________________
મેકિસમ શૈકી
૪૦૧ બંને જડબાંને ચૂરો થઈ ગયો. મારથી અધમૂઆ ને મૂચ્છિત બનેલા ગાકને મરી ગએલો ધારી તેમણે ગામ બહાર ખાઇમાં ફેંકી દીધો. ત્યાંથી બીજે દહાડે કોઈએ એને ઇસ્પિતાલમાં પહોંચાડે. લાંબી મુદતે તે સાજે તો થયો, પણ મારથી ફેફસાં પર થયેલા નુકસાનને લીધે એને જીવનભરને ક્ષય ચેટ.
રખડપાટ તો ચાલુ જ હતો. ધંધાઓ બદલાયા કરતા હતા. મૅલિયાપાઇન ડેની મિત્રાચારીને લીધે (અને બેકાર હેવાથી પેટ પૂરવા ) ગાતાં આવડતું ન હોવા છતાં તેની સાથે તે કઝાનની નાટકશાળાના ગાયકમંડળમાં નોકરીએ રહ્યો. આ દરમ્યાન વાચન ચાલુજ હતું અને લેખનની પણ થોડી થોડી શરૂઆત થઈ હતી. તેને પરચો પણ તરત મળે. પ્રચલિત ધર્મરૂઢિ સામે કંઇક નીડર લખાણ કરવા માટે ધર્મસતાધીશોએ તેને “ચર્ચમાંથી મુદતી બહિકાર કર્યો. ૧૮૯૭ માં, એ બહિષ્કારની મુદત પૂરી થઇ તેજ દિવસે, ગક ચર્ચમાં જઈને પરણ્યો.
૧૮૯૨ માં ૨૪ વર્ષની ઉંમરે ટિફલિસની રેલવે વર્કશોપમાં મિકેનિક તરીકે તે કામ કરતો હતો તે વેળા તેની પહેલવહેલી ટૂંકી વાર્તા એક સ્થાનિક રોજીંદા પત્રમાં પ્રકટ થઈ મેકિસમ ગાકના તખલ્લુસથી, જે નામેજ આજ આખું જગત એને ઓળખે છે. પણ એને ખરી કીતિ તે અપાવી ત્રણ વર્ષ પછી પ્રકટ થએલી ચેલકાસ” નામની એની વિખ્યાત નવલિકાઓ. ૧૮૯૫ માં સેન્ટ પીટર્સબર્ગના એક અગ્રગણ્ય સામયિકમાં તે આવી ને જગતે એની પ્રતિભા બરોબર પ્રીછી. એ વાર્તાએ એને અપૂર્વ નામના અપાવી અને એનું નામ ટોલસ્ટય જેવા સમર્થ વિચારકની જોડાજોડ મૂકાવા લાગ્યું. બે વર્ષ પછી ૧૮૯૭ માં એનો પહલે વાર્તાસંગ્રહ બહાર પડયો.
હથેડે છેડી એણે હવે કલમ પકડી. પત્રકારિત્વને ધંધે લીધે; નાટક, વાર્તાઓ ને છૂટક લેખો પર ખૂબ હાથ અજમાવ્યો. થોડાજ વખતમાં રશિયાના સીમાડા ભેદી એનું નામ દેશદેશાંતરમાં પહોંચી ગયું; જગતકીતિને કળશ એને શિર ઢળ્યો.
કઝાનની ભઠિયારાની દુકાનની પેલી ક્રાંતિ–મંડળીઓની છાપ દિવસે દિવસે મન પર દઢ થતી જતી હતી; અને રશિયામાં દિનપર દિન વધતી જતી સત્તાધીશો ને ધનિકે તથા જમીનદારે ને ધર્માધિકારીઓની આપખુદીની સામે હવે ખુલ્લી રીતે તે વલણ ધરાવતો થયો હતો. ૧૮૯૯ માં સોશિયલ ડેમોક્રેટ મંડળમાં તે જોડાયો તેની સાથેજ પોલીસને ચેપડે તેનું નામ ચડ્યું; અને જેલની મુલાકાત થવા માંડી ! પણ એથી તે એની નામના વધતીજ ચાલી.
૧૯૦૫ માં ક્રાંતિની ઝુંબેશમાં એણે છડેચોક ભાગ લીધે અને શિશિર રાજમહાલય (વિન્ટર પેલેસ) ઉપર બિશપ હૅપન કામગારે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat