ર આટલું અધુરૂ' કા મૂકી એલવાઇ ગયેા.
શિલ્પીએ જાણ્યુ કે એ એના ધણીના શિલાલેખને સુખન કરે છે, પણ ઘડી વારે તેને હલાવી તે તે અચેતન હતી. પેલા શિલ્પીએ તરતજ ટાંકણું લઇ પેલા અધુરા ભાગમાં લખ્યું કે “અને તેનું અં અંગ, તેની પાછળ તેનેા શિલાલેખ કાતરાવી તેની પાછળ માત્ર ચારજ દહાડા આ જગત ઉપર રહ્યું હતું.”
બીજે દિવસે પેલી મજૂરણને તેના ધણીના ચક્ષુતરા પાસે ઘટાવી અને તેના ધણીના જેવા ચક્ષુતરા ખાંધી વચમાં એ શિલા લેખ મૂકી દીધા. આ બનાવ જોઇ ઘણાં આશ્ચર્ય પામ્યાં.
પેલેા શિલ્પી પણ પેાતાની પ્રિયતમાની મૂતિ પૂરી કરી રહ્યો એટલે હાથમાં ટાંકણુ અને હથેાડી સહિત છેલ્લે ટચકે મરણ પામ્યા હતા. ક્રાઇ દિલવાળા કારીગરે તે મૂર્તિની નીચે લખ્યું કેઃ
“આ મૂર્તિ ઘડનાર શિલ્પી માત્ર પોતાની આ પ્રિયતમાની મૂર્તિ ઘડીનેજ મરણ પામ્યા છે. તે જીવ્યેા હતેા માત્ર પ્રેમનું આ અવશેષ મૂકી જવા માટેજ.” (માર્ચ-૧૯૩૧ના “નવચેતન'માંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com