________________
૨૪૬
--
-
-
-
-
-
-
-
-
-
-
--
--
-
-
-
-
-
-
-
--
-
-
-
-
-
-
-
-
-
--
-
--
-
-
-
-
-
-
-
શુભસંગ્રહ-ભાગ ૭ મે આજે તેણે પિતાની બૈરીને કઈ નવા સ્વરૂપમાં નિહાળી. દુઃખ એ દાંપત્યપ્રેમની ખરી કસોટી છે. પિતાની બૈરીને આજે એ દાંપત્યપ્રેમની સીમા ઓળંગતી જોઈ ઘડી વાર તે પિતાનું સઘળું દુઃખ ભૂલી ગયા હોય તેમ જણાયું.
રાત બહુ વીતી ગઈ હતી અને પત્નીએ જોયું કે હવે પિતાના પતિને બહુ બેલાવવામાં તેના શરીરને વધારે હાનિ પહોંચશે. તેણે ઉઠીને એક ગોદડું પાથર્યું.
“ હવે તમે સૂઈ જશે? રાત ઘણું થઈ ગઈ છે. તમારા શરીરને સારું નહિ અને તેમાં વળી આજે વરસાદમાં આવા શરીરે ચાલતા આવ્યા છે. એટલે આરામ લે; ફિકર કરશે નહિ. સૌ સારાં વાના થશે. ભગવાનનું નામ લઈ હવે સૂઈ જાઓ તો સારું. (બગાસું ખાય છે.) ચાલે, મને પણ હવે તે બગાસાં આવે છે. હું પણ હવે સૂઈ જઈશ.” તે કામદારપત્નીએ કહ્યું.
“ તું સૂઈ જા, આ તાપણું આગળ હું બેઠે રહીશ, આજે મને દમ ચઢયો છે એટલે સૂતાં સૂતાં મને વધારે ગભરામણ થશે. જરાક દમ બેસશે એટલે હું પણ સૂઈ જઈશ. મારે કાલે ક્યાં વહેલું ઉઠવું છે ?'' તેણે જવાબ વાળ્ય.
એ કામદારને જ્યારે દમ ચઢે છે ત્યારે એનાથી વાતું નથી તેમ ઉંઘ પણ એની શત્રુ બને છે તે એ કામદારપત્નીથી અજાણ્યું ન હતું. તેને ઉંધ આવતી હોવાથી તે ઉઠી. કદાચ પાણીની જરૂર પડે તેટલા માટે એક પાણીનું પવાલું ભરી પિતાના પતિ આગળ મૂકી તે સૂવાને ગઈ.
આજના આ કરુણ બનાવથી તેને પણ આઘાત પહોંચ્યો હતો. તે સૂતી ખરી, પણ નિદ્રાએ તેની ઉપર કૃપા કરી નહિ.
ભયંકર ભાવના ભણકારા તેને સંભળાવા લાગ્યા. આપત્તિનાં વાદળ તેના ચક્ષુ સમક્ષ જણાવા લાગ્યાં. મનને કાબુમાં રાખવાને ઘણેએ પ્રયત્ન કર્યો, ભવિષ્યના વિચાર મનમાંથી કાઢી નાખવા માટે તેણે બીજા વિચારોને મનમાં સ્થાન આપવા ઘણાં ફાફાં માર્યા; પણ એ સર્વે પ્રયતને મિથ્યા ગયા. કેમે કરી તેને ઉંધ આવી નહિ, છતાં પણ આંખ મીંચી તે પથારીમાં પડી રહી.
(તા. ૧૫-૭-૧૯૩૦ના દૈનિક “હિંદુસ્થાન”માંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com