________________
૪૦૮
શુભસગ્રહ–ભાગ ૭ મા
ળાવતાં. વળી અત્યોહારના કામમાં પેાતાથી બની શકતી આર્થિક તેમજ શારીરિક સહાય કરતાં, અને એ રીતે પાતે કરેલી ભૂલનુ પ્રાયશ્ચિત્ત કરી અનેક પતિતાના આશીર્વાદ પામતાં.
(સાહિત્ય”ના એક અંકમાંથી)
७८ - शिलालेख
(લેખકઃ–રા. પ્રાણભાઈ મ. મહેતા.) (૧)
.
આ કડીઆ ! મને એક કાળા પથ્થર ઉપર આટલું કાતરી દે કે આ પ્રેમલ જીવે સદાએ પેાતાની પ્રાણવલ્લભાને રાજી રાખી છે.' આટલા શ્વબ્દો ખેાલી એક નિષ્ઠુર જેવી દેખાતી વ્યક્તિએ કહ્યું. ટાંકણાંથી કામ કરતા કડિયાએ આ શબ્દો સાંભળી ઉંચું જોયું. તેના અવાજમાં એટલું બધું દુઃખ હતું કે તેના ખેાલવા ઉપરથીજ તે બધું જણાઇ આવતું હતું. અંતરની આષને ઓળખી એ શિલ્પીએ તેણીને તરતજ કહ્યું ૮ ભલે ખાઈ, એ દિવસ પછી આવીને શિલાલેખ લઇ જજો; પણ એ પ્રેમલ જીવ તમારે શું થતા હતા ? ”
“ મારે ? ” આંખમાંથી એકાદ બે આંસુ ખેરતી તે રમણી ખાલી “ મારે અને એને માત્ર એજ સંબંધ કે હું તેની હતી, તે મારે। હતા! પણ તમે એ શિલાલેખનું મહેનતાણું શું લેશે ? ”
“ મેં અત્યાર સુધી પ્રેમીઓની કબર પર મૂકવાના શિલાલેખેાનું મહેનતાણું લીધું નથી. મને ખાતરી છે કે જ્યારે હું મરીશ ત્યારે મારા ઉપર શિલાલેખ વિના મૂલ્યેજ મુકાશે. જો કે હુ શિલ્પી છું, ચાહું તે અત્યારે જીવતાં મારી કબર ઉપર મૂકવાને એક શિલાલેખ તૈયાર કરી શકું; પણુ તેના ઉપર કયા શબ્દો મૂકવા તે મને જીવતાં યાદ આવતું નથી; માટે હું તેમ કરી શકું તેમ નથી. બાપુ! તારે જોઈતા શિલાલેખ આ શિલ્પી મફત કરી આપશે; પણ હું આ સૃષ્ટિ ઉપરથી ગયેલા છું એવું જ્યારે તારા જાણવામાં આવે ત્યારે તેની ઉપર શું લખવું તે ક્રાઇ મહાકવિને પૂછી, કાતરાવી, રંગ ભરાવી, મારી કબર ઉપર મુકાવજે. આથી મારી અંતરની હતી આગ ઉપર શાન્તિ થશે. પેાતાની ઉંડી ગયેલી આંખા વડે નીચું જોઈ શિલ્પીએ ટાંકણું ચલાવ્યુ.
તે શિલાલેખ કાતરાવવા આવેલી મજૂરણ ગઈ. શિલ્પીએ પેાતાનું ટાંકણું ચલાવ્યું. આ શિલ્પી પેાતાની મૃત પત્નીની મૂર્તિ સંભારી સંભારીને કારતા હતા. જીવનમાં તે
જે કે ઘણાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
4