________________
ઈશુ ખ્રિસ્તનું અજ્ઞાત જીવન
૧૧૭
દ્વારા ધર્મોપદેશકનુ જીવન સ્વીકાર્યું, તે વિષે પણ કરશે ઉલ્લેખ *જીલેામાં નથી.
હિંદને પ્રવાસ કરી જેરૂસલેમ પછા કર્યો પછી ઈશુ ત્યાંના એક ગુપ્ત મંડળને સભાસદ બનેલેા, એવી વાત “ધી ક્રુસીીકેશન ખાય એન આઇ વિટનેસ' નામના પુસ્તકમાં પ્રકટ થયેલી છે. ઈશુના સૌથી મેાટા ગણાતા, તેના પુનર્જીવનને લગતા ચમત્કારની વાત
આ પુસ્તકમાં આપેલા પત્રથી ખેાટી ઠરે છે. તેમાં ગુપ્ત મંડળના એક વૃદ્ધ સભાસદે ઇશુના ક્રુસારેાહણ પછી સાત વર્ષે` એજ મ`ડળના ખીજા એક સભાસદને લખેલે! પત્ર આપવામાં આવ્યેા છે. પત્ર લખનાર્ વૃદ્ધ સભાસદ અને ઇશુ જે મંડળના સભાસદા હતા તે ગુપ્ત મંડળ ઈશુના જન્મ પહેલાં મેકૅાબિયાંના સમયમાં સ્થાપેલું હતું. ઈશુ જન્મ્યા ત્યારે આ મંડળની અનેક શાખાએ પેલેસ્ટાઇન, ઇરાક, મિસર વગેરે દેશોના શહેરેશહેરમાં સ્થપાઈ ચૂકી હતી.
તે ગુપ્ત મંડળના સભાસદેાના આચાર તથા યેાગ્યતા ધ્યાનમાં લઈ તેની ચાર શ્રેણીએ રાખવામાં આવી હતી, અને તેમાંની પ્રથમ શ્રેણીમાં આજન્મ બ્રહ્મચર્યાં પાળવાની પ્રતિજ્ઞા લેનારા અવિવાહિત ખાળકેાનેજ દાખલ કરવામાં આવતા. આવા નવિશષ્યાને ઈસીન કહેવામાં આવતા. બાળપણુ વીત્યા પછી જો કાઈ યુવક આ મંડળમાં દાખલ થવા ઈચ્છતા તેા તેને પણ ત્રણ વર્ષ સુધી મ`ડળના વાવૃદ્ધ સભાસદેા પાસેથી આચારવિચારની તાલીમ લેવી પડતી અને તેની પરીક્ષા આપવી પડતી. બધા નશિષ્યેાને ઉચ્ચ શ્રેણીના સભ્યા પાસે ચિકીત્સાશાસ્ત્રનું તથા ઔષધિઓ, ખનિજ પદાર્થો તેમજ તેની શરીરના આરેાગ્યપર થતી અસરનું અધ્યયન કરવું પડતું.
ગુપ્ત મડળના એકેએક સભાસદ ખરેખરે। સમષ્ટિવાદી કામ્યુ. નીસ્ટ હતા. તેનુ' સઘળું ઉપાર્જિત ધન તે મંડળને અણુ કરી દેતા અને પોતે લેાકસેવામાંજ જીવન વ્યતીત કરતા. સભાસદેાના નિત્ય ક્રમ આવેા હતેા:-પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં ઉઠીને બધા સભાસદા ઈશ્વરપ્રાના કરવા ભેગા થતા, પ્રાર્થના થયા પછી સવારના નાસ્તા લઇ સૌ પોતપેાતાને કામે નીકળી પડતા, ખપેરે પાછા આવી હાથપગ ધેાઇ સ્વચ્છ શ્વેત વસ્ત્રા ધારણ કરી તેએ ભેગા બેસીને જમતા. જ્યાંસુધી અમુક સભાસદ ઉચ્ચ શ્રેણીમાં પહોંચતા નહિ ત્યાંસુધી તેને મંડળના ગુપ્ત ભેદે જણાવવામાં આવતા નહિ. વળી ઉચ્ચ શ્રેણીના સભાસદને પોતાથી ઉતરતી શ્રેણીના સભાસદેા આગળ આ ગુપ્ત ભેદ ખુલ્લા કરવાની સખ્ત મનાઈ રહેતી અને જે કાઈ આ મનાઇના ભંગ કરતા તેને મંડળમાંથી બરતરફ કરવામાં આવતા. આચારવિચારની પવિત્રતા, બુદ્ધિમત્તા, આસ્તિકતા અને વિદ્યામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com