________________
૩૪૮
શુભસંગ્રહ-ભાગ ૭ મો થાય એ આપણને મુદ્દલ ન શોભે એવી વસ્તુ છે. એટલે શ્રી. મણિલાલ છત્રપતિ જેવા સુધારકે જેમ જેમ વધતા જશે, તેમ તેમ કુરિવાજ મેળ પડતો જશે. આવા વરાથી બચતાં નાણાંને કંઇક ભાગ સુધારકાએ જાહેર કામમાં ને ન્યાતના વાડામાં રહેવા માગતા હોય તેમની સાત્વિક સેવામાં વાપરવો ઘટે છે. જ્યાં મહાજન અજ્ઞાનવશ વર્તે છે, ત્યાં તે પિતાનું મહાપદ છોડી દે છે ને માનને પાત્ર નથી રહેતું. તેથી ન્યાતના સુધારાને સારૂ યોજેલું દ્રવ્ય પણ સીધી રીતે વપરાય તેની ચોકસી દાન કરનારે કરવી ઘટે છે” (ગાંધીજી)
જાપાનમાં જ્ઞાતિવરા નથી ! ! ઘરમાં મરચું ને રોટલે ખાઈને જમણમાં ઉપર ઘીની ધાર કરવી અને બે પિટ કરીને બીજે દિવસે પૂછડું છૂટી જાય ત્યાં સુધી ખાવું, આ ટેવ શરીર સુધારવામાં આરોગ્યની નજરે પણ આડે આવે છે. ન્યાતવરામાં દેવું કર્યું હોય તે ચૂકવવાની ફિકરમાં અને વળી ઘરમાં ચાર વખત “ચાહજ’ પીવાનો. પછી શરીરમાં જુસ્સો કંઈ મંતર માર્યો આવે નહિ. બારમાં અને સીમંતની નાતો ઘણી જ્ઞાતિમાંથી નીકળી ગઈ છે, અને હવે બીજી જ્ઞાતિઓ પણ સમજાવવાથી નહિ પણ માર ખાઈને તેનું અનુકરણ કરતી જશે, એ એકકસ છે.
અહીં (જાપાન દેશમાં) નાતવરાનું તોફાન નથી. શરીરે સુખી રહેવું એને પોતાનું પ્રથમ કર્તવ્ય સમજે છે. ( જાપાન દેશની વસ્તુસ્થિતિ નજરે જોયા બાદ આપણું વાતાવરણ સંબંધી શ્રી. ફૂલશંકર નાથાભાઈ (વસે) કેબે(જાપાન)થી તા. ૪-૧૨-૨૬ ના પત્રમાં લખે છે. )
(મહમદવાડી યુવક મંડળ-વડોદરાની પત્રિકામાંથી)
६३-वचनामृत
જ
“જ્ઞાતિની મહત્તા વિશેનાં શાસ્ત્રવચનો ટાંકયે કે સુધારાવાળાએને ગાળો દીધે જ્ઞાતિ ટકવાની નથી.”
X
“જબરદસ્તીનું તત્વ કાઢી નાખી જે આપણે સહકારનું તત્ત્વ કેળવીએ તોજ જ્ઞાતિને પુનરુદ્ધાર થાય.”
પણ હું જોઉં છું કે, ન્યાતો સામે લેકીને જેટલો અસંતોષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com