________________
૩૯૪
શુભસંગ્રહ-ભાગ ૭ મે ક્ષેત્ર મેં રવીન્દ્રનાથ ટાગૌર, મૌહિમ્મદ ઇકબાલ ઔર બંકિમ ચટઈ જૈસે મૌજૂદ હૈ. વિજ્ઞાન મેં સર બોસ, સર રમન ઔર સર રે કે સામને સમસ્ત સંસાર નીચા દેખતા હૈ ઔર મ. ગાંધી કી સહનશીલતા કા સંસારભર મેં બચા-બચા સંમાન કરતા હૈ. કયા ઉન પર તુમ્હારા હદય દેશભક્તિ સે નહીં ઉમડ પડતા ઔર છોટે છોટે ભેદ-ભાવપને કો એકદમ ભુલા દેને મેં કુછ સહાયતા નહીં પહુંચાતી ?••••.”
મગર કોઈ અમાનુલ્લાખાં, મુસ્તફા કમાલ પાશા, માનનીય જગલૂલ પાશા, યા રિજા ખાં પહલવી કે પાસ યા કિસી ભી ઉચ્ચહદય મુસલમાન કે પાસ જાય તો વહ નિસંદેહ યહી કહેગાકિ દેશસેવા કે લિયે હિન્દુ મુસલમાનોં એક હો જાઓ ! ''
ક્યા મુસલાન ભાઈયો ને ઇન શબ્દ કા સચ્ચે હૃદય સે સ્વાગત કિયા હૈ ?
( નવેમ્બર-૧૯૨૯ના “સાર્વદેશિક”માંથી)
७४-इतिहासदर्शन
[ લેખક:-શ્રી. ધૂમકેતુ ] રાજ્યરક્ષકનું પદ ખોયું ને માધવરાવ પેશ્વાના હાથમાં સત્તા ઍપવી પડી તેથી રિસાઇને રઘુનાથરાવ પેશ્વા નિઝામઅલી નિઝામને આશ્રયે ગયો. ત્યાં તેણે સંધિ કરી તે પ્રમાણે વાર્ષિક ૫૧ લાખ રૂપિયા અને ચાર કિલ્લા નિઝામને આપવા તેમ ઠર્યું. રઘુનાથરાવનું લશ્કર નિઝામની મદદ લઈને મરાઠા ઉપર આવ્યું. થઈ શકે તેટલું લશ્કર ભેગું કરી માધવરાવ પેશ્વા તેની સામે ગયો. પાંચ દિવસ લડાઈ ચાલી. બંને પક્ષમાંથી કોઈની હારજિત ન થઈ. માધવરાવે વિચાર કર્યો કે, આ લડાઇમાં હારવાથી મરાઠી રાજ્યની પાયમાલી છે ને જીતવાથી પણ પાયમાલી જ છે. રઘુનાથરાવના પક્ષનું મરાઠી લશ્કર નાશ પામશે તેપણ મરાઠા તે નબળાજ પડશે; એટલે તેણે લડાઇનો અંત આણવા નવી યુક્તિ અજમાવી. તે હિંમતભેર એકલો કાકાની પાસે ગયો ને ત્યાં જઈને કહ્યું – કાકા તે મને કેદ કરે, તમે સત્તાધીશ બને, પણ આ આપણું જાતિનું જ નિકંદન કરનાર યુદ્ધ પૂરું કરો.”
રધુનાથરાવ આ હિંમતથી અંજાઈ ગયો. તેણે રાજી થઈ સત્તાને સ્વીકાર કર્યો ને નિઝામને પક્ષ છોડી દીધે. માધવરાવ પ્રત્યે તેણે સંપૂર્ણ માનભરી વર્તણુક રાખી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com