________________
આ તે જ્ઞાતિવા કે આબરૂના કાંકરા ૩૩૩ નિંદા કરવામાં શ્રીપૂરી’ એવી જીભડીને ચલાવવામાં ખતમ થાય છે; એવા જડભરત આત્મા(!)ઓ જ આવી દલીલ કરે છે. તેમને ખબર નથી કે, આજની જ્ઞાતિ સંસ્થાઓ ગંગાને પ્રવાહ નથી, પણ ગટર કરતાં પણ ભૂંડી થઈ ગઈ છે. કારણ કે ગટરના પાણીથી તો શાક. ભાજી પાકે છે, જ્યારે જ્ઞાતિ સંસ્થાથી અદેખાઈ સિવાય કશું પાકતું નથી. પ્રાચીનકાળમાં ઋષિમુનિઓએ ચાર વર્ણ રચી. બ્રાહ્મણમાં આજે ચેરાશી કરતાં વધારે જાતના બ્રાહ્મણો ક્યાંથી ઘૂસ્યા ? બ્રાહ્મણ ને છોકરો દારૂ પીએ તોપણ બ્રાહ્મણજ, એ “ઈજારો-કંટ્રાકટ ક્યાંથી આવે ? ત્રિકાળ સંધ્યા કરવાનીજ જેને બાધા (3) હાય, બીડી પીધા સિવાય ઘર બહાર નીકળવું નહિ એવીજ ભીમપ્રતિજ્ઞા હેય, તે બ્રાહ્મણ નામને લાયક છે ખરા ? ગ્રંક્ષિો ગ્રાહi B શ્યાનવ જુથ-બ્રાહ્મણ બ્રાહ્મણને સામે મળે તે કૂતરા પ્રમાણે ભસવા માંડે; આટલી બધી તો તેમની હૈયાની હોળી નિરંતર સળગતી જ હોય છે. વળી
कायस्था करटुपा काका यवनाश्च जातिबन्धनः । चतुर्थ जाति विनश्यन्ति श्वानो सर्पो हिजो गजः ॥
[કાયસ્થ (નાગર મુત્સદ્દી), કુકડે, કાગડે અને યવન, એ ચાર જાતિ પિતાનું હિત સમજે છે; જ્યારે કૂતરે, સાપ, બ્રાહ્મણ અને હાથી પોતાની જાતિનું જ નખેદ કાઢે છે.]
વર્ણાશ્રમશિરોમણિ બ્રાહ્મણની આ દશા, પછી બીજાનું તે કહેવાનું જ શું હોય ? સ્વર્ગનો દરવાજો ખોલવાને ઈજારે ધરાવનાર બ્રાહ્મણવર્ગની આ ગંગાપ્રવાહ (!) જેવી જ્ઞાતિ સંસ્થાનું કાઠું તે જુઓ! જ્યાં થડમાંજ હિંગ ભરાઈ છે, પછી ઝાડ લીલું શી રીતે રહેવાનું! એને તે પજ છૂટકે; તેમ વર્ણાશ્રમ ધર્મના અગ્રમુખી બ્રાહ્મણે જ વ્યસન, આળસ અને વહેમની ગળથુથી જન્મથીજ ખાઈ ચૂક્યા છે, ત્યાં ચઢતી ક્યાંથી હોય? તેથી આજે ખરા બ્રાહ્મણે તે તેમને જ ગણવાના છે, કે જેઓ જનસમૂહના કલ્યાણ ખાતર શાસ્ત્રને સાચાં સ્વરૂપે પ્રજા સમક્ષ રજુ કરી, શયતાની રૂઢિબદ્ધ જ્ઞાતિવરા સામે માથું ઉચકી ઝુંબેશ ચલાવવા બહાર મેદાને આવે !
આ તો જ્ઞાતિસંસ્થાને “ગંગાને પ્રવાહ માનનારા બ્રાહ્મણનું વર્ણન થયુંપણ હજુ “ગંગાના પ્રવાહ” (!) જેવી જ્ઞાતિનું વર્ણન તો બાકી છે. આજની જ્ઞાતિ એ મુખ્ય વર્ણાશ્રમના ભિન્ન ભિન્ન વિભાગ માત્ર છે. વર્ણાશ્રમની ભાવનાને આજે મુખ્યત્વે જ્ઞાતિસંસ્થામાં લેપ થયો છે. દાખલા તરીકે એક જ્ઞાતિમાં પાંચસે ઘર હોય તો તેમાં ત્રણ તડ પડે. એક તડવાળા બીજા તડવાળાને ત્યાં જમે નહિ, કન્યા ન આપે; આ “ગંગાના પ્રવાહ (!) જેવી જ્ઞાતિની દશા ! વળી અમુક અમુક નેત્રને છે, અમુક કુળવાન છે, અમુક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com