________________
૩૪૨
શુભસંગ્રહ ભાગ ૭ માં (આ દલીલને ઉત્તર આપણે શ્રી. કાકાસાહેબ કાલેલકરના સુંદર સચોટ શબ્દોમાં આપીએ.) “આ દલીલમાં કાયરતા છે. દરેક સુધારાની વેળાએ સુધારો કરનારને કેટલીક વસ્તુઓ જતી કરવી જ પડે છે. કેટલીક લોકનિંદા ખમવીજ પડે છે. એટલા માટેજ સુધારકોને બહાદૂર કહેવામાં આવે છે. જેમાં પુરુષાર્થ નથી, તેવા કામની કિંમત પણ તેટલી જ. હું તમને કહું છું કે, તમે ન્યાતો જમી આવ્યા છે તેના બદલામાં ન્યાતના સાચા કલ્યાણાર્થે બીજી રીતે તમે ન્યાતની સેવા કરે. પૈસે ખર્ચો. તમારે ત્યાંની રાષ્ટ્રીય શાળાને એક વર્ષને ખર્ચ આપે. વિદ્યાદાન કરી તે મારફતે આ જન્મ અન્નદાન કર્યાનું પુણ્ય મેળો, અને ન્યાતો ભેગી કરે ત્યારે સાદા સ્વચ્છ અને સાત્ત્વિક ખાનપાનની તજવીજ રાખે.” શ્રી. કાકાસાહેબના આ ઉત્તર પછી આ દલીલ ઉપર વધારે વિવેચન કરવાની જરૂર નથી, છતાં લોચા ધાનને પેટમાં નાખ્યું તેના ઉરને આફરો ચઢતો હોય અને પ્રતિઉપકાર કરવાનું મન થઈ જતું હોય તે આ કુંડાળું ક્યાં સુધી ચલાવ્યે રાખવું છે ? તેને કંઈ અંત આવવાને ખરો? વળી અન્ન જેવી બાબતમાં સાટાં શાં? સામને શે ? આવી ઝીણું ઝીણી બાબતમાં ઉપકાર માનવાની ટેવ પડી ગઈ હોય તો બેશક દેશના ઉદ્ધાર થવાના છે, પરંતુ કેવળ દેખાદેખીથી અને દલીલની ખાતર દલીલ કરી ગુંચવણના માર્ગો શોધવામાં ઉંચી ગતિ નથી થવાની. જ્ઞાતિના જમણવારમાં જવાનું બંધ કરો, પીરસણના ટોપલા લેવાનું માંડી વાળા, ઠઠારો મઠારો કરી બૈરક બુદ્ધિને તિલાંજલિ આપે એટલે આપોઆપ “આંખમાં આંગળી કરનારાઓનું જોર નરમ પડશે. આમ છતાં મીણબત્તી બેઉ બાજુથી બળવા માંડી છે, એટલે ટીકા કરનારાઓ તમારા ઘરનાં તળિયાં તપાસાય તેની રાહ જોઇને બેઠા છે. એટલે વળિયા, વાંસડા નળિયાં વેચીને પણ જ્ઞાતિવરે કરવાની તમને સલાહ આપવાનાજ છે. તમે સાફ થઈ જશે, એટલે ટીકા કરનાર પણ “આવ હરખા, આપણે બે સરખા’ કરી તમને ભેટી પડશે. અત્યારથી ચાદર ઓઢવાને બદલે પગ ન પહોંચે ત્યાં સુધી રાહ જોવી હોય તે, બેશક “જમે અને જમાડે’નું સેતાની ચકર ચલાવ્યે રાખો. ખૂટશે ત્યારે પરસેવો છૂટશે, એ છેલ્લે જવાબ સાચા !
મડદાની ચિંતા જ્ઞાતિવરાના હિમાયતીઓ સાતમી દલીલ કરે છે કે, મરી જઇએ અને ઠાઠડી ઉંચકે તેમને ખવરાવ્યા વિના કેમ ચાલે? અને આમ જમાડીએ નહિ તે મડદો ઉંચકવા કેણ ઉભું રહે ?
આ દલીલ કરનારાઓએ હવે ધ્યાન રાખવું જરૂરી છે કે, તેઓ ઇ. સ. ૧૯૨૯ ની સાલમાં જીવે છે. “મરી જવુ” “ઠાઠડી ઉંચકવી'
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat