________________
શ્રી મહાવીર સ્વામી
૩૦e કોઈને પણ કષ્ટ ન આપો.” આ શબ્દોમાં અહિંસાના બેવડા સિદ્ધાંતનું પ્રતિપાદન છે. એક સ્પષ્ટ છે અને બીજે ગૂઢ અર્થમાં
સ્પષ્ટ' તો ઐક્યના સિદ્ધાંતનું અનુસરણ કરે છે અર્થાત “પિતાને સર્વેમાં જુઓ.” અને “ગૂઢ તેમાંથી વિકાસ પામે છે–અર્થાત કેઈની પણ હિંસા ના કરો. સૌમાં પિતાનાં દર્શન કરવાની મતલબ એ છે કે, કોઈને પણ કષ્ટ આપવાથી રોકવાને ઉદ્દેશ છે. અહિંસા સર્વ જીવોમાં અદ્વૈતના આભાસથીજ વિકાસ પામે છે.
આપણું ઈતિહાસના આ મહાન વીરનું જીવન અને તેમને સંદેશ ત્રણ મુદ્દા પર ભાર મૂકે છે –
| (૧) બ્રહ્મચર્ય—ઘણુંખરા સાધુએ ગોશાળના નેતૃપદે નીતિભ્રષ્ટ જીવન વ્યતીત કરતા હતા. તેઓ સ્ત્રીઓના ગુલામ હતા અને ગશાળ તેમને એક નાસી ગયેલો શિષ્ય હતો જે પાછળથી દિવાને થઈને મરી ગયે. જે લોક સાચું આમિક જીવન વ્યતીત કરવા ચાહે તેમને માટે મહાવીરે બ્રહ્મચર્ય વ્રત અનિવાર્ય ઠરાવી દીધું છે. એટલા માટે જે યુવકે ભારતવર્ષનું પુનર્નિર્માણ એક મહાન દેશના રૂપમાં કરવા ચાહતા હોય તેમણે બ્રહ્મચર્યની શક્તિમાં પૂર્ણ બનવું જોઈએ.
(૨) અનેકાંતવાદ અગર સ્યાદ્વાદ:–મહાવીરે શીખવ્યું કે, વિશ્વનું કોઈ પણ એક સ્વરૂપ સત્યનું પૂર્ણ પ્રતિપાદન નથી કરી શકતું. કારણ કે સત્ય અનંત છે. આ સ્થળે મને આઈન્સ્ટનના સાપેક્ષવાદ(ડોકટોન્સ ઑફ રિલેટીવિટી)ના આધુનિક પ્રયાગનું સ્મરણ આવે છે. મહાવીરની વાણું યુવકવર્ગ સાંભળે અને તેને સહાનુભૂતિ અને સમાનતાને સંદેશ ગામ અને શહેરોમાં લઈ જાય. ભિન્ન ભિન્ન ધર્મોએ ભેદો અને ઝઘડાનાંજ ઝાડ ઉછેર્યા છે. તેઓ આધ્યાત્મિક જીવન સંબંધી નવા વિચાર, નૂતન દેશભકિત અને નવીન રાષ્ટ્રીય જીવનને સરજાવે; કારણ કે સત્ય અસીમ છે અને ધર્મને ઉદેશ ભિન્નતા અને ઝઘડાને ઉત્પન્ન કરવાનો નહિ પરંતુ ઉદારતા અને પ્રેમને પાઠ શીખવવાને છે.
(૩) અહિંસા:–આ વસ્તુ આળસ અને કાયરતાથી પર છે. અહિંસા સત્તાત્મક છે, ખાલી કલ્પના નથી. એ તે સામાન્ય ગુણથી ઉચ્ચ શ્રેણીની વસ્તુ છે. એ એક શક્તિ છે, એ શક્તિ શાંતિની છે. આ ઝગડાળુ દુનિયામાં શાંતિની અંત:પ્રેરણ છે.
ઘણા વખતથી યુરોપમાં નિત્ય બળાત્કાર અને હિંસાના નવા નવા કાર્યક્રમને સ્વીકાર થતું જાય છે. આજે ભારતમાં પણ ઘણું લોકો માટે તે આકર્ષક પૂરવાર થયા છે. એક ચમેને હાલમાં પ્રગટ કરેલા એક પુસ્તકમાં જણાવ્યું છે કે “અમારે જર્મનીના નાશની આવશ્યકતા છે.” એક ભારતવાસીએ પણ રશિયાના ઉદ્ધાર કુંડમાં સહાયતા આપવા માટે આગ્રહ કરવામાં આવતાં કહ્યું હતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com