________________
૩૪૦
શુભસંગ્રહ-ભાગ ૭ મે હોય છે. તેમની મજૂરીને જાણે હિસાબજ હેય નહિ, અને થોડું લોચે ધાન’ આપવાનો રિવાજ એ વસવાયાં તેમને સારૂ કામધેનું ગાય હોય એવો ઢોંગ કર વીસમી સદીમાં નભે તેમ નથી. વળી લ ધાન’ વસવાયાંના બહોળા કુટુંબને ઓછું મહિનાઓ સુધી ચાલવાનું હતું? થોડા દિવસમાંજ વળી તેમને “એઠું લેવા આવવાની ગરજ તો ખરીને! શું આ દાસ્યવૃત્તિ-ગુલામીની એક જડ પ્રથા ઈચ્છવા ગ્ય છે? વળી એઠું, ઉતરેલું અનાજ ખાઈને તેમની શારીરિક તંદુરસ્તી શી રીતે ટકવાની હતી ? જ્ઞાતિવરાના ભજનની પત્રાળી ઉપર બિરાજેલા ગજાનન સ્વરૂપ પલાંઠીધરના પેટમાં અપાતી આહુતિઓની ગણત્રી કરે, તેમને થતા આગ્રહ-વિવિધ ખેંચતાણલાલાટેકની યાદી તરફ નીધા કરે, અને પછીથી તેની સાથે વસવાયાને ઉંચેથી બટેરામાં ઠલવાતાં જુઓ. માંડવા મુહૂર્તથી ગાળાની શરૂઆત કર્યા પછી માંડ છોડતાં સુધી ગાળેજ ગાળો એ દયાના ઢાળા છે? અથવા તો વસવાયાની આર્થિક સ્થિતિ ઉકેલવાના રસ્તા છે? યા તો તેમની મુશ્કેલીભરી સ્થિતિમાં મદદના રસ્તા છે? અથવા તો તેમના પ્રત્યેને ઉચ્ચ કોમને કૃપાકટાક્ષ છે કે તેમની દયામણી, ચુસાયેલી, દબાયેલી–ચંપાયેલી હાલતને વધારે કરુણું બનાવવાના રસ્તા છે ? તેને ખ્યાલ કદીએ પાષાણું દિલમાં આવ્યો છે? દલપતરામે કહ્યું છે તેમ “રોટલી નાખી ભીખારી ન રાખો” એટલે તેમને સારૂ કાંઈ ધંધારેજગારની વ્યવ
સ્થા કરો. (આ વ્યવસ્થા તમારા જ્ઞાતિવરાનાં નાણાંમાંના હિસ્સામાંથી આબાદ રીતે થઈ શકશે.) તેમને કંઈ જીંદગીભરના નિર્વાહનું સાધન કરી આપે, પરંતુ તેમને “ટુકડો રોટલો” નાખી વળી પાછું “ટુકડો” ફરીથી લેવા આવવાની સ્થિતિમાં ચાલુ નિભાવે રાખવું, એ સેતાનીયત અને હેવાનીયતની પરાકાષ્ઠા છે! એટલે જ્ઞાતિવરા અટકવાથી વસવાયાં ભૂખે મરશે, એ તો દારૂના પીઠાં બંધ થવાથી દારુડીઆઓ ટળવળી મરશે, એવી દયાના જેવી રાક્ષસી દયા (!) થઈ, જેની સમાજને તલભાર પણ જરૂર નથી. વળી આટલાં વર્ષોથી વસવાયાં પ્રત્યેની દયાને ડુંગર ફાટવા છતાંય દિનપ્રતિદિન તેમની સ્થિતિ વધુ ને વધુ બગડતી જાય છે, તે વધુ નહિ તે કેવળ એક અખતરા તરીકે પણ વસવાયાં પ્રત્યેની દયા-જે ખરેખર દયાના રૂપમાં જ હોય–કેઈ સારે રસ્તે દોરી તેમનો જીવનભવ વધુ મોડું થાય તે પહેલાં બગડતાં અટકાવે. આ અટકાવવાનો ઉપાય ઉપર બતાવ્યો છે. એમ છતાં તેમના પ્રત્યે પ્રેમ હોય તો એ પ્રેમ (હડધૂત-છીઃ છીઃ અડશે મા ! અભડાશે !) એવો તો નજ રાખો!
આબરૂ શામાં છે? વળી જ્ઞાતિવરાની તરફેણ કરનારાઓ એક પાંચમી દલીલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com