________________
શુભસંગ્રહ-ભાગ ૭ મે કે “અમારે આવશ્યકતા છે યુરોપીયનના નાશની.” આવી આવી વાતાથી મારા હૃદયમાં તીવ્ર પીડા થાય છે. પછી હું ભારતના જ્ઞાની મહાત્માઓનું ચિંતન કરું છું અને મારું હૃદય તેમના મંગલમય મહાવીરની તરફ આકર્ષાય છે. જેણે આજથી ૨૫ શતાબ્દિ પહેલાં ભારતના લોકોને તે મહાન સંદેશ –“ષને સહાનુભૂતિ અને નિ:સ્વાર્થતાથી છત” આપ્યો હતો.
ઇતિહાસનાં પાનાંને નાશ અને ક્ષયથી આચ્છાદિત થયેલાં જોઉં છું. યુહ, નાશ, ધાર્મિક અત્યાચારરૂપે આપણું જીવનયાત્રામાં આપણે અહિંસાને આપણું લક્ષ્ય નથી રાખ્યું ? આપણું જીવનમાં, આપણું વ્યાપારમાં અને આપણું સામાજિક જીવનમાં શું અહિંસાના કરતાં હિંસા વધારે નથી ? અને વર્તમાન રાજનીતિમાં આપણે શું જોઈએ છીએ? કષાયની મંત્રણા કે અહિંસાની શક્તિ
એક વાતને મને બીજો પણ અનુભવ થાય છે અને તે એ કે, રાષ્ટ્રીય આંદોલનને એક નવીન ઉદાર આધ્યાત્મિક સ્પન્દન (પ્રોત્સાહન) મળી જવું જોઈએ. એક ભ્રાતૃત્વમય સભ્યતાનું નિર્માણ થવું જોઈએ. દેષ આપણને સહાય નહિ કરે. આજકાલ રાષ્ટ્ર પિતાની માનસિક શક્તિઓની સંપત્તિ લડાઈ-ઝગડામાં ખચી રહ્યાં છે. આપણે છીએ કે આપણે ઈશ્વરને આપણા રાષ્ટ્રીય જીવનમાં ખેંચી લાવીએ, માનવવિશ્વના પુનઃનિર્માણ માટે આપણે આધ્યાત્મિક શક્તિની આવશ્યકતા છે.
જે કોઈ મને એકજ શબ્દમાં ઉત્તર પૂછે કે, ભારતને આત્મા શું છે? તો હું કહીશ-અહિંસા. ભારતનાં અનંત અન્વેષણ અહિંસાને વિચાર, કળા, ઉપાસના અને જીવનમાં સહાયતા કરતાં રહ્યાં છે.
અહિંસાના સિદ્ધાંતે ભારતવર્ષના સાંસારિક સંબંધો પર પણ ઠીક પ્રભાવ પાડયો છે. તેણે સામ્રાજ્ય અને વિજયોનાં સ્વપ્ન ન જોયાં અને તે જાપાન અને ચીનનું પણ ગુરુ બની ગયું. આપણું આધ્યાત્મિક ઉન્નતિના કારણે આ અપરિચિત દેશ તે દેશોને ઈર્ષાપાત્ર બની ગયા. ભારતવર્ષ સૈનિકવાદીઓને દેશ નહોતે. મનુષ્યવ પ્રત્યેની આદરબુદ્ધિએજ તેને સામ્રાજ્યવાદની આકાંક્ષાઓથી બચાવી લીધે. તે મહાન રાજનૈતિક સત્ય હતું, જેને બુહે પોતાનાં વચનેમાં વ્યકત કર્યું હતું કે “વિજેતા અને વિજિત બને અસુખી છે. વિજિત અત્યાચારના કારણે અને વિજેતા એવા ડરને માર્યો કે વિજિત કંઇ ફરી ઉભે ન થાય અને તેના પર વિજય પ્રાપ્ત કરી લે” ભારતવર્ષે કદી કોઈ પણ દેશને ગુલામ બનાવવાનો પ્રયરન નથી કર્યો. ગુલામ બનાવવા એ હિંસાનું જ એક આચરણ છે.
યુરોપ આ પ્રકારે પીડાય છે અને ક્ષોભમાં ભટકતું કરે છે, અને કેટલાક લોક તેની શક્તિને ભૂલથી સ્વતંત્રતા સમજી બેઠા છે. સાધન વિતા અને નૈતિક નિયમેના અભ્યાસ વિના સ્વાતંત્ર્ય પ્રાપ્ત
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat