________________
ભૂતકાળની એક વાત
૩૫૩ બની હતી તેવી કહી સંભળાવી અને ઉમેર્યું કે “મા ! મને એ વખતે તો એમ થયું કે ૧૧ વર્ષ સુધી પાળીષીને મેટો કર્યો પરંતુ ૧૧ વર્ષ સુધી કાકાએ યથેચ્છ રાજ્ય કર્યાને લીધે મને રાજ્ય સેવાની એની ઇચ્છા નહિ હોય તેથી એકલો જંગલમાં આ રીતે લઈ જઈને જાણે મને મારી નાખવાનો ઈરાદો હોય એવું મને લાગ્યું હતું. હું પાછો કેમ આવવા પામ્યો તે હું જાણી શકતા નથી.” એમ કહેતાં બાળક, બાળકની માફક રડી પડ્યો. માએ માથે હાથ ફેરવી શાંતિ આપી અને સ્નેહથી માથું સૂયું.
મજબૂત પાળથી બંધાયેલું તળાવ હેય અને ધાર્યા કરતાં વિશેષ વરસાદ આવે અને તે છલછલ ભરાઈ જાય ત્યારે કોઈ વખત એ ભય ઉત્પન્ન થાય છે કે પાળ ફાટશે અને નીચેનાં ગામોને નુકસાન કરશે. એવે સમયે તળાવની એકાદ પાળ તોડીને પાણુના પ્રવાહને રસ્તો આપવામાં આવે છે, ત્યારે ગામમાં શાંતિ થાય છે. એ જ પ્રમાણે જ્યારે અતિશય શોક કે દિલગીરીથી હૃદય ફાટી જાય એવું દુઃખ થાય છે, ત્યારે કોઈ સ્નેહીની ગોદમાં કે પછી એકલા રહીને માણસ પોતાના ચિત્તને સાંત્વન આપે છે. પડતાં એ અશ્રુ, જેમ હદય ફાટવાના ભયને દૂર કરે છે, તેમ આ બાળક મહારાજાએ માના ખોળામાં કર્યું.
રાજ્યાભિષેકને વીસ કલાકથી પણ ઓછા કલાક બાકી રહ્યા હતા. સવારે સાડા આઠ વાગતે મુહૂર્ત હતું. દરબારની સઘળી તૈયારી થઈ રહી હતી. અભિષેક માટે કાવડમાં કાશીથી ગંગાજળ પણ આવી ગયું હતું. આખા મેવાડ અને મારવાડના રાજાએની બેઠકો ગોઠવાઈ ગઈ હતી. એવું કાંઈ બાકી ન હતું કે જે આવા શુભ પ્રસંગ માટે તૈયાર હેય નહિ. બીજા દિવસની સવારે શહેરમાં આનંદ પ્રસરી રહ્યો. સાડાઆઠ વાગે રાજ્યાભિષેક થયો. રાજ્યની સીલ એક પણ શબદ બોલ્યા વગર કાકાએ નરેશ થયેલા ભત્રીજાના હાથમાં ઘણાજ નમન સાથે મૂકી અને પછી જાતે નમીને પગનું ચુંબન લીધું. પાછા ઉભા થતા લોકોએ કાકાની આંખમાં અશ્વની નદીઓ વહેતી દીઠી. એકજ શબ્દ કહ્યો “ભાઈ ! તમારૂં તમને સે પીને આજ હું કૃતાર્થ થયો. સુખેથી ભોગવજે. પ્રજાને નેહથી પાળજે, જેમ મેં તમને આજ સુધી પાળ્યા હતા તેમ.” એટલું બોલતાં ત્યાંજ બેસી જવાયું. નવા રાજાને આશ્ચર્ય થયું. એને થયું કે કાલે હું અનુભવતા હતા તે સાચું કે આજ હું જોઉં છું તે સાચું. અગિયાર વર્ષનું વહાલ આજ રાજ્યાભિષેક વખતે તેમણે ફરીને જોયું, ત્યારે એમને થયું કે કાલને બાર વાગ્યાને અર્ધો કલાક આ બધા જીવનથી સાવ ને કેમ તરી રહેતો હશે ? એ વિચાર થતાં થતાં પણ બાળક
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat