________________
૩૩૦
શુભસંગ્રહ-ભાગ ૭ માં ગજરામારૂ ગેલખ સેતાન સાધુઓની છે.
પુરાણ હિંદની સ્થિતિ કદાચ દલીલની ખાતર એક વખતે માની લઈએ કે, મરણ પાછળને બારમાં–તેરમાં વગેરેનો ખર્ચ, સીમંતને ખર્ચ, બ્રાહ્મણમાં જનાઈ દેતી વખતનો ખર્ચ શાસ્ત્રમાં કરવાનું કહેલું છે તે પણ તેથી શું ? જે સમયે શાસ્ત્રો લખાયાં તે સમયની હિંદુસ્તાનની હાલત શી હતી અને આજે શી છે તે તો તપાસો! મહાભારતમાંના મયદાનવે રચેલા મહેલનું વર્ણન વાંચે, યા તે પાંડવોના અશ્વમેધ યજ્ઞ સમયની ભારતની સંપત્તિ તપાસે ! અથવા તો સીતાસ્વયંવરની જાહોજલાલીનું ચિત્ર જુઓ ! અને રામરાજ્યારોહણને વૈભવ વિચારો તો જણાશે કે, પ્રાચીન ભારતની ધનવૈભવવિલાસ સામગ્રી અખૂટ અને અતુલ હતી. મહમદ ગિઝનીની હિંદનું જવાહર લૂટવા કરેલી બાર સવારીએ, સોમનાથ પ્રભાસપાટણના શિવલિંગમાંથી નીકળેલી અઢળક દોલત ક્યાં ? નાદિરશા, તૈમુર અને દુરાનીએ લૂટેલું હિંદ ક્યાં ? અને કયાં આજની હિંદની ગરીબાઈ ? અશોકના સમયમાં ઈ. સ. પૂર્વે ૩૨૨ માં એટલે લગભગ ૨૨૦૦ વર્ષ પહેલાં એક રૂપિયાનું રોસઠ મણ અનાજ, ચોસઠ મણ દૂધ, ચાર મણ ઘી, આઠ આનાને ઘેડ, છ રૂપિયાને હાથી અને નેકરને ત્રણ પિતાને માસિક પગાર મળતા હતા. અને એક તેલો સેનાની કિંમત ફક્ત ત્રણ આના જેટલી હતી. આજે આ વસ્તુઓની મેંઘવારી કેટલા પ્રમાણમાં વધી ગઈ છે ? ઈસ. ૩૯૪ થી ઈ. સ. ૪૧૩ સુધીમાં હિંદની મુસાફરીએ આવેલા હું આનસિંગ અને ફાસ્થાન નામના ચીના બુદ્ધિસ્ટ મુસાફરોએ હિંદમાં ચાલતી અતિશય સેંઘવારી અને કાને સારૂ “મફત દવાખાનાની સગવડ હતી, એમ લખ્યું છે. વળી આ સમયમાં કેટલેક ઠેકાણે બહુધા વસ્તુઓની અદલા બદલી થતી; એટલે કે જેને ભેંસ જોઈએ તે પિતાને ત્યાં ગાય હોય તો આપે. લેટાની જરૂરતવાળો પવાલું આપે. ઘઉંવાળે બાજરી આપે એટલે વસ્તુની આપ-લેથી સાંધવારી બહુ ટકી રહેતી. વળી એમ કહેવાય છે કે, લોકે નાણાંનો ઉપયોગ જવલે કરે તે માટે ગ્રીસ દેશમાં એક રાજાએ રૂપિયા, અડધા, પાવલાં વગેરે ગાડાના પૈડાં જેવા લાંબા પહોળા, દશ શેર અધમણ વજનના બનાવ્યા હતા, કે જે સહેલાઈથી ફેરવાઈ શકાય નહિ, અને સંગ્રહ કરતાં બહુ વિશાળ જગા રેકે ! ઇ. સ. ૯૪૨ માં કલ્યાણરાય નામના વણિકે ખંભાત શહેર કબજે કર્યું, તે શહેર વસાવ્યું અને ચોરાશી ગામડાં તેણે પિતાને પૈસે બાંધ્યાં, છતાં દોલત ખૂટી નહિ. તેને માટે એવી કહેવત ચાલી કે –
માન સરોવર માદળું, મહાકાળેશ્વરને આરે;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com