________________
શુભસંગ્રહ-ભાગ ૭ મો “બાપુ! આજ તમે બોલતા કેમ નથી ? તમને બહુ દુ:ખ થાય છે ? મારી બા તમને રાજ કહે છે કે તમારે બહુ ઉતાવળે ચાલવું નહિ.”
બાપની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં, પુત્રને પાસે ખેંચી લઈ છાતી સરસો ચાં અને એક વહાલભર્યું ચુંબન કર્યું. જા, હવે સૂઈ જા,” (મનમાં) “કાલથી મારે ક્યાં જવું છે.”
તે બાળક ઓરડામાં મૂકેલી એક પેટી ઉપર પડેલી એક ફાટી તૂટી ગોદડી લઈ સૂઈ ગયો. તેની માતા પરવારીને તાપણું આગળ આવી બેઠી. પિતાના પતિની દુઃખદ સ્થિતિ જોઈ તેનું પણ હદય ભરાઈ આવ્યું.
“કાલથી તમે કામે જશે નહિ. તમારે ચઢેલો પગાર જે શેઠ આપશે તો હું જઈને લઈ આવીશ. અને કાલથી તમારી જગ્યાએ મને રાખશે તો હું તે કામ કરીશ. તમે ફિકર કરશે નહિ. વખત તે જોતજોતામાં નીકળી જશે અને એટલામાં તે આપણે માધુ (બાળકનું નામ) મોટો થશે અને કમાતો પણ થઈ જશે !” પત્નીએ લાગણુભર્યા શબ્દોમાં કહ્યું.
એ બિચારીને પણ ક્યાં ખબર હતી કે, કાલથી એના પતિને નોકરીમાંથી રૂખસદ મળી ગઈ છે. એણે તો એના પતિપ્રેમનું દર્શન કરાવ્યું. કેશુ કહે છે કે ગરીબની ઝુંપડીમાં સાચા દાંપત્યપ્રેમને અભાવ હોય છે ?
તે કામદારને કમકમી આવી, તેનું હદય ભરાઈ ગયું અને પત્નીના ખેાળામાં માથું મૂકી બાળકની માફક ફૂટી પિકે રડી પડયો. ગરીબ બિચારી પત્નીએ પણ રડી દીધું.
“તમે શા માટે રડે છે? આમ ગભરાવ છો શાને? કહો હું મરી જાઉં, તમને મારા સમ તમે ના કહો તો.”
આટલાજ શબ્દો તે રડતી જાય અને બોલતી જાય. પતિનું કલ્પાંત જોઈ એ ગભરાઈ ગઈ હતી, એટલે બીજું શું બોલવું અને શું કરવું તેને એને ખ્યાલ જ ન હતો. થોડી વાર પછી તેણી પાણી લેવા ઉઠી.
, આ પાણી પીઓ, તમે જરા પણ ગભરાશો નહિ. એમાં શું? શું બારે દહાડા આપણું આમજ જવાના છે? લે, આ પાણી, જરા કાગળો કરી પાણી પીઓ.” પત્નીએ કાળ કઠણ કરી સાંત્વન આપતાં કહ્યું.
મોઢું ધોઈ જરાક પાણું પીધું અને એક ઉંડે નિઃશ્વાસ નાખી પાછો તાપણું આગળ આવીને કામદાર બેઠે.
પ્રભુ! તને આખરે આજ ગમ્યું? સૂકો રોટલો આપતો તે પણ તે લઈ લીધે ! મેં એવાં તે શું પાપ કર્યો છે અને કદાચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com