________________
*
મેકિસમ કી
૪૦૩ ખ્યક ફોરેસ્ટમાં ગાળી અંતે ૧૯૨૨માં તે ઇટાલીના કપ ડી સેરેને ગામે આવી વસ્યો, અને એજ આજ આઠ વર્ષથી એનું કાયમી વતન થઈ રહ્યું છે. વચ્ચે વચ્ચે જરૂર પડયે તે સારી ઋતુમાં રશિયા આંટો મારી આવે છે.
ગાકીની સાહિત્યપ્રવૃત્તિના ત્રણ સ્પષ્ટ વિભાગ પડી આવ્યા છે. શરૂઆતનાં વર્ષોમાં તેણે નવલિકાઓ લખી, જેણે એને કીર્તિમાળ આરપાવી. એ વાર્તાઓનાં મુખ્ય પાત્ર ભટકેલ રખડુઓ અને સમાજે તરછોડેલી વ્યક્તિઓનાં છે. પણ ગંએ સહદય સહાનુભાવથી એમનાં જીવનનાં જે ઉઠાવદાર ચિત્ર આલેખ્યાં છે ને એમાં રહેલી રંગીલા જીવનની ભભક વર્ણવી છે તેને લીધે એ રશિયનમાં અતિ પ્રિય થઈ પડયો. “ચેલકાશ ને બીજી વાતો', “જે પ્રાણીઓ એકાદ માનવી હતાં” તથા “એક નવલકથાની કથા ને બીજી વાતો” એ ત્રણ એના ટૂંકી વાર્તાઓના સંગ્રહ છે.
૧૮૯૯ પછી એણે લાંબી નવલે ને નાટકો લખવાં શરૂ કર્યા અને એમાં રશિયન પ્રજાજીવનનું વિશાળ દષ્ટિબિંદુ લઈને તેના બળતા પ્રશ્નો છણ્યા. “પાતાળાગાર (લેઅર ડેલ્સ) નામનું એનું નાટક જગપ્રસિદ્ધિ પામ્યું છે. બર્લિનમાં તે લાગ2 બે વર્ષ સુધી ભજવાયેલું. બીજું એક એવું નાટક “રાતવાસો' (નાઈટ્સ લૉજિગ) નામનું છે. લાંબી નવલકથાઓમાં રશિયા-અને દુનિયા-ના આમવગે જેને અંતરથી વધાવી છે તે જનેતા” (મધર) નામની કથા. આમજીવનનું પ્રતિબિંબ પાડતી એ સમાજવાદી નવલને અનુવાદ ચાલુ વાર્તા તરીકે ગુજરાતી માસિક “નવયુગ'માં આવે છે. “અસ્ત (ડીકેડન્સ) જાસૂસી, “મારું બાળપણ અને દુનિયામાં એ ચાર એનાં બીજાં નવલો છે. એમાંનાં છેલ્લાં બે એની આત્મકથા જેવાં છે, અને એના પ્રકાશન સાથે એની સાહિત્યપ્રવૃત્તિને ત્રીજે–અને વધારે ઉજજવલન્ટ શરૂ થયો છે. પછી તો એણે “મારી વિદ્યાપીઠ માં પિતાની યુવાવસ્થાનાં સ્મરણે આલેખ્યાં અને “સંસ્મરણે નામના પુસ્તકના એક ભાગરૂપે “ટોસ્ટયનાં સંસ્મરણેજે આલેખ્યાં તે તે બહુજ આદર અને પ્રસિદ્ધિ પામ્યાં. “મારી રોજનિશિમાંના થોડા ફકરા એ પણ એનું એટલું જ આદરપાત્ર–ને છેલું-પુસ્તક છે.
રશિયાના જીવનનું વેધક ચિત્ર આલેખવામાં ગાકીને હજી કઈ આંટી શક્યું નથી. એનું પાત્રાલેખન જેટલું ઉઠાવદાર અને સજીવ છે તેટલું જ વિશાળક્ષેત્રી છે.
વાચનનો જુવાનીને શોખ એનો હજી ઓસર્યો નથી. “પુસ્તક તે–' એ લખે છે કે “હાથમાં લઉં છું ને મને રોમાંચ થાય છે ને પ્રેરણાના આધ છૂટે છે. મારામાં જે કાંઈ સારૂં માનવ તત્તવ હશે તે બધું ગ્રંથવાચનને પ્રતાપે છે. નૈર્વેજિયન લેખક નટ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat