________________
આ તે જ્ઞાતિવરા કે આબરૂના કાંકરા ૩૨૯ सत्यं ब्रूयात् प्रियं बयात् न ब्रूयात् सत्यमप्रियम् । प्रियं च नानृनं यात् एष धर्मः सनातनः ॥
(સાચું બોલવું પણ સામાને પ્રિય લાગે તેવું બોલવું. અને સામાને ખરાબ લાગે તેવું સત્ય હોય તે પણ ન બોલવું. વળી સામાને સારું લાગે છતાં જૂઠું હોય, તો તે પણ ન બેલવું, એ સનાતન ધર્મ અર્થાત હમેશાં આચરણમાં મૂકવાની એ રીત-નિયમ.) આમ વ્યાવહારિક દષ્ટિએ સાચું બોલવાની શાશ્વત ધર્મની આજ્ઞાને લોકકલ્યાણ ખાતર ઘટાવી અને ઠસાવી. અહિંસા અને પ્રેમને નામે રાવ સર્વ ભૂતપુ (સૌ પ્રાણીમાત્રને પિતાના આત્મા સમાન માન.) આમ કહ્યા છતાંય હિંસક પશુ, વાઘ, સિંહ વગેરેને મારવાની આજ્ઞા કરી. અને જૂ, ચાંચડ, મછર, સર્પ, વિંછીથી ડરી જવાનું લખ્યું નહિ. અથવા વૈદ્યક શાસ્ત્રમાં વંદ, ગોકળગાય, ઘરેળી વગેરે પ્રાણુઓનો વિધિ અનુસાર વધ કરી દેવામાં ઉપયોગમાં લેવાનું સૂચવ્યું. દિલીપ જેવા રાજાએ ગાયની રક્ષા ખાતર સિંહને આત્મબલિદાન દેવાની તૈયારી બતાવી. મહારાજા મયૂરધ્વજે પોતાના શરીરનું માંસ ખવા માંડયું અને હરિશ્ચંદ્ર રાજપાટ લૂંટાવ્યાં. ગુરુ તેગબહાદૂરે શિર રણમાં રોળાવ્યું; સીતાજીએ અશોકવનમાંથી રાવણથી છાનામાના રામ પાસે આવવા ના પાડી. આવા આદર્શ સિદ્ધાંતવાદી સત્ય અહિંસાના ઉપાસકો હમેશાં યાવચેંદ્રદિવાકરૌ પૂજાપાત્ર છે; પણ તેથી વ્યવહારમાં જે ધર્મ આચરવાને લખ્યો છે તેની કિંમત જરાએ ઓછી સમજવાની નથી. આજે હિંદુ ધર્મશાસ્ત્રો એટલે બાળબોધ લિપિમાં સંસ્કૃત ભાષામાં જેટલું લખ્યું તે સર્વ અથવા તો ચંડીશાસ્ત્રમાંના દારૂપ્રશંસાના શ્લોકથી માંડીને બ્રાહ્મણે “સોમરસ” પીતા હતા, અને શિવજીને ચલમ, ભાંગ, ગાંજો, પ્રિય હતો તેથી ધૂમ્રપાનની જરૂર બતાવનારા પોતાને મનમાને તેમ અર્થ કરે એ તે છે જ નહિ. શ્રીકૃષ્ણની રાસલીલાને આધ્યાત્મિક અર્થ– રહસ્ય-“શરીરની ઇંદ્રિયોને સંયમ બાજુએ મૂકી કેઈ અક્ષરશન્ય ગોટીલો રૂપસુંદરીઓ સાથે મસ્તી કરવા મંડે તો તમાચો ખાય. તેમ હિંદુશાસ્ત્રોને માખણનો લોચો બતાવી મૂખરજશિરોમણિ મહારાજે મનગમતા અર્થની મેજે ઉડાવે તો તેમને ગરુડપુરાણમાં લખેલી સજા ધર્મરાજાના દરબારમાં ચિત્રગુપ્તના ચોપડે નોંધાયેલી થશે ત્યારે થશે, પણ આજે તો આખો હિંદુસમાજ આવા ભૂખડીબારસ ભામટાએના પાપનું પ્રાયશ્ચિત્ત કરી રહ્યો છે. બુદ્ધિથી પર હેય અકલમાં આવે નહિ, સામાન્ય વ્યવહારક્રમથી વિવિધ રીતનું ભિન્ન વર્તાને હોય એવું શાસ્ત્રમાં કદી લખેલું હોયજ નહિ. ધોળે દિવસે ઘીની મશાલ લઇ ફરવાનું કાઈ કહે તો તે જેમ ગધેડે છે, તેવી જ આબેહૂબ હાલત શાસ્ત્રને નામે ઠગી મઠ-મંદિરમાં રહેનારા ગોલંદાજ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat