________________
આ તે જ્ઞાતિવરા કે આબરૂના કાંકરા? ૩૪૫ બાર આના બાકી રહ્યા. આ બાર આનામાં ઘરવખરા સારૂ વાસણકુસણ, રાચરચીલું, ગોદડાં, પાથરણું, સાધારણ ફર્નિચર, સાવરણી, કાંસકી, ઘરભાડું હોય તો તે વગેરેનો સમાવેશ કરીએ તે ભાગ્યેજ તેમાં પૂરેપૂરું થઈ રહે! એટલે રૂા. નો મેળ બેસી ગયો, અને “મીયાં નૂરાં અને લેખાં પૂરાં” તેમ માસ આખરે કશુંજ બાકી ન રહે છે વળી આ ઉપરાંત ગૃહસ્થાશ્રમને તે ઉચ્ચ કેટીનો આશ્રમ ગણ્યો છે; કારણ કે તેનાથી અતિથિ, મહેમાને, સંન્યાસી વગેરે વર્ગનું પષણ થાય છે. તો આપણે ત્યાં મહેમાન આવે તો એછું કંઈ બારણે તાળું દેવા જવાનું હતું ! અથવા બારણાની સાંકળ ચઢાવવાની હતી ! વળી ઘરડાં માબાપ હોય તો તેમને કંઇ ઓછો ગોળીબાર થવાનું હતું ? ! એટલે આ ઉપરથી એટલું તો ચેકસ સાબીત થાય છે કે, માણસની પાસે બચતની વાત આ મેંધવારીના ખર્ચાળ જમાનામાં શી રીતે કરવી ? કળિયુગમાં અકસમાત તે સહેજ થઈ પડયા છે, તે તે વખતે તેણે કેને આધાર રાખવો ?
જ્ઞાતિવરા “અનીતિનું મૂળ !' હવે આપણે એક બીજી સાધારણ ગણત્રી કરીએ! બચત રહેતી નથી, સીલક વધતી નથી, તળિયાં સાફ છે. પરાણે પેટ પૂરાય છે. નાડીઓમાં લેહીના ધબકારા ચાલુ રાખતાં રાખતાં કંઠે પ્રાણુ આવે છે. આંકેશિયાં ઉંચાં થાય છે, લોહીને પરસેવો થાય છે. એટલે પછી બીજા સાંસારિક વ્યવહારને સારૂ ખર્ચ કરવાને નાણાં ક્યાંથી લાવવાં? કોઈને ત્યાં ચોરી કરવી? શું કેઈનું ઘર ફાડવું? શું કોઈ સગાને ત્યાં તફડંચી કરવી ? અથવા જે આપણામાં વિશ્વાસ મૂકે તેને ઘેરજ ગાદો ઘાલી, હરામ દાનત કરી, વિશ્વાસઘાત કરાશે ગમે તેમ પણ સંસ્કૃતમાં એક ઠેકાણે લખ્યું છે તેમ કુમુક્ષિત
જતિ પાપા ભૂપે કયું પાપ નથી કરતો? અર્થાત જ્યારે માણસની પાસેનાં સાધને પૂરાં થાય છે, ત્યારે પેટને ખાડા પૂરવા ખાતર ગમે તે પાપ કરતાં પાછું વાળી જેતેજ નથી. એક માણસના જીવનવ્યવહારમાં ઓછામાં ઓછા ચાર જ્ઞાતિવરા આવે (૧) પોતાની માનું બારમું તેરમું-મરણક્રિયા, (૨) પિતાના બાપનું બારમું તેરમુંઉત્તરક્રિયા, (૩) પોતાની સ્ત્રીનું સીમંત અને (૪) પિતાને ત્યાંના ફરજંદ(પુત્ર કે પુત્રી)નું લગ્ન. (આમાં બ્રાહ્મણ કોમને જોઇને એક વરો વધારે થાય છે. જે ઈતર કેમેમાં ન હોવાથી ગણત્રીમાં લીધે નથી.) આ ચાર વરામાં સરાસરી રૂ. ૪૦૦ ખર્ચ ગણુએ તો એક વ્યક્તિની પાસે ઓછામાં ઓછા રૂ. ૧૬૦૦ તો બચત હોવી જ જોઈએ. હવે આપણે પ્રથમની ગણત્રીમાં જોયું કે, બચત તો રહેવાનાં ફાંફાં છે, તેથી રૂ. ૧૬૦૦ ને વ્યાજે કાઢેજ છૂટકે. હવે દરવર્ષે દર સેંકડે આઠ આનાની તેરીખનું વ્યાજ ગણુએ તો રૂ.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat