________________
આંખ ઉધડી
૪૦૭ આજ પહેલો પ્રસંગ છે. પ્રભુ ફરી આવો પ્રસંગ તમને ઘેર બેલાવવાને ન લાવે એટલે બસ.” એ સાંભળી મેરી બોલી “માજી! નર્સ તરીકે નહિ પણ મને કોઈ દિવસ જોઈ હોય એમ તમને યાદ આવે છે કે?” ડોશીએ યાદ લાવવા ખૂબ પ્રયત્ન કર્યો, પણ એને કંઇ યાદ આવ્યું નહિ. એણે કહ્યું “બહેન! મેં તમને આજે પહેલી વાર જોયાં હોય એમ મને લાગે છે. મેં ક દિવસ તમને સ્વપ્નય જોયાં હોય એમ મને યાદ આવતું નથી.”
એ સાંભળી મેરી હસી પડી, અને બોલીઃ “માજી ! મજૂરણ તે હું અને નાનો છોકરો તે મારો દીકરો દાવ જેસફ. તમે અમને કાઢી મૂક્યાં એટલે અમે રડતાં રડતાં ચાલતાં થયાં, રસ્તામાં એક પાદરી મળે તે અમને આણંદ લઈ ગયો. ત્યાં અમે ખ્રિસ્તી થઈ ગયાં, અને ત્યાંજ રહી શીખ્યાં. હું નર્સ થઈ, અને છોકરો દાક્તર થયો. તમારા તિરસ્કારને લીધે અમે હિંદુધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો. અમારાં જેવાં કેટલાંય ગરીબ દર વર્ષે ખ્રિસ્તી થાય છે તેને તમને ભાગ્યેજ ખ્યાલ હશે.”
મેરીની વાત સાંભળી ડેશી સડકજ થઈ ગયાં. એમને શું બાલવું તે સૂઝયું નહિ. પછી થોડી વાર રહીને બોલી “બહેન ! મારી ભૂલ થઈ ગઈ. મને ક્ષમા કરજે. ખરેખર મારે જયંતિ માદા પો, તેનું કારણ પણ એજ હશે. મારા પર ગુસ્સો જયંતિ પર કાઢતાં નહિ, એ બિચારો તે તદન સુધરેલા વિચારને છે; પણ હુંજ નઠારી છું.” એ સાંભળી મેરી બોલી “માજી, જયંતિલાલની ફીકર કરશો નહિ. એ તો મારો ધર્મ જ છે, એટલે હું એમની ચાકરી બરાબર કરીશ. ફક્ત તમે લેકે અંધશ્રદ્ધાથી દોરવાઇ કેવું કરો છો અને તેનું શું પરિણામ આવે છે તે તમને સમજાવવા માટે મેં વાત કાઢી.”
મેરીની વાત સાંભળી ડોશી નિશ્ચિંત થયાં. ફરીથી એમણે મેરીની માફી માગી. દા. જેસફની દવાથી અને મેરીની સારવારથી જયંતિલાલની તબિયત ધીમે ધીમે સુધારવા માંડી. તબિયત સારી થઈ, એટલે જેકાર ડોશીએ જોસફ અને મેરીની વાત એને કહી. જયંતિલાલ સુધરેલા વિચારને યુવાન હતો. એણે મેરી તથા જેસરને પાછા હિંદુ થવાને ખૂબ આગ્રહ કર્યો. જેકાર ડોશી પણ પિતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે આગ્રહ કરવા લાગ્યાં. માદીકરાના આગ્રહને વશ થઈ મેરી તથા જોસફ બંનેએ આર્ય સમાજ દ્વારા શુદ્ધિની ક્રિયા કરાવી હિંદુ ધર્મ સ્વીકાર્યો.
આ બનાવ બન્યા પછી જેકેર ડોશી તે અંત્યજોને તિરસ્કાર કરવાનું ભૂલી ગયાં; એટલું જ નહિ, પણ બીજું કોઈ પણ તિરસ્કાર કરતું તે તેને પાસ્તાં અને પોતાની આપવીતી સમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com