________________
આ તે જ્ઞાતિવરા કે આબરૂના કાંકરા? ૩૩૧ ઢીંગલે (પૈસે) પાંચ શેર બાજરી, કલ્યાણરાયનો આર.
એ સમયે એક પિતાની પાંચ શેર બાજરી વેચાતી હતી. ઈ. સ. ૧૫૩૦ ની સાલમાં એક રૂપિયાનું સાડીબાવીશ શેર ઘી મળતું. ઈ. સ૮ ૧૬૦૫ માં અકબર બાદશાહના મરણ પહેલાંને ઇતિહાસ વાંચતાં “આઈને અકબરી'માં બાર આને અઢી મણ મગ તથા મઠ, અને છ આને મણ ઘઉં તથા આઠ આને ચોખા મળતા હતા. વળી એક રૂપિયાનું સાડા આઠશેર ઘી મળતું હતું. એમ કહેવાય છે કે, દર શ્રાવણ સુદી પૂનમને રાજ બિંદુસાર મહારાજા પિતાને ખજાને લૂંટાવતા હતા. વળી પુરાતન વણઝારાની પોઠેનાં વાવ, તળાવ, કુવા, ધર્મશાળા વગેરે સાર્વજનિક કામમાં ઇમારતો પાછળ કેટલે અઢળક પૈસે ખર્ચાય છે ! પાવાગઢ ઉપરને ખાપરા ઝવેરીને મહેલ, આબુનાં વિમળશાનાં દહેરાં, પાલીતાણુનું જૈન મંદિર, અમદાવાદની હઠીસિંગની વાવ, દિલ્હીની જુમ્મા મજીદ, આગ્રાનો તાજમહેલ, અશોકને લોહસ્તંભ વગેરે જોતાંજ જણાય છે કે આમાંનું કશુંય આપણાથી હાલમાં થઈ શકે એમ છે? હિંદુસ્તાન આજે હિમાલયથી રક્ષાયેલ અને સમુદ્રથી વિંટળાયેલો સુરક્ષિત સ્વરાજ ભગવતે દેશ નથી. આજે હિંદુસ્તાન કેવળ આર્ય જાતિથી વસાયેલે અખંડ જ ખૂદ્દીપ નથી. આજે હિંદુસ્તાનમાં રામચંદ્ર, હરિશ્ચંદ્ર, અશોક, કુમારપાળ, શાલિવાહન જેવા ત્યાગી પ્રજાપ્રેમી રાજાધિરાજે નથી. આજનું હિંદુસ્તાન કંઈક જુદું જ છે. આજે હિંદમાં પરદેશીઓ ઘુસ્યા છે. પરદેશીઓએ પિતાને પગદંડે જમાવવા હિંદુ વિ. મુસલમાન, બ્રાહ્મણ વિ. અબ્રાહ્મણ, સ્પસ્થ વિઅપચ્ચે આમ તેખડાં ઉભા કર્યા છે. રેલવે, તાર અને વિમાન દ્વારા પરદેશી યાંત્રિક કળાના પ્રભાવે દેશનું હીર ઝપાટાબંધ ચૂસાવા માંડયું છે. આજે દેશના રાજામહારાજાઓને વિલાયતના વાયરા વાવા માંડયા છે અને પરદેશનાં હવાપાણી
ચતાં થઈ જઈ ત્યાંનીજ પરદેશી ચીજો પ્રિય થઈ પડી છે. આજે દરેક હિંદીની વાર્ષિક સરાસરી આવક ફક્ત રૂપિયા સત્તાવીસ જેટલી થઈ રહી છે. જીવનમર્યાદા સરાસરી ૨૪.૫ (સાડીચોવીસ) વર્ષ જેટલી છે. તેવા સમયે જ્ઞાતિવરને નામે શાસ્ત્રને એથો લઈ, કલ્પિત સ્વર્ગ મેળવવાની ઝંખનામાં પડી, હજાર રૂપિયા ખર્ચી નાખવા તે આપણુ જેવા ગરીબ દેશને પાલવે તેમ નથી. કદાચ અસલના વખતમાં ધનધાન્યની સેંઘવારી હતી ત્યારે ભાઈઓ ભેગા થઈ જમે
એ આશય ભલે રાખ્યા હોય, પરંતુ આજે સગા ભાઈઓમાં સંપ રહ્યો નથી, અને કાકા ભત્રીજાએ સરકાર દેવડીએ ચઢી ન્યાય માગે છે; ત્યાં જ્ઞાતિના ભાઈઓ ભેગા બેસી સંપથી અને શાંતિથી જમે એ તે લગભગ દુર્લભજ થઈ પડયું છે. આજે રૂપિયાનું એક-શેર સવાશેર ઘી મળતું હોય ત્યાં જ્ઞાતિવરા પાછળ ખર્ચ કરી દેશના
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat