________________
૩૧૮
શુભસંગ્રહ-ભાગ ૭ મા
મહાપ્રસાદ ઉડાવવા અને પેટ ઉપર હાથ ફેરવી એડકાર આવે અથવા વાછૂટ થાય ત્યાંસુધી ગેણિયા ગળામાં ઝીકેજ રાખવા? ખરૂં કહીએ તેા હિંદુ ધ`શાસ્ત્ર એટલે વેદ, ઉપનિષદ્, શ્રુતિ, સ્મૃતિ અને મીમાંસાને ગણી શકાય. આમાંય કાઇએ પાછળથી ધાલઘૂસલ કરી શ્વેાક લખી લીધા હૈ।ય તે। ભગવાન જાણે ! તે છતાં આ ગ્રન્થેમાં કેવળ વિધિસકાર અને ધાર્મિક ક્રિયા સિવાય લાડુ-જમણ-ઘીની ધાર–ચૂરમાં-દૂધપાક'નાં કાઇ ઠેકાણે દર્શન થતાં નથી. જેમને દશ ન થતાં હેાય તેમને ચેલેંજ કરૂ છું કે, એકાદ સંસ્કૃત લીટી Àાક અને પેરા તે બતાવે ! પછી આપણે શાસ્ત્રની વાર્તાના વિચાર કરીશું. શાસ્ત્રની ફિલ્મ્સીને નામે ભેળા લેાકેાની અંધશ્રદ્ધાના લાભ લઇ બાપડાં ઘેટાંઓને કતલખાનામાં ધકેલવાં હોય તે તેવા ઘીયા ગુરુ મહારાજોની સાથે અમારે કજીયેા નથી ! જે દેશમાં દગલબાજીવાળા ડાહ્યાએને ખારાક મૂર્ખાઓ છે, ત્યાં મૂર્ખાએને સમજાવનાર જગતમાં કૈાઇજ નથી. સિવાય તેમની જાગ્રત ખુદ્ધિની જિજ્ઞાસા !
શાસ્ત્ર'ની વ્યાખ્યા
આપણાં હિંદુ ધર્મશાસ્ત્ર કેવળ સત્ય અને અહિંસાના પાયા ઉપર રચાયાં છે. વળી તેમાં વ્યાવહારિક ધર્મ અને શાશ્વત–સનાતનસદાના ધમ એવા એ વિભાગ રાખેલા છે. જેએની નજર આ રીતે શાસ્ત્ર વાંચવાની હાય છે, તેમને કેવળ સત્ય`જડી આવે છે. પરંતુ જેએ ખાલી દેખાવ,મિથ્યા પાંડિત્ય અને વિવાદકળાના શાખની ખાતર શાસ્ત્રોને ઉપરટપકે વાંચવાની તસ્દી લે છે; તેઓને કાં તે! ધને નામે ધતિંગનું અજીણુ થાય છે, અથવા કાં તે ધર્મને નામે પેપલીલા ચલાવી પાખંડના પૂજારી બની જઇ પ્રસાદના પડિયા ઉડાવવા લતાને ભંભેરવાના ધંધા લઇ બેસે છે. આપણા શાસ્ત્રમાં કહેલું છે કે, સયાજ્ઞાાત વો ધર્મઃ । (સત્ય સિવાય બીજો કાઇ ધમ નથી.) અથવા ાિ પરમો ધર્મઃ । (અહિંસા સૌથી મેાટા ધમ છે.) આ એ દાખલાઓમાં સાચીજ રીતે ખરા ધર્મનું રહસ્ય છે. અને તે રહસ્ય સનાતન–સદાસ દા-હમેશને સારૂ છે. અને તેથી તે શાશ્વત ધર્મના સિદ્ધાંત થયેા. પરંતુ પ્રાચીન કાળના ઋષિમુનિએ આજકાલના ભૂદેવા જેવા ઉલ્લુ ન હતા અથવા તેમને પાપી પેટને સારૂ ટેક મૂકીને પાધડીને વળ ફેરવવાના હતા નહિ. તેમને સરવણીના ખાટલાના સરસામાન જોઇતા ન હતા. અથવા તેમને જીવતાં જાગતાં ગરીમાનાં ગળાં ઉપર છરી ફેરવનારાઓને સારૂ મરણ પામ્યા પછી બ્રહ્મભાજન કે પિતૃભાજન કરી સ્વર્ગનાં દ્વાર ઉધાડાં નહાતાં રાખવાં. એટલે વ્યવહારમાં અનુકૂળ, ઉપયેગી અને સતે ભદ્ર, સૌને સરખી રીતે લાભદાયી થઇ પડે તે સારૂ સિદ્ધાંત ચ્યા ૪ઃ—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com