________________
બેકારીનું દદ
૨૫
vvvvvvvvvvvvvvvvvvvvvvvv
મેં પાપ કર્યો હોય તે પણ આ મારી નિર્દોષ બૈરી અને પેલા મારા કુમળા નિર્દોષ બાળક સામું પણ તેં ના ભાવું?” ગળગળા અવાજે તે બોલી ઉઠય.
અસહ્ય દુઃખ ક્યાં સુધી છાનું રાખી શકાય ? પત્ની તરતજ સમજી ગઈ કે આ સઘળા દુઃખનું મૂળ તેના પતિને મળેલી રૂખસદ છે. આટલા દુઃખને જવાબ વાળવા તે તૈયાર હતી. પોતાને પતિ જેણે કેટકેટલાં દુઃખ સહન કરી આજસુધી નભાવ્યું, અને આજે જ્યારે તે કામ કરવા છેક અશક્ત થઈ ગયા છે તે પતિ માટે તે ગમે તે કરવા તૈયાર હતી.
તમને કાલથી કામ ઉપર રજા મળી છે એટલું જ ને! એહે, એમાં શું ? મેં તો તમને કયારનું એ કહી દીધું છે કે હવે તો કામ પર જવાનું બંધ કરે. આપણે માધુ મોટો થાય ત્યાં સુધી હું કામે જઈશ અને જે બે ચાર આના મળશે તેનાથી સૂકો પાકે રોટલો ખાઈ આનંદ કરીશું. જ્યારે ઈશ્વરેજ આપણી ઉપર આ દુઃખ નાખ્યું છે ત્યારે તો આપણે સહન કર્યા સિવાય છૂટકેજ નથી.” તે પત્નીએ પતિને સાંત્વન આપતાં કહ્યું.
પતિ પત્નીની ભવિષ્ય ઉજળું દેખવાની એકજ આશા થડે દૂર સૂતેલા તે નાના બાળક ઉપર હતી. “માધુ મોટો થશે અને આપણું દુઃખ જશે ” એ વિચારેજ આજે તેમને સાંત્વન આપતા હતા. એટલું પણ સંતોષનું કારણ આજે તેમની સમક્ષ ન હોત તો એ ગરીબ ઘરમાં આજે દુઃખને પારજ ન રહેત.
પત્નીના આ વહાલભર્યા સાંત્વનસૂચક શબ્દોથી તે કામદાર ગળગળો થઈ ગયો અને એક આભારની લાગણુથી તેણે પોતાની પત્ની સામે એક નજર નાખી. માધુ હજુ બાળક હતો એટલે પત્નીને કામે મોકલ્યા સિવાય એને છૂટકે ન હતો. એક બે ગાઉ ચાલીને જવાની હવે એની શક્તિ ન હતી. નિસાસા નાખી નાખીને તે કામે જતો, ત્યાં કામ કરતો, એનું ચિત્ત પણ ત્યાં ઠેકાણે રહેતું નહિ; પણ એમાં એને શો વાંક ? પચીસ પચીસ વર્ષ સુધી પ્રમાણિકપણે પેટે પાટા બાંધીને પેટ માટે એણે એ મીલમાં મજૂરી કરી હતી. એજ મીલમાં રૂ ઉરાડવાના કામમાં રૂની ઝણથી એના શરીરમાં ભયંકર રોગે ઘર ઘાલ્યું હતું, અને એજ રોગને લીધે એ કામ કરવાને અશક્ત બન્યો. કામ કરવાને અશક્ત બનતાં એને નોકરીમાંથી રજા મળી. સમાજમાં આને ન્યાય ગણવામાં આવે છે ! આ કામદારની માફક એવા કેટલા જ આવી જાતના ન્યાય તળે યાતના ભેગવતા હશે?
છે તું મનષ્ય છે કે કોઈ દેવી છે ?” એકાએક તે કામદાર લાગણીના આવેશમાં બોલી ઉઠયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com