________________
પરોપકારી ગંગાસ્વાલ્પ રુખીબહેન ૧૧૫ પછી ત્રીજું એમ સૂઝયાજ કરવાનું.
રૂખીબહેને ત્રણ વર્ષથી સ્થળે સ્થળે પાણીની પરબ ગોઠવવા માંડી છે. અમારે ત્યાં આવ્યાં ત્યાં સુધીમાં એમણે ર૦ પરબ લોકેને પિસે સ્થળે સ્થળે બેસાડી હતી. શુક્રવારમાંથી સારા મોટા માટીના ગાળા જાતે લઈ આવે. કોઈ ગરીબ મદદ કરવા બ્રાહ્મણ કે અનાથ હને પગાર આપી પરબનું કામ પણ કરાવે ને એને મદદ કરે. ક્યા બરાબર શોધી કાઢે ને શીકાં ભેગી પરબની પણ દેખરેખ રાખે. અમદાવાદમાં આ કામનાં એ સ્પેશિયાલીસ્ટ” (પ્રવીણ થયેલાં) છે. અમને કહે એક પરબ સ્ટેશન પર અને બીજી બે ખરા મહેમદાવાદને રસ્ત બેસાડીશું. પછી ચાર દિવસે એ પાછાં આવ્યાં. તે વખતે પરબાની ગોઠવણ સંપૂર્ણ કરી દીધી હતી. દિવસે પરબ ક્યાં બેસે રાત્રે વાસણે કયાં મૂકવાં, પગાર કેટલો આપવો વગેરે તમામ ગાળવણ એમણે બરાબર કરી નાખી હતી, પરબ પર બેસનારને આથી કેવી મદદ મળશે એ પણ એમણે વિગતવાર અમને સમજાવ્યું અને એક પુણ્યથી બે લાભ અપાવવાની એમની યોજનાથી અમે અજબ થયા.
ગં. સ્વ. રૂખીબહેન, આ રીતે પોતાના એકાતિક જીવને કેવળ નિઃસ્વાર્થે ઉપયોગી બનાવી રહ્યાં છે; અને એને બદલો એમના અંતઃકરણમાં આનંદ અને શાન્તિ રહે છે તે છે. દુનિયા પિતાનાં ખરાં મોટાં માણસને વિષે કંઈજ જાણતી નથી, તેમાં અમદાવાદ પણ આ રૂખીબહેનને વિષે કંઈજ જાણતું નથી.
(તા. ૧૦ મી સપ્ટેમ્બર ૧૯૨૧ ને “સાંજવર્તમાનમાંથી)
-
-
રજીસ્ટર
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com