________________
શુભસંગ્રહ ભાગ ૭ મો કંઈ કરવાનો સંકલ્પ કરે તો શું ન કરી શકે ? અને પ્રત્યેક શતાબ્દિમાં ભારતવર્ષમાં એવા કેટલા મહાપુરુષો ઉત્પન્ન નથી થયા કે જેઓ આત્મશક્તિમાં મહાન હતા? કારણ જેની કીતિન પ્રસાર આ ચૈત્ર શુકલ ત્રયોદશી કરી રહી છે તેવા આપણા ઈતિહાસમાં એકલા માત્ર મહાવીરજ નથી થયા, અન્ય મહાવીર પણ થયા છે. તે બધા થયા છે બીજા યુગમાં. તેઓ આત્મિક ક્ષેત્રના યોદ્ધા હતા. તેમણે ભારતભૂમિને પુણ્યભૂમિ બનાવી દીધી; તેને આધ્યામિક આદર્શવાદરૂપી શ્રીથી સંપન્ન કરી દીધે.
આ મહાવીર–અર્થાત વિજયી–જ ઈતિહાસના સાચા મહાપુરુષ છે. તે ઉદ્ધતતા અને હિંસાના નહિ પણ નિરભિમાનતા અને પ્રેમના મહાવીર હતા.
રૂશિયાના મહાન ઋષિ ટેસ્ટોયે એ વચને વારંવાર આલાપ્યાં છે કે “જે પ્રકારે અગ્નિ અગ્નિનું શમન નથી કરી શકતા, તેજ પ્રમાણે પાપ પાપનું શમન નથી કરી શકતું.” કહેવાય છે કે, આ ઉપર ઈસુ ખ્રિસ્તે એક પ્રવચન કર્યું છે કે “પાપનો પ્રતીકાર ના કરો.” પરંતુ ખ્રિસ્તથી પણ પાંચ શતાબ્દિ પૂર્વે અહિંસાને આ ઉપદેશ ભારતને બે આત્માઓ અને ઋષિઓ-બુદ્ધ અને મહાવીર-દ્વારા મળેલો અને આચારમાં મૂકાઈ ગયેલો. જૈન લોકો ભગવાન, ઈશ્વર, મહાભાગ ઇત્યાદિ કહીને શ્રી મહાવીરને અનન્યભાવે પૂજે છે.
તેઓ તેમને તીર્થકર પણ કહે છે, જેને અર્થ હું સિદ્ધપુરુષ કરું છું. મહાવીરનું સ્મરણ તેમને ૨૪મા તીર્થકર માનીને કરવામાં આવે છે. તેમના પ્રથમ તીર્થકરનું નામ ઋષભનાથ અથવા આદિનાથ છે, જે અયોધ્યામાં જન્મ્યા અને કેલાસ પર્વત પર મહત્તમઆત્મજ્ઞાન-કેવલજ્ઞાનના અધિકારી થયા. તેઓ એ ધર્મના સૌથી પ્રથમ પ્રવર્તક હતા, જેને ઈતિહાસમાં જૈન ધર્મ કહેવામાં આવે છે. શ્રી મહાવીર જૈન ધર્મના પ્રવર્તકેની લાંબી સૂચિમાં ૨૪ મા આવે છે. તેમણે જ આ બૌદ્ધ ધર્મથી પણ પ્રાચીનતર ધર્મની પુનઃ ઘોષણા કરી એનું પુનઃનિર્માણ કર્યું.
શ્રી મહાવીરના સંબંધમાં જે કંઈ મારા જાણવામાં આવ્યું છે, તેની મારા પર ઘણું ઊંડી છાપ પડી છે. તેમનું જીવન અદ્વિતીય ઉદારતા અને અદ્વિતીય સૌદર્યથી પરિપૂર્ણ હતું. બુદ્ધના સમકાલીન હોવાના કારણે તે બુદ્ધના ત્યાગનું, બુદ્ધના તપનું અને બુદ્ધના માનવપ્રેમનું સ્મરણ કરાવે છે.
તે ઈસુ ખ્રિસ્તનાં ૪૯૮ વર્ષ પૂર્વે બિહાર પ્રાંતના એક શહેરમાં જન્મ્યા હતા. તેમના પિતા સિદ્ધાર્થ એક ક્ષત્રિય રાજા હતા. તેમની માતા વિશલાવજિજએના પ્રજાતંત્રના મુખી, ચેટકની પુત્રી હતી. મહાવીરને અન્ય છોકરાઓની માફક શાળામાં મોકલવા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat