________________
શિલાલેખ
૪૧૧ હતો, પણ તેની આંખોમાં તેજ વધારે ચમકતાં હતાં.
પેલી મજૂરણ બેદી અને વાત શરૂ કરી “ ઠીક કારીગર ! પછી અમે બંને જણાંએ વિચાર કર્યો કે આમ રહેવા કરતાં આપણાં લગ્ન થાય તે શું ખોટું ? બંને જણાંએ વિચાર કરી એક જુદું નાનકડું મકાન લીધું અને અમારાં લગ્ન કર્યા. પછી તો અમે બંને એકબીજાની હુંફમાં સુખપૂર્વક રહેવા લાગ્યાં. તેણે ( શરમાતી હોય એમ દેખાડતી ) મને કામે જવાની ના પાડી અને ઘેરજ રહેવાનું કહ્યું. અમારી પાસે જે પૈસા વધ્યા હતા તેમાંથી થોડાક ઘરને સામાન લાવી વસાવ્યું. તેઓ કામે જાય અને હું ઘેર રહું. સાંજ પડવા માંડે, એટલે હું ગીતના ટહુકાર કરતી રોટલા અને શાક બનાવું. તેઓ સાંજે ઘેર આવે એટલે તેમને હાથપગ ધોવાનું પાણું આપી વાળુ કરાવું. તેઓ કહેતા કે “વાળુ કર્યા પછી મારે તમામ થાક જતું રહે છે.”
“એમ કે ! ” નેણ ઉંચાં ચડાવી કંઈક સાંભર્યું હોય તેમ બતાવી સૂકા મુખ પર જરા હાસ્ય લાવી શિપી બોલ્યા “પછી?”
પછી પેલા ઈજારદારે મજૂરીના દર સખત કર્યા. હંમેશાં જે ચાર છ આના રોજ હતો તેને બદલે ચાર ઘનકુટ પથ્થરના ચાર આના મળે તેવી જાહેરાત કરી. આથી ઘણું મજૂરો નિરાશ થયા પણ તેઓ તે રાજી થયા. હંમેશાં વહેલા ઉઠી થોડેક રેટલે ખાઈ, બપોરનું ભાથું ભેળું લઈ જઈ પથ્થર ખોદવા મંડી જતા. સાંજ પડતાં ચાર ઘનફુટની એક એવી ચાર ચેકડીઓ તૈયાર કરી એક રૂપીઓ રોકડો લાવતા; તેમાંથી હંમેશાં બજારમાંથી એક ચીજ લાવી મારા હાથમાં મૂકતા અને રાજી થઈ મને એક ચુંબન લેતા. હું પણ તેમને માટે સારું ખાવાનું તૈયાર કરતી; પણ કારીગર! અમારા નસીબ બહુજ મેળાં !”
“કેમ, પછી શું થયું?” શિલ્પી વાત સાંભળવા ટટાર થયા.
કારીગર! પછી મારો હેતાળ ધણી કાળી મજૂરી કરતાં કરતાં નબળો પડવા લાગ્યો. મને લાડ લડાવવામાં તે પોતાના દેહનું ભાન ભૂલ્યો અને મજૂરી કરતાં પાછું વાળી જોયું નહિ. બહુ મહેનત કરવાથી તેના શરીરમાં રોગ પેદા થયો અને અમારા ઉપર પ્રભુને કોપ ઉતર્યો. આજથી અઠવાડિયા પહેલાં તે મરણ પામ્યા. તેના મત અગાઉ ચાર દિવસે તેણે કહ્યું: “આજે મને સહેજ ગભરાટ થાય છે, તેથી મજૂરી કરવા જવું નથી. તેઓ ઘેર રહ્યા અને હું તેનું શરીર ચાંપતી આખો દિવસ તેની પાસે બેઠી. બીજે દિવસે તેનાથી ઉઠાયું નહિ. આથી હું બે રૂપીઆ ફીના ભરી એક દાક્તરને તેડી આવી. તે નિર્દય દાક્તરે તરતજ કહી દીધું કે “આ માણસનું શરીર ક્ષયથી ખવાઈ ગયું છે, બે દિવસ પછી મરી જશે !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com