________________
૩૯
મૅક્સિમ કી ७६-मॅक्सिम गॉर्की
રશિયન પ્રજાના પુનર્વિધાન અને રશિયાની રાજકીય ઉત્ક્રાત્તિમાં સાહિત્યકારેને જે તે ફાળે નથી; બકે રશિયાનું આજનું નૂતન રાષ્ટ્રવિધાન ઘણું ખરું ત્યાંના નવા યુગના સાહિત્યકારોની અસરનું પરિણામ છે. એવા અનેક સાહિત્યકારોમાં લીઓ ટોસ્ટેય ને મેકિસમ ગેંકનાં નામ અગ્રણું છે.
ટસ્ટેય ગર્ભશ્રીમંત અમીરનું ફરજંદ હતો. જીવનપલટે કરી, જમીનદારીની બાદશાહી ને માજશેખ છોડી, તેણે સામાન્ય રશિયન ખેડુતનું જીવન સ્વીકારી ગરીબની જોડે અનુસંધાન કર્યું. ક ગરીબ રશિયન આમપ્રજાના એક મામૂલી ગાદીતકિયા મઢનાર કારીગરને છોકરો હતો; ને જગતના સાહિત્યસ્વામીઓની હરોળમાં આજ ઉભેલો છતાં હજી મહત્તાને દંભ એને લેશમાત્ર સ્પર્શ શક્ય નથી.
રશિયાને સામાન્ય પ્રજાવર્ગ જેને પિતાના જીવનનું હૂબહૂ, સત્યને વેધક પ્રતિબિંબ આલેખીને જગત સમક્ષ ધરનાર સમર્થ સાહિત્યકાર તરીકે સન્માને છે તે મેકિસમ ગેંકના નામને અર્થ • કડ મૅકિસમ' એવો થાય છે. પરંતુ એ તો એનું તખલ્લુસ છે. એનું ખરૂં નામ તે અલેકસે મૅક્સિમાવિચ પેઢ્ઢોફ. પણ નીચેનું એનું ટુંકું જીવન બતાવે છે તે પ્રમાણે શરૂઆતની જીંદગી જે હાડમારીઓ અને જહેમતેમાં એણે ગાળી તેની કડવી અસરને લીધે એણે એવું વિચિત્ર તખલ્લુસ પસંદ કર્યું. ( રશિયન ભાષામાં શૈકી એટલે કટુ) અને તેથીજ એનાં શરૂઆતનાં લખાણોમાં જીવન પ્રત્યે કડવું વલણ જોવામાં આવે છે.
પાંચ વર્ષના મૅકિસમને નિજની-નૈવગેરોડના ભર્યા ગામમાં અનાથ મૂકીને એને ગરીબ કારીગર બાપ ગુજરી ગયો, ને એ અનાથામાં ઉમેરે કરી માતાએ પુનર્લગ્ન કર્યું; એટલે નાને મૅસિમ માતામહને ત્યાં મોટો થયો. પણ એ ગરીબ રંગરેજને ઘડપણમાં મોટા કુટુંબનું પોષણ કરવાના વાખા પડતા ગયા અને અંતે નવ વર્ષના મેકિસમને જાતે જ પિતાનું ભરણ પોષણ કરી લેવાને વખત આવ્યો. તે પછીનાં પંદર વર્ષ એણે શી રીતે વીતા
વ્યાં તે એનું મન જ જાણે છે. પેટનો ખાડો પૂરવા એને ચીંથરાં વીણવાને, ફળફળાદિની ફેરી કરવાને, ગોદીની મજૂરીને, ભઠિયારાને, મૂર્તિઓ રંગવાને, દેવળના ગવૈયાના મદદનીશને, વકીલની ગુમાસ્તીને–એવા એવા ચિત્રવિચિત્ર ધંધો કરવા પડયા. એ પંદર વર્ષમાં આવી વિવિધ રાજી મેળવવા એ નિજની-નૈવગેરેથી માંડીને ડાન્યૂબ તથા ર્જ્યોર્જિયા કેસસ સુધીને પૂર્વ અને દક્ષિણ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat