________________
શુભસંગ્રહ-ભાગ ૭ મે વિચાર કર્યો–હું રાંડ શે પરોપકાર કરૂં ? મારી પાસે નથી ધન કે ગરબગરબાને મદદ કરૂં; નથી જ્ઞાન કે કેાઈને ઉપદેશ કરૂં. હા, એક જાત મારી છે. દર પૂનમે પૂનમે ચાલતી ડાકોર જઉં છું ને રોજ બારે માસ નદીએ નાહવાનો નીમ. એ ઉપરથી ઠાકોરજીએજ સૂઝાડયું કે, ઝાડ ઝાડે શીકાં બાંધ્ય ને પશુપંખીની સેવા કર.
પણ એમ એક જીવથી કેટલું પહોંચાય ? તેાયે બન્યું એટલું કર્યું. જ્યાં પરબડીએ નહાતી ત્યાં ત્યાં બધે અમદાવાદ શહેરને ચારે છેડે, ઝાડે ઝાડે કાળાં કુંડાં લટકાવેલાં જુઓ ત્યાં જણજો કે એ મારાં બાંધેલાં હશે.
પહેલાં નદીએ નાહતી આવું ને આજ આ દરવાજે તે કાલ પેલે રવાજે એમ રોણુ ફરતી આવું. એમ કરતાં કરતાં કંડાં લાવી દેરીઓ બાંધી ને આજ તો ધીમે ધીમે કરીને ૩૦૦ ઠેકાણે ૬૦૦ શિકાં મારા હાથથી બંધાયેલાં લટકે છે.
૨૦–૨૫ ઠેકાણું થયાં ત્યાંસુધી બધાંમાં રોજ દાણું અને તાજું પાણી હુંજ નાખી આવતી, પણ પછી તો રોજ ઘેર આવતાં ૧૨–૧ વાગી જવા લાગ્યો ને થાકી જતી. તેથી ધીમે ધીમે એવી
ઠવણ કરી કે આઠ આઠ દહાડાના દાણા શીંકા પાસે રહેનાર કેાઈ ભલું માણસ મળે એને ત્યાંજ મૂકી આવું. તે પિતાની પાસેનું શીકું સાચવ્યા કરે. દાણુના પિસા કથામાં આવનાર લોકે પાસેથી હું ઉઘરાવી લેતી. સરયૂદાસજીને આ વાતની ખબર એટલે એમના પ્રતાપે ખર્ચ તે મળી રહેતું. એમ કરતાં કરતાં હાલ છો શીકાં બંધાયાં છે. દરેક સ્થળે દાણા ને શીંકાં અનાજ પાણીથી ભરવાની ગોઠવણ પણ પાકી કરી દીધી છે અને અમદાવાદ શહેરના બારે દરવાજાની આસપાસ અને શહેરની અંદર કોઈ પક્ષી ભૂખ્યું તરસ્યું નહિ રહેવું જોઈએ એટલો મારે ટેક હતા તે પરમેશ્વરે પૂરો કર્યો છે. કર્તાહર્તા ઇશ્વર છે. આપણે તે નિમિત્ત છીએ.
હવે ફક્ત છે મારે એક ચિંતા. દેહ ક્ષણભંગુર છે. હું જીવું છું ત્યાં સુધી તે આ ત્રણસોએ ઝાડ હું તપાસતી રહીશ, પણ મારા મુવા બાદ એ કામ ચાંદા સૂરજ તપે ત્યાં સુધી ચાલવું જોઈએ. એ માટે મારે ટીપ. કરવી છે. મંગળદાસ શેઠને ત્યાં જઈ આવી છું. શેઠ હરિવલ્લભ મૂળચંદ છે, ગેડિયાવાળા શેઠ છે, બધા મળીને એટલું કરી આપે એટલે હું સુખેથી મરૂં, નહિ તો તે મારે જીવ ગતે ના જાય !”
આટલું કહ્યા પછી અમારે પાણીની પરબો બેસાડવી હતી તે વાત પર અમે આવ્યા.
પક્ષીઓની સેવા સંપૂર્ણ કર્યા બાદ આજ રૂખીબહેનને જપ નહિ વળે. સારું કામ એવું છે. એક કાર્ય પછી બીજું ને બીજા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat