________________
૩૩૪
vvvvvvvuwuuuuuuuuuuuuu
શુભસંગ્રહ-ભાગ ૭ મે તે હલકે છે એવી નીચ વૃત્તિથી એકબીજાની ખોદણ નિંદાનાં જીવડાં સિવાય જ્ઞાતિના ખાબોચીઆમાં આજે બીજું કશું જ ખદબદતું નથી. બ્રાહ્મણે બ્રાહ્મણ માત્ર એક થઈ રોટીબેટી વ્યવહાર શરૂ ન કરે, ત્યાં સુધી કન્યા આપવાવાળાનું ક્ષેત્ર બહુ ટુંક થવા માંડ્યું છે. એટલે અભણ, અક્ષરશૂન્ય જથ્થા સાથે કદળી જેવી કુમળી કન્યાને પરણાવવામાં આવે છે. નથી સંસ્કાર, નથી કેળવણી, નથી સ્વભાવમાં સમાનતા, નથી ઉંમરપ્રમાણુ કે નથી જીવનરહસ્યની ચિંતા. કેવળ લાકડે માંકડું વળગાડવાની કળા કરવામાં શૂરાપૂરા જ્ઞાતિના પટેલિયાએ, કેઈને જ્ઞાતિ બહાર મૂકે, પંકિત બહાર કાઢે, એક ઘર જ્ઞાતિમાં ઘટાડે; વધારવાનું તો સ્વપ્નમાં ન સૂઝે; ભૂલની દરગુજરની વાતજ નહિ, પણ કીડીના છેડાને કેહાળાનું રૂપ આપી, રજનું ગજ કરી, કાગને વાઘ બનાવી, ગરીબને ગરદન મારી, તફાવાળાને ત્રાજવે બેસી જઈ, પૈસાદારની શરમમાં અંજાનારા ન્યાયાધીશ બની બેસે અને “પીઠ ઉપર માર પડવા છતાંય” કાચબાની ઢાલ જેવી પીઠ બનાવી મેધા પૈસા જ્ઞાતિજનેને જમણ આપવામાં ખર્ચવા છતાંય જેઓ લાગ આવે ડસવાનાજ છે, તેમને ખવરાવવાથી આશીર્વાદ મળ્યા જાણ્યા છે? પ્રથમ જ્યારે વર્ણાશ્રમ ધર્મની વિશાળ મર્યાદા અંકાતી ત્યારે વિશાળતા, ઉદારતા, ક્ષમા અને ધીરજના ગુણે સંસ્થાઓમાં હતા. પહેલાં વર્ણાશ્રમ હતો, જ્ઞાતિસંસ્થાઓ તો ન હતી. એટલે જ વાલમીકિ ઋષિ ભીલ છતાં ગુણકર્મને લીધે બ્રાહ્મણ થઈ શકતા. જાબાલી ઋષિ અજ્ઞાત કુલના હતા. માતંગ ચાંડાલ હતો. વસિષ્ઠ વેશ્યાપુત્ર હતા. વિદુરજી દાસીપુત્ર હતા. દ્રૌપદીના સ્વયંવરમાં અર્જુન બ્રાહ્મણવેશે આવેલા. સીતાના સ્વયંવરમાં રાવણ બ્રાહ્મણ છતાં ક્ષત્રિય કન્યાનું પાણિગ્રહણ કરવા આવેલો. ગર્ગ, શાંડિલ્ય અને કાત્યાયિની ગેત્રો આજે બ્રાહ્મણોનાં છતાં ક્ષત્રિયોમાંથી ઉતરી આવેલાં છે. અગ્નિવંશના રાજપૂતો બ્રાહ્મણપ્રજા છે. નાગકન્યા ઉલૂપીને અર્જુન સાથે, અને ગ્રીસના સેલ્યુકસની પુત્રીને ચંદ્રગુપ્ત સાથે વિવાહ થયો હતો. આ પ્રમાણે દૂણ, સાથિયન, યવન, ક્ષત્ર, તુરષ્ક, મૈત્રિક વગેરે લોકો વિદેશથી આવી હિંદુ પ્રજામાં ભળી ગયા. ક્ષત્રિયવંશી ઋષભદત્તને સંગમિત્રો સાથે વિવાહ થયો હતો. ઇ. સ. ના ૧૩ મા સૈકામાં કનોજના બ્રાહ્મણ રાજા રાજશેખરને વિવાહ ચેહાણ કન્યા અવંતીસુંદરી સાથે થયો હતો. આજે આમાંનું શું છે? આવા દાખલાએથી હિંદનો ઇતિહાસ સોના જેવો ઝળકયો ! “અભડાવું” અને “વટલાવું ' શબ્દ ઘુસ્યા કે હિંદની પરતંત્રતા શરૂ થઈ. પ્રેમની ગંગા ગઈ, સંપની સરિતા સરી ગઈ, એકતાનાં મોજાં ઉડી ગયાં. હુંકાર વધ્યો, વાડાઓ વધ્યા, તફા વધ્યા. તડ વધ્યાં, તાઈફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com