________________
૧
-
-
-
બેકારીનું દર્દ
ર૪૩ રૂ ઉરાડવાના કામ ઉપર એને મૂકેલો હોવાથી એ રૂની 9ણથીજ એનું અધું પેટ તે ભરાઈ જતું. આખરે એને ક્ષયને રોગ લાગુ પડ્યો; પણ પાપી પેટ માટે મજૂરી કર્યા સિવાય છૂટકો નથી. ગામમાં કેટલા તે બેકાર છે. એના માથા ઉપર પણ બેકારીને ભય ઝઝૂમે છે. એનાથી પૂરતું કામ થતું નથી એટલે એને ઉપરી અમલદાર એને રાજ કાઢી મૂકવાની ધમકી આપે છે. આથી “નેકરીમાંથી કાઢી મૂકે તે” એ પ્રશ્ન જ એને એટલે ભયભીત બનાવે છે કે કોઈ કોઈ વખતે તો એ ટી પિકે રસ્તામાં રડી પડે છે. ઘેર પત્ની અને પુત્રના દિલને આઘાત ન થાય એટલા ખાતર એ ઉભરે દબાવીને બેસી રહે છે.
આ ગરીબ કામદારના જીવનને આ ભયંકર અને હૃદયભેદક ઇતિહાસ છે. આજે એના હૃદયમાં અસહ્ય વેદના થતી હોય એમ જણાય છે. વારેવારે આમ તેમ બેબાકળાની માફક જુએ છે. કોઈ વારે હદય ઉપર હાથ મૂકે છે. વળી પાછો પાસે બેઠેલા પોતાના પુત્રના ગાલમાં હાથ નાખી એક ધીમું પણ મીઠું ચુંબન કરે છે અને વળી પાછો એક ઉંડો નિ:શ્વાસ નાખી લમણે હાથ દઈ બે પગ વચ્ચે માથું મૂકી આંખમાં આવેલાં અશ્રુ કેઈ ન જુએ તેમ છેતીઆથી લૂછી નાખે છે.
બાળકની માતાએ ખાવાનું કરવા માટે ચૂલો સળગાવ્યો. ગામના એક પટેલને ઘેર આજે વલોવ્યું હતું એટલે તેને ત્યાંથી એક પૈસાની એક દાણુ છાશ લાવી હતી. એ છાશની કઢી બનાવી અને જુવારના લેટના રોટલા બનાવ્યા.
બાપદીકરે ખાવાને ઉઠયા. “ આજ મારું શરીર સારૂં નથી” એમ કહી ખાધું ન ખાધું કરીને તે બાલકને બાપ ભાણા ઉપરથી ઉડી ગયો. પંદર રૂપિયા જેટલી નાની રકમમાં પણ એ ત્રિપુટી રોજ આનંદથી જીવન વ્યતીત કરતી. “ઈશ્વરને જે ગમે તે ખરૂં” એમ કહી સંતોષ માનતાં અને દુઃખને મૂંગે મોઢે સહન કરતાં હતાં. એ બિચારા કામદારને કયાં ખબર હતી કે જે દુ:ખ આજે તે મૂંગે મોઢે સહન કરી રહ્યો છે તેને સરજનહાર ઈશ્વર નથી, પણ આજની સમાજરચના છે. સવારથી સાંજ સુધી પેટે પાટા બાંધી, રોગોથી પીડાતા હોય તોપણ, જીવન ટકાવી રાખવા આટલી મહેનત કરે તોપણ દુઃખ અને દરીદ્રતા તો નસીબમાં હાયજ. મનુષ્યસર્જિત આવા અન્યાય અને અત્યાચાર તળે એ આજે અસહ્ય યાતના ભોગવી રહ્યો છે.
ભાણું ઉપરથી ઉડીને તે ફરી પાછો તાપણું આગળ બેઠે. થોડી વારે પુત્ર પણ પિતા સમક્ષ આવીને બેઠે. પિતાને ઉદાસીન ચહેરો જેમાં તેણે પૂછયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
www