________________
-
-
-
--
-
--
-
-
-
--
-
-
--
-
--
-
------
-
--
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
- -
-
-
-
- - -
આ તે જ્ઞાતિવર કે આબરૂના કાંકરા? ૩૭૭ જન્મભૂમિમાં-રહે તો અપવિત્ર થાય ! કપાસ પરદેશ ચઢે, ત્યાં લૂગડાં વણાય અને ખરીદાય. અત્રે વણાયેલી ખાદી પૈસાદારેથી ના પહેરાય ! ઊન પરદેશ જાય ત્યાંથી બનસ, ટોપીઓ બને અને તે આ દેશમાં પહેરાય. ચામડાં પરદેશ જાય તેમાંથી ફીનીશ ચઢાવી પાવન થઈ ચામડાની ટૂંક, કોથળી, બૂટ, ચોપડી બાંધવાને સામાન બને; હિંદના વેપારીઓને આ ન સૂઝે. આમળાં, ડાં, અરીઠાં વગેરે પરદેશ જાય તેમાંથી રંગ બને; આપણે ત્યાં ઉકરડે નંખાય તો ફિકર નહિ!
આપણા દેશની નદીઓમાં હજારે ટન રેતી મફત પડી રહે છે, પરંતુ જર્મને રેતીમાંથી લખેટેલાં વાસણ બનાવે છે. અમેરિકાના ધનાઢયે પાસે કૂતરાની કિંમત રૂ. ૩૦,૦૦૦ સુધી બેસે છે. મિ. ફોર્ડ, મિ. રોકફેલર જેવા અબજપતિની સ્ત્રીઓનું બાર મહિનાનું સેંટ-લવંડર ખર્ચ રૂ. બે લાખ ત્રણ લાખ થઈ જાય છે. આના હિસાબે આપણે પૈસાદારો તે કેવળ ગરીબમાં ગરીબ જેવા જ છે. જ્ઞાતિવરા પાછળ ખર્ચા પૈસાને ઘેધ જે આવા કોઈ હુન્નર-ઉદ્યોગના કામમાં પૈસાદારે વાપરે તો હજારો ગરીબોને પોષણ મળે. એક જ્ઞાતિની સંકુચિત સંસ્થામાં કહેવાતો પૈસાદાર, ખર્ચ કરીને હરિફાઈ અને હાંસાતુસીનું વિષમય વાતાવરણ ઉભું કરે છે. ગરીબની ઈચ્છા ન છતાંય સમાજની કક્ષામાં રહેવા ખાતર અથવા તે પોતાની પાસે પણ કંઇક છે, તેમ જણાવવા ખાતર (પેટમાં પાશેર પાણી નહિ પણ મારું નામ દરિયાખા) થઈને દેવાના ડુંગર કરીને જ્ઞાતિવરે કરવું પડે છે. શ્રીમંત જે પહેલ કરે તે ગરીબ પણ નૈતિક હિંમત બતાવતાં શીખે. જે દેશ પરાધીન છે, જ્યાં અરધેઅરધ લોકોને માત્ર એક જ વખત ભાગ્યેજ ખાવાનું મળે છે, જે દેશના કેાઈ ભાગમાં નિરંતર દુકાળ, મહામારી, રેલસંકટ આવ્યાજ કરે છે, જ્યાં બેકારીને લઈ લાખો નિરાધારને અન્નવસ્ત્રનાં ફાંફાં છે; ત્યાં શાસ્ત્રની ખેતી બાંગને નામે રાક્ષસી નાણાંને વ્યય ન શોભે, ન ઘટે, ન યોગ્ય ગણાય. આજે પરદેશીએની શાસનચક્કીમાં દેશ દળાય જાય છે. એક જ્ઞાતિમાં તો સૌ એક માતાપિતાનાં અમુક પેઢીએ સહેદર ગણાઈએ ત્યાં ઉંચનીચ, કુળવાન હલકે, પૈસાદાર ગરીબ એવા “પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વરના વિચાર શું શેભે? વળી ખવરાવીને ખાવું છે એ સાટાને ધમ પણ શા કામને ? પ્રભુની રચેલી સૃષ્ટિમાં કોઈને સાધન વધારે હોય તો તે ઓછા સાધનવાળાને મદદ કરવા સારૂ જ છે, એમ માનવામાંજ લાભ છે. વધારે સાધનવાળો, એાછા સાધનવાળાની પજવણી કરશે તો જરૂર એક વખત રૂશિયાનું બેલ્શીઝમ' હિંદમાં ઘુસી જશે, અને ગરીબો ભેગા થઈ પૈસાદારોને લૂંટી લેશે, એ ચોક્કસ છે. માટે પણ પૈસાદારેએ સાવધ થઈ ગરીબોને સાથ દેવાનો છે.
શુ. ૨૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com