________________
૩૩૨
શુભસંગ્રહ-ભાગ ૭ માં અનાજ પાણીનો જ એક રાત્રિના વાળુ ખાતર વેડફી નાખ એ ગરીબના મેંમાંથી કળિયે ખુંચવી લેવા બરાબર છે.
જ્ઞાતિગંગાનો પ્રવાહ (?!) આપણે અત્યાર સુધી જોયું કે, શાસ્ત્રોને સાચી રીતે જોઈએ તે કઈ સ્થળે રાક્ષસી જ્ઞાતિવરાની પ્રથાને પિષવા સારૂ, બારમાંતેરમાં, સીમંત, જનઈ કે બીજા પ્રસંગે ધર્મની ખાતર ખર્ચ કરવાનું જરાએ લખ્યું નથી. કેવળ ધર્મની ક્રિયા ખાતર કેટલેક ઠેકાણે અમુક વિધિ લખેલ છે. તેમાં “અન્ન' એ ઉત્તમ વસ્તુ છે, એમ માની કેટલાકએ તે વિધિસમયે જમાડવાનું નક્કી કર્યું હશે, અને તેમાં પુણ્ય માન્યું હશે. પરંતુ આજે
अन्नदान महादानम् विद्यादानमविशिष्यते । अन्नाय क्षणिका तृप्तिर्यावत् जीवंत विद्यया ॥
(અન્નદાન મેટું દાન છે, પરંતુ તે કરતાં અધિક મોટું દાન વિદ્યાદાન છે. અન્નથી તે જીવને થોડાક સંતોષ થાય છે, પરંતુ વિદ્યાથી આખે જન્મારે માણસને તૃપ્તિ થાય છે.) અનદાન કરતાં વિદ્યાદાનનું વધારે મહત્વ ગણવાનો વખત આવી લાગે છે. હિમાલયમાં ગંગેત્રીનું મૂળ છે, તેમ ગરીબાઈમાં આપણી પડતીનું મૂળ છે. શું યુવાનને પૂરતી કેળવણી મેળવવાનાં સાધનો આપણી પાસે છે ? શું તેઓને પૌષ્ટિક ખોરાક આપવાના ફાજલ પૈસા આપણી પાસે છે? શું તેમને દૂધ-ઘી ખવરાવવાના પણ સાંસા પડતા નથી ? પછી શરીરે શિથિલ થાય, મગજે સણુકા નાખે, પરીક્ષાના દિવસમાં લથડી ખાય અને આખરે નાપાસ થાય તો તેમાં વાંક કોને છે ? આપણા સામાજિક વ્યવહારને નામે ધૂળમાં ઢળી જતાં, જ્ઞાતિવરામાં ખર્ચાતાં નાણુંને કે બીજા કોઈનો ? એક રાત્રિના વાળમાં નાણુને દુરૂપયોગ કરે, તે તો દિવાળીનું દારૂખાનું ફેડી મલકાવું એના જેવું થયું. હવે જ્ઞાતિવરાના હિમાયતીઓની દલીલો એક પછી એક લઈએ. (૧) પ્રથમ દલીલ એ છે કે, જ્ઞાતિ એ તો ગંગાનો પ્રવાહ છે. જ્ઞાતિજનો જમે અને આશીર્વાદ આપે તો પિતૃઓ સ્વર્ગમાં બિરાજે અને તેમનાં સગાંવહાલાં ઉપર અમી વરસાદના છાંટા નાખે, આ દલીલ કરનારા ડહાપણના ઈજારદારને કાં તો જીભનો હરામ ચસ્કો લાગ્યો હોય છે; અથવા તે જેમને આગળ બેઠે ઉલાળ નથી, પાછળ બેઠે ધરાળ નથી, એવા બાયડી છોકરાં મરી ગયા પછી પરવારીને બેઠેલા હોય છે; અથવા જેઓ ઘરને આંગણે ધંધા સિવાય બેસનારા હેઈ જેમના છોકરા પરદેશ કમાવા ગયા હોય છે, અને ખાવાને સારૂ પરસેવાનાં ટીપાં પાડેલા રૂપીઆના મનીઑર્ડર મોકલે છે; અથવા તે જેમને જીવનવ્યવહાર કેવળ પરાયું અન્ન ખાઈને તાગડધીન્ના કરી લોક
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat