________________
ઈતિહાસદર્શન
૩૫ પરંતુ આટલું છતાં આ ભયંકર કુસંપને અંત આવ્યો નહિ. મહારાષ્ટ્રના સાડાત્રણ ડાહ્યા પુરૂષો-(સખારામ બાબુ, દિવાજી પંત, વિઠ્ઠલ સુંદર રાજે પ્રતાપવંત અને અરધો ડાહ્યી તે નાના ફહ્નવિસ. પરંતુ અધેિ ડાહ્યો ગણાતો નાના બધાના કરતાં બુદ્ધિબળમાં ચો)–માં ગણતો વિઠ્ઠલ સુંદર રાજે તે વખતે નિઝામને દિવાન હતો. હવે તેણે, જે મરાઠા સરદારે રધુનાથરાવ ફરી સત્તા પર આવવાથી નાખુશ થયા હતા, તેમને પોતાના પક્ષમાં આવવા આમંત્રણ કર્યું, અને હરિપંત ફડકે તથા નાના ફવિસ સિવાય ઘણાખરા ગયા પણ ખરા.
અંદરઅંદર વધારે કુસંપ થાય માટે નિઝામે એમ પણ જાહેર કર્યું કે, નાગપુરના જાને ભોંસલેને ગાદી આપવી છે અને બ્રાહ્મશેની સત્તા નિર્મૂળ કરવી છે. રઘુનાથરાવે હૈદ્રાબાદ પર ચડાઈ કરી અને નિઝામે પૂના ઉપર સવારી કરી. અંતે સખારામ બાપુની દૂરદેશીથી જાનેછ ભોંસલેને શત્રુપક્ષમાંથી છૂટા પાડવામાં આવ્યું. નિઝામે પૂના તે લૂટયું. તેણે ઔરંગાબાદમાં ચોમાસું ગાળી પછી લડાઈ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. ગોદાવરીના કિનારા પર આવેલા “રાક્ષસ ભુવને” તે પહોંચ્યો અને તેનું અરધું લશ્કર હજી ગોદાવરી ઓળંગી જઇ, અરધું બાકી રહ્યું ત્યારે સારામ બાપુએ જાજી સાથે ચલાવેલા સંદેશાનું પરિણામ આવ્યું. જછ ભોંસલે તે વખતે વિઠ્ઠલ સુંદરથી છૂટા પડે અને આ તકનો લાભ લઈ રઘુનાથરાવ, વિઠ્ઠલ સુંદરની સરદારી નીચેના અફઘાન લશ્કર પર તૂટી પડ્યો.
બીજુ પાણપત થશે કે શું?” એ ચિંતાથી માધવરાવ પેશ્વા વ્યાકુળ બની ગયે. મરાઠા લશ્કરના છેક પાછલા ભાગમાં, નામધારી સરદાર તરીકે, પરંતુ ખરી રીતે તો રાજદ્વારી કેદી જેવીજ સ્થિતિમાં, માત્ર પંદરસો માણસો સાથે તે ઉભે છે. રઘુનાથરાવને હાથી અફઘાન સિપાઈએથી ઘેરાઈ ગયો છે. બીજી જ પળ મરાઠા રાજ્યનું સર્વસ્વ નાશ કરનારી નીવડશે એવી ભયંકર સ્થિતિ બની રહી છે. એ જ વખતે મહારાવ હોલ્કર માધવરાવ પાસે આવી પહોંચ્યો. હેકરનું લશ્કર નાસભાગમાં પડયું હતું અને તે પણ નાસભાગમાંજ માધવરાવ પેશ્વા પાસે થઈને નીકળ્યો હતો. માધવરાવે તેને રોક્યો ને આ ભયંકર સ્થિતિને પહોંચી વળવા, અનુભવી સરદારતરીકે તેની સલાહ માગી. “પૂના તરફ ચાલે, ત્યાં સિંહાસનારૂઢ થઈ જાઓ પછી જોઈ લેવાશે મલ્હારરાવે કહ્યું.
જુવાન માધવરાવના અંતઃકરણમાં સ્વદેશપ્રેમની જે આગ બળી રહી હતી તે ભભૂકી ઉઠીઃ “શું?' તેનાથી ભયંકર બૂમ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat