________________
A
vvvvvvvvvvvvvvvvvvvvvvvvv
૩૫૪
શુભસંગ્રહ-ભાગ ૭ મે ઉપર, અનુભવનું અજ્ઞાન અને નવા અધિકારને મેહ એને એમ કહી રહ્યો કે “ ના ના, એ માફ થઈ શકે એવું નથી. ” એ વિચાર આવતાં જ નેત્રમાં સહેજ ફેરફારની સાથે, હમેશની ટેવ પડી ગયાને લીધે નરમાશથી તે ખરૂં પણ સહેજ કડકાશથી ગાદીનશીન નરેશે કહ્યું –“ મને કાંઈ ખુલાસો કરશે ? કાલના પ્રસંગને કાંઈ ખુલાસો થશે ? તે અસહ્ય વાત હતી. હું સમજી શકતું નથી કે કાલે તમે એજ કાકા હતા કે જેણે મારા પિતા કરતાં પણ વિશેષ અગીઆર વર્ષ સુધી મને પાળ્યો અને પિળે ?” એ નેત્રની કડકાશમાં પણ કાકાને વિશ્વાસનો આનંદ આવ્યો. એને થઈ ગયું કે એને શ્રમ સફળ છે. કાકાએ ઘણુજ વિનીતભાવે (કેમકે આજ તે ભત્રીજો નહિ પણ ધણું હતો ) કહ્યું કે “મહારાજ ! આપ ન સમજી શકે એવું હું માનતો નથી; છતાં ખુલાસો કરવાની રજા લઉં છું કે, આખી ઉંમર મેં ફૂલની માફક આપને રાખ્યા હોવાથી ગરીબ માણસોની સ્થિતિનું આપને ભાન થાય નહિ, તો રાજ્ય હાથમાં આવ્યા પછી રૈયત તરફની વતણુંક શી હોવી જોઈએ તે સમજાય નહિ. આપને પાળવામાં જેમ મેં મહેનત કરી છે, તેમ આપને ભણાવવામાં પણ તનતોડ મહેનત કરી છે. કેાઈ પાઠ એ રહી ગયો નથી કે આપને ભણાવવામાં નહિ આવ્યો હોય. મને લાગ્યું કે, એક પાઠની ઉણપ છે, અને તે પાઠ મારે આપને કાલે ભણાવવો હતો તે ભણાવ્યો. ”
માણસના પિતાના ઉપર જ્યાં સુધી દુઃખ પડતું નથી ત્યાં સુધી બીજાનાં દુઃખનું મનુષ્યને ભાન થતું નથી. જે નરેશને ગરીબ લોકોના ઉપર પડતી હાડમારી પડી હોતી નથી, તેઓને લોકોનાં ખરાં દુઃખને ખ્યાલ પણ આવતો નથી. ઘણું રાજ્યોમાં લોકોની પીઠ ઉપર ચાબુકના માર પડતા મેં જોયા છે તે વખતે મને થયું કે, તે વાગનારને કેવું દુઃખ થાય છે તેનું ભાન ન થવાનું મારનારને એજ કારણ હોવું જોઈએ કે તે મારા પિતાને નથી પડતો.”
“આપની રૈયતના સુખ માટે, આપના રાજ્યના સ્થાયીપણા માટે કોઈ પણ પાઠ ભણ્યા વગર ન રહી જાય માટે તમને ઘણું દુઃખ થયું હશે છતાં અને મારું તો મેં જે કાલે કર્યું તે માટે હદય ચીરાઈ જતું હતું; છતાં આ છેલ્લો પાઠ આપને જણાવી દઉં તે મારા અવસાન પછી પણ મારી હયાતીમાં જેવા સુરક્ષિત છે તેવા આપની પ્રજામાં રહી શકે તેટલા માટે તે સાહસ મેં કર્યું.” હાથ જોડીને ખુલાસો કરતાં કરતાં તેનાં નેત્રમાંથી આંસુ ઢળતાં હતાં. બાળરાજા નરેશ થયા હતા, પણ એવા ઉછેરમાં ઉછર્યો હતા કે કાકાના આ શબ્દો, કાકાનાં અશ્રુ, અને કાકાનું વિનીતપણું જોઈને સિંહાસન ઉપરથી ઉભા થઈ ગયા. બે હાથે કાકાને ઉભા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat