________________
આ તે જ્ઞાતિવરા કે આબરૂના કાંકરા? ૩૪૭ આવેલો વ્યવહાર ચૂકવવા ખાતર કંજુસાઈ, કરજ, નીતિવિરુદ્ધ કરપીણુ કામ કરવાની કુટેવ તેને મન સહજ થઈ જાય છે. એવો સ્વભાવજ ઘડાઈ જાય છે. અને ચોરની મા કેડીમાં પેસીને રડે યા તો એક નાકકટ્ટ બધાને બુચિયા બનાવે તેમ જ્ઞાતિસંસ્થામાં એક વ્યક્તિ ઘરબાર ઘરાણે મૂકી ખલાસ થઈ, તેવી જ બીજી વ્યક્તિઓ થાય તેની નિરંતર તજવીજમાંજ રહે છે. કોઈ કોઈની ચઢતી સહન જ નથી કરતું. સૌ બીજે પોતાનાથી વધી ન જાય તેનું નિરંતર રટણ કરે છે. પરિણામે સામાના અણું જેટલા છિદ્રને, ઉણપને મેટું ટોપલા જેવું રૂપ આપીને ચાડીયુગલી-નિંદામેણા-ટાણામાં બિચારાને કચરી નાખે છે, અને તેની સામે એક એવું પ્રચંડ દુ:ખદ વાતાવરણ ઉત્પન્ન કરે છે કે પૈસેટકે ખુવાર થયેલો ગરીબ માણસ ઘરબાર વેચીને વર કરવો કે તીર્થ કરવું એ સ્થિતિએ પહોંચ્યા પછીયે તેને આત્મઘાત સિવાય બીજે મેલનો માર્ગ જણાતોજ નથી. અથવા જેમ તેમ જીવનને આવરદા પૂરો કરવા સિવાય દિશા દેખાતી જ નથી. પિતાની ભૂલો જેતા થઈ જવાની ટેવ જરાએ બંધાતી નથી. જીવનના આનંદનો નાશ થાય છે, શાંતિનો ભંગ થાય છે, સુખને અંત આવે છે, ઉંઘ વેચીને ઉજાગરે લેવાનો વારો આવે છે. શિવ ! શિવ ! છતી આંખે પાટા બાંધી દીવો લઈ જ્ઞાતિવરાને નામે ખર્ચ કરી કરજના કૂવામાં ઉતરી સ્વર્ગમય સંસારને શૂળીમય ન બનાવે. સદેહે સળગતી ચિતામાં પગ મૂકતાં બચે ! અને રાક્ષસી જ્ઞાતિવરા બંધ કરી આત્માનું કલ્યાણ કરે!
સીમંત ઇત્યાદિના વરાવિષે ગાંધીજી
જંબુસરથી શ્રી. મણિલાલ છત્રપતિ લખે છે કે તેમના કુટુંબમાં સીમંતને પ્રસંગ આવવાથી એમણે છેવટે ન્યાતવો નહિ કરવાની હિંમત કરી છે. આને સારૂ હું તેમને ધન્યવાદ આપું છું. મહાસભાનું કામ કરનાર સેવકેમાં આટલી હિંમત એ નવાઈની વાત ગણાવી જ નહિ જોઈએ. એવી હિંમત આવવાને સારૂ એકજ વસ્તુની જરૂર હોય છે, એટલે કે ન્યાતબહાર થવાને વિષે નીડરતા. ન્યાત બહાર થવું એટલે તેના જમણ ઈત્યાદિમાં ન જવાય ને છોકરા છોકરીની લેવડદેવડ તે ન્યાતમાં ન થાય. જમણોને જ જ્યાં બહિષ્કાર કરે છે ત્યાં જમણમાં નોતરૂં ન મળે એ તે “ભલું થયું ભાંગી જજાળ.” અને દીકરા દીકરીની સગાઈ તે ન્યાતમાં ન થાય એટલે સહેજે ન્યાતના વાડા ભાંગી શકાય. જે દેશનો ઉદય થવાને હોય તો તે વાડા તે ભાંગવાનાજ છે. એટલે શ્રી. મણિલાલ છત્રપતિ જેવા સુધારાએ કશી વસ્તુને ડર રાખવાનું કારણ નથી. આ જમણવાર સભ્યને જંગલી બનાવે છે, ગરીબને કચરે છે, દેશને કલંક પહોંચાડે છે. પૈસેટકે સુખી લેકે પણ જમણઘેલા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat