________________
આ તે જ્ઞાતિવરા કે આબરૂના કાંકરા? ૩૩૯ જણાવે છે કે “જ્ઞાતિવરા અટકી જાય તો બિચારા બેબી, હજામ, અંત્યજ વગેરે વસવાયાને રોટલો જાય, અને ભૂખમરાનો વખત આવે.”
જ્ઞાતિવરા કરનારા, કેટલા દયાના દેવતા છે, તે તો એઠું” આપતી વખતે તેમના મુખમાંથી “ચ-મમ્મ” સિવાય બીજી ગાળોજ નીકળતી નથી, એ દેખાવ જેમણે જોયો હશે, તેઓ જીદગીભર ભૂલે તેમ નથી. જેઓ “વસવાયાને રોટલો નહિ મળે” એવું બકે છે; તેઓને આર્થિક શાસ્ત્રનું બહુજ ઓછું જ્ઞાન છે. ધનસંપત્તિ જેમ એક સ્થળે એકત્ર થાય અને પરિણામે એકહથ્થુ મુડીવાદનું જોર વધતાં, જગતની પાયમાલી સંભવે, તેમ અનાજને જ એક સ્થળે અમુક સંયોગમાં થઈ જાય તેથી સમાજને લાભ કરતાં નુકસાનને ઝાઝો સંભવ છે. યુરોપમાં મુડીવાદીઓની સંખ્યા વધી, પરિણામે આજે ત્યાં સમાજવાદીઓની-મજૂરોની ચળવળ જેસમાં આવી છે. આના છાંટા એટલે સુધી ઉડયા છે કે કાલ માર્કસના સિદ્ધાંતનો પ્રચાર આજે યુરોપમાં મોટા પાયા ઉપર થઈ રહ્યો છે, અને સેશિયાલિસ્ટ ચળવળે બહુ જોર પકડયું છે. રશિયામાં તો મુડીવાદીઓનાં એકહથ્થુ નાણુને સરકારે બળજેરીથી કબજે કરી “સોવિયેટ-મજૂર સરકાર” સ્થાપી છે. સુભાગ્યે આપણા દેશમાં મુડીવાદીઓની સંખ્યા બહુ થોડી છે, તો પણ શ્રમ જીવીઓને સંતોષ થાય એટલે “રેટલો” નહિ મળે, અને જ્ઞાતિવરાની હાલની પદ્ધતિ ચાલુ રહેશે તે આપણા દેશના “વસવાયા વર્ગો એક દિવસ જરૂર બળવો જગાવશે. અંત્યજે બાપડા કૂતરાં બિલાડાં હિંદમાં જમ્યાં નથી, નહિ તે તેમને અડકવામાં બાધ ન હતો! તેમના ભાગ છે કે તેઓ માણસ થયા, નહિ તે એક પૂછડાના પ્રાણી બન્યા હોત તે અડકવામાં વાંધો ન નીકળત ! આવી દયા આ વસવાયાં કેમ પ્રત્યેની ! તુળસીયારે પૂજે, શ્રીકણનું નામ દે માટે ન અડકાય; પરંતુ તે હિંદુ મટી “અલ્લા અલા” પુકારે અને રોમાંસ ભક્ષણ કરે, અથવા તે ક્રિશ્ચિયન બની વિલાયતવાળાના “ચર્ચમાં ઘુસી ભાખરી, ચા અને શરાબ પીએ એટલે તેને અડકવામાં વાંધે નહિ; આટલી બધી દયા હિંદુસ્તાન સિવાય બીજે ક્યાં શોભે ? વળી અંત્યજે જ્ઞાતિવરાને લીધે પાપરૂપે બીજે દિવસે હાજત વધી પડે' તો વાળવાને તૈયારજ છે. તેમને અપાય છે તે મજૂરીના બદલામાં, કંઇ દયાદાનમાં કે વસવાયાં તરીકે નહિ! જે ગુલામીની આપણા દેશમાં પ્રથા હોત, અને વેઠબંધીને કાયદા ન હોત તો જરૂર અંત્યજે પાસે “ઍડુ' આપ્યા સિવાય મજૂરી કરતાં કરાવતાં આપણુ બુદ્ધિસાગર (1) વરાના હિમાયતીઓ પાછા
હકે તેમ નથીજ. બેબી–ગાંયજાઓને તે સવારના પહોરથી મરેજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com