________________
શુભસંગ્રહ-ભાગ ૭ મે १६-परोपकारी गंगास्वरूप रूखीबहेन
(લેખક-ડકટર હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ) અમદાવાદ શહેરના બારે દરવાજાની આસપાસ અને શહેરની અંદર કોઇ પક્ષી ભૂખ્યું તરસ્યું નહિ રહેવું જોઈએ એ ઉદ્દેશથી પ્રેરાઈને ગં. સ્વ. રૂખીબહેને અથાગ મહેનત કરી.
હિંદુ ધર્મને અનુયાયી “વસુધા રવાન્ ” એટલે આખી પૃથ્વી પિતાનું કુટુંબ છે, એમ માની જીવન નિર્ગમન કરે છે; એટલું જ નહિ પરંતુ કૂતરું અને ગાય એના ગ્રાસ એટલે કેળિયા પહેલા ભાણું આગળ મૂકી પછી જમે છે. ભૂતયજ્ઞ એટલે પ્રાણીમાત્રને માટે સ્વાર્થ ત્યાગ કરવાની એને ટેવ છે. કીડી-મંકોડીનાં દરમાં લેટ નાખી આવતાં અનેક ભાવિક સ્ત્રીપુરુષોને તમે છેક ગામની ભાગોળે ને ખેતર સુધી જેશે. ઉતા પાનો ધર્મ એ હિંદુ ધર્મની માન્યતા છે. પરંતુ જન ધમેં એને મુખ્ય ધ્યેય બનાવી ખૂબ ખીલાવી છે.
ગુજરાતમાં જૈનધર્મો પુષ્કળ અસર કરી છે. આખા હિંદુસ્તાનમાં કેવળ ગુજરાતના હિંદુઓ માંસાહાર કરતા નથી તે પ્રતાપ જૈનધર્મને છે. હિંદુઓ ઉપરાંત ગુજરાતમાંના ઘણા મુસલમાન પણ માંસાહાર નથી કરતા તે જન અને હિંદુ ભાઈઓના સહવાસથી. | ગુજરાતનાં શહેર અને ગામડાનાં મોટાં નાનાં ઘણાં ઘરોની ભીતિમાં તમે પોપટ, ચકલી વગેરેને રહેવા માટે બાકોરાં, ગોખલા વગેરે જેશે. ઘણાં માણસે પોતાને ઘેર બબ્બે શીંકાં લટકાવી રાખે છે. એક શીકામાં પાણું અને એકમાં દાણા નાખ્યા કરવાના.
ત્યાં ખિસ્કોલી, ચકલાં, કાબર, કબૂતર, પોપટ, કાગડા વગેરે દાણુ ખાવા અને પાણી પીવા જ ગમે તે વખતે આવવાનાં.
અમદાવાદમાં સારંગપુર ચકલામાં એક ડોસા છે. તે દરરોજ સવારે ચાર વાગે ઉઠી નાહી ધેાઈ પૂજાપાઠ કરી પાંચ વાગતામાં દાણાનું મોટું પિોટલું બાંધી દરવાજા બહાર નીકળી પડવાના. મહાજને અસલથી નક્કી કરી રાખેલી દરવાજા બહાર કેટલીક જગાઓ છે. ચેતરા, મેદાનો, પરબડીઓ વગેરે. ત્યાં નિયમિત વખતે હજારે પંખીઓ આવવાનાં અને ત્યાં આ ડોસા, બાઓ ભરીને દાણું નાખી આવવાના. બધે દાણા નાખી આવ્યા પછી પાછા બીજા દિવસને માટે જોઈતા દાણા વસ્તીમાંથી મૂઠી મૂડી ઉઘરાવી લાવી, પોતાને ઘેર લઈ જઈ, પછી પોતે જમવાના, ને કામધંધે વળગવાના. | ગુજરાતના કોઈ પણ ગામડે તમે જાવ ત્યાં જરૂર તમે બે ચાર પરબડીઓ જોશો. પરબડીમાં દરરોજ પક્ષીઓને માટે દાણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com