________________
શુભસંગ્રહ-ભાગ ૭ મા ૯૬-૦-૦ વ્યાજના થવા જાય. એટલે મુડી આપવાની વાત તે બાજુએ રહી, પણ વ્યાજ ચૂકવવા પૂરતા પણ એક માણસને ફરજીઆત રૂ. ૮-૦-૦ આઠ બચત માસિક કરવી પડે. આ બચતને સારૂ તેને અનીતિનો રસ્તો લેવોજ પડવાને, એ વાત દીવા જેવી ચેખી છે. પાટીદાર સિવાય બીજી કેમમાં કોઈ મોટી જમીનવાળા આસામી એ નથી; એટલે આડકતરી આવકના અભાવે ખર્ચની સેર પૂરાવી મુશ્કેલ પડે છે. શિક્ષકનો ધંધે કરતા હોય તે બે ચાર ટયૂશન–છોકરાં ભણાવવાનાં રાખે. બે ચાર વિદ્યાર્થીએને તે બિચારો શું ભણાવી શકવાને હતો? એટલે બાર માસે પરીક્ષા વખતે પ્રશ્નપત્રો આવે તે પિતાના વિદ્યાર્થીઓને સવાલના જવાબ લખાવવા સારૂ “કોપી કરાવે–ચેરી કરાવે-માર્ક સુધરા' વગેરે અનીતિમૂલક રસ્તાઓ લેતાં જરાએ ન ખચકાય. તલાટી હોય તો મેં બદલા વખતે, ગણવતપટા સમયે અથવા જમીન માપણીના બાણ વખતે કંઈક પડાવવાની દાનત રાખે અને અનીતિ આદરે! પોલિસ હોય તો અનેક લાંચના કિસ્સા ઉભા કરે ! રેલવે નોકરોની લાંચને ઇતિહાસ તે બરાં મશહુર છે. આમ પ્રત્યેક પિતતાના ધંધાને અનુસરતી લાગુચીએમાં પારંગત થઈ ગરીબનાં અથવા જરૂરિયાતવાળાએના ગજવા ઉપર કાતર ચલાવવાની યુક્તિ પ્રયુક્તિઓ રચે. “દયા ધર્મનું મૂળ છે એ બધું પિથીમાંનાં રિંગણ જેવું થયું. ઘરનાં છોકરાં ટળવળે, અન્નપાણીનાં દાંતીયાં થાય, હાડકાની હારમાળા થાય, ઘરની હરરાજી બેલાય યા તે બાયડીની જણસે ગીરે મૂકાય અથવા તે નાણાંના અભાવે કુમળાં છોકરાંઓને ભણતરમાં ભમરડો ફેરવવાની સ્થિતિમાં રાખી, જ્ઞાતિવરે થાય, જ્ઞાતિ જનનાં કાળજાં ઠંડાં થાય. કહો આ દયા છે ? ધર્મ છે? સ્વર્ગનું નાકું છે કે અધર્મ અને પાપ છે ? વળી કન્યાવિક્રયની તૈયારી કરે, સીધી રીતે ન થાય તે આડકતરી રીતે માંડવાનું ખર્ચ” વરપક્ષને માથે નાખે; આમ કન્યાવિક્રયનો બાપ થાય! કહે આ તે કહાવા કે સળગતા હાળા ! સૌને કંકુને વહાલ છે, કોને મેંશને ચાંલ્લે રૂચે છે ? સૌને જશ જોઈએ છે, અપજશ કોને ગમે છે ? સૌને મોટાભા થવું છે. નાનામાં ખપવાનું કેને મન છે? સૌને પિતાનાં છોકરાં ઘડીઆમાંથી ઝડપાય” એવો એરિયા–ઉમળકા-ઉલ્લાસ છે. કેને (જૂના વિચારવાળાઓને) આથી વિરુદ્ધ આચાર ગમે છે ? સૌને જ્ઞાતિના પટેલ થઈ ઘરાં કાપવાં, નેતરાં કાપવાં, ગરીબને હેરાન કરવાનું ગમે છે. કેને ક્ષમા કરવી, દરગુજર કરવી, ભૂલને ભૂલી જઈ ગરીબની આંતરડી ઠારવાને અમીછાંટે નાખવાનું સૂઝે છે? એટલે આ બધાને સાર એ છે કે, પિતાની કહેવાતી આબરૂને લહાવો લેવા ખાતર અને આંગણે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat