________________
૩૯૬
શુભસંગ્રહ-ભાગ ૭ મે પડાઈ ગઈ. “અત્યારે સિંહાસન પડાવવાનો વખત છે ? તારામાં નર્યો દેશદ્રોહ ભર્યો છે; પાણીપતના મેદાનમાં મરાઠી લશ્કર રેંજ સાફ કરાવ્યું એ સાચું છે કે શું ?”
અને એક ક્ષણ પણુ ગુમાવ્યા વિના પિતાનાં પંદરસો માણસો સાથે માધવરાવ વિઠ્ઠલ સુંદરના અફઘાન લશ્કર તરફ ધસ્યા. વિઠ્ઠલ સુંદર ગળીથી વિંધાઈ ગયો અને રઘુનાથરાવ ઘેરામાંથી છુટ થઈ ગયે.
રઘુનાથરાવે પિતાના ભત્રીજાની બહાદૂરી જોઈ લીધી અને આજન્મ સરદાર તરીકેની તેની હેશિયારીથી ખુશખુશ થઈ ગયે. રાજ્યકારભારની ઘણુંખરી સત્તા તેણે માધવરાવના હાથમાં સોંપી અને પિતે નામને રાજ્યરક્ષક થઈ રહ્યો.
આજથી આશરે ઓગણીસસો વર્ષ પૂર્વે મહારાજા કનિષ્ક મગધ ઉપર સવારી કરી ત્યારે એક જુવાન માણસ તેની સાથે હતા. આ જુવાનમાં અદ્દભુત શક્તિ હતી, તે મુડદામાં પ્રાણ ફૂંકી શકતો. ગાંધારમાં જ્યારે રોગચાળો ફાટી નીકળ્યો ને કનિષ્ક ઘડી બે ઘડી આવશે એમ લાગ્યું ત્યારે આ જુવાને તેની જીવનદેરી લંબાવી દીધી હતી.
જેવી નિષ્કલંક એની વિદ્યા હતી, તેવું જ નિષ્કલંક એનું યૌવન હતું. રાજાની બહેન કમલાવતીને એના પર અત્યંત પ્રેમ હતો. એની આંખમાં જીવનને સંપૂર્ણ રીતે જાણવાને ન હતો. પણ આ જુવાનનું હૃદય રાત ને દિવસ શંકાથી વિંધાઈ રહ્યું હતું. તથાગતના શબ્દો એના કાનમાં આઠે પહોર અથડાયા કરતા. જીવન ક્ષણિક હોય તો પછી વૈભવ–ભેગ-શકિત એ બધાને ઉપગ છે? પછી તો રાત્રિદિવસ અહંતપદ મેળવવા મથવું એજ સર્વશ્રેષ્ઠ મનુબ્દધર્મ નથી ?પછી આ વિદ્યા, જ્ઞાન, બધાંનું કામ શું ? સંતોષ પરમધન હોય તો પછી જીવનમાં મહત્ત્વાકાંક્ષા શા માટે જોઈએ?
એ જુવાનને કયાંય ચેન પડે નહિ. એનામાં શક્તિ અપરિ. મિત; એનામાં કલ્પના તેજસ્વી; એનામાં ઝીણવટ વિજ્ઞાનતાને શોભે તેવી. ઉપનિષદ એને મેં એ. એરિસ્ટોટલ ને સેક્રેટિસના વિચારે પણ જાણે. કનિષ્કના દરબારમાં માત્ર એ એકજ જુવાન સઘળા વૈભવોથી ઢંકાયેલો છતાં ઉદાસી ને એકલો રહેતો.
મહારાજા કનિષ્કની મગધની સવારી વખતે તે સાથે ગયો. એને હેતુ હતો તે વખતના વિદ્વાન આચાર્ય અશ્વઘોષને મળવાને. પિતાની શંકા તેની પાસે ઠાલવીને એને જીવનનો મર્મ શોધવાનીપિતાને જીવનમાર્ગ જાણવાની ધગશ હતી.
આચાર્ય અશ્વઘોષને તે મળ્યો.. મગધરાજ તે હવે કનિષ્કનો ખડિ ને મિત્ર બની ગયા હતા. એક દિવસ નિઝ, મગધરાજ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com