________________
આ તે જ્ઞાતિવરા કે આબરૂના કાંકરા? ૩૪૩ અને “જમવું' ત્રણે વાતનો પૂર્વાપર સંબંધ ઠીક જોડી દીધે જણાય છે ! મરનારની ઠાઠડી ઉંચકનારે જમવાની લાલચેજ એ પુણ્યકૃત્ય કરે છે, એમ માનવું તે બિલકુલ નીચ અને આર્ય માતાની કુખને લજાવવા જેવું છે. મરનાર પ્રત્યેની સદ્દવૃત્તિ અને મરનાર પ્રત્યેની ઉચ્ચ માનની લાગણી અથવા તો અંગત પ્રેમ-સ્નેહસંબંધ સિવાય કાઈ ઠાઠડી ઉંચકવા આવતું જ નથી. ઠાઠડી ઉંચકવા આવનાર ઉપર જાણે અજાણે પણ “જમવાની લાલચનું દષારોપણ કરવું એ હડહડતી હરામ વિદ્યા સિવાય બીજું કાંઈજ નથી. વળી આપ મૂઆ પીછે ડૂબ ગઈ દુનિયા” “મરનારને કંઈ ઉંચકનારને સંતાપ છે ?” આ કહેવત શું સૂચવે છે ? આમ છતાં ઠાઠડી ઉંચકનારને ખવરાવવું જ હોય તો ઘરને ખૂણે સાદુ ભોજન ખવરા; પણ તેને સારૂ પ્રદર્શન શાં? ઘીની છાલકે શી? એ તે મરણને શોક છે કે મરણ પાછળને શૈખ છે? દિલગીરીની લાગણી છે કે માતાની ઉજાણી છે ? આજનાં પ્રેતભોજન-મરણભોજન તે મૂએલા મડદા ઉપર બેસીને સ્મશાનમાં લાડુ ખાવા જેટલી અધમતા સૂચવે છે. આમાં નથી જમાડનારની શોભા, નથી જમનારની શોભા. અને ઘરધણુને ખોટા મોભા ખાતર પૈસે ટકે ખુવાર થઈ નાહકની એભામણ છે. આ સંબંધમાં લોકમાન્ય તિલક જી વિષે સુંદર વાત છે. ન્યુ ઇગ્લિશ સ્કૂલ શરૂ થઈ ત્યારે લોકમાન્ય ત્રિીસ રૂપિયા પગાર લેતા. એક સાથીએ કહ્યું “મરી જઈએ ત્યારે પ્રેતદહન કરવા જેટલા પૈસા પણ આપણે ન બચાવી શકીએ?” લોકમાન્ય જવાબ આપે તેની પંચાત આપણું કરતાં સમાજને વધારે હેવી જોઈએ. માન આપવા નહિ તે ગંદકી અટકાવવા ખાતર પણ તેઓ આપણું મડદું
કી બાળશે જ ! આપણા મરી ગયા પછી “મડદું રઝળશે ! કોણ ઉંચકશે? એવી ચિંતા રાખનારાઓને લોકમાન્યને સચોટ માર્મિક જવાબ બસ છે. વળી આત્માને અમર માનનારી હિંદુ પ્રજા, આત્માના મોક્ષની વધારે ચિંતા કરે કે આત્માવિહીન શરીરની વધારે ચિંતા કરે ?
બચતમાં શન્ય “o” આજે કુટુંબમાં એક પુરુષ, એક સ્ત્રી અને એક બે સંતાન હોય. પુરુષને સામાન્ય માસિક રૂા. ૩૦ મળતા હોય (જે કે હિંદુસ્તાનના પ્રત્યેક માણસની સરાસરી આવક વાર્ષિક રૂા. ૨૭ જેટલી થવા જાય છે, ત્યાં આવી ગણત્રી કરવાને આપણને હકકજ નથી, છતાં દલીલ ખાતર લખ્યું છે.) ત્યાં તેનું માંડ માંડ પૂરું થાય છે. ઓછામાં ઓછું એક વ્યક્તિ સરાસરી રેજ ના શેર અનાજ ખાય તો ચાર વ્યકિતવાળા કુટુંબને એક માસે ઓછામાં ઓછું જા મણ થાય. એટલે ઘઉં, બાજરી, ચેખાની સરાસરી ૧ મણની કિંમત
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat