________________
www w w w evvvvv ***
***
શંકરલાલ માહેશ્વરનાં સંસ્મરણે ૧૧૧ રાજાઓ અને શ્રીમંતે આ શુભ કાર્યમાં સહાયભૂત થશે એવી પ્રાર્થના છે. તેથી ઝંડુ ભટ્ટજી સાથે શાસ્ત્રીજીનું નામ જોડાઈ બંને મહાન પુરુષની કીર્તિ અમર થશે.
ચંદ્રપ્રભાચરિત્ર અને સાવિત્રીચરિત્રથી સ્ત્રીઓની ઉન્નતિ માટે દેશની અનુપમ સેવા તેમણે બજાવી છે. પ્રોફેસર કાશીરામ સેવકરામ દવેએ લખ્યું છે કે, બાણભટ્ટની કાદંબરી વર્ણનનો કેષ છે, તેમ શાસ્ત્રીજીનું ચંદ્રપ્રભાચરિત્ર સદુપદેશનો કેષ છે. તેમાં રસમાં મલિન શૃંગારની ગંધ પણ નથી. ધર્મભાવનાના સંસ્કારે તેમના અક્ષરે અક્ષરમાં પ્રકટી નીકળે છે. સ્વ. સાક્ષર શ્રી. મણિલાલ નભુભાઈ અને નવલરામભાઈ આદિ અનેક સાક્ષરેએ તેમના વિષે રસિક પ્રશંસાત્મક વિવેચને કર્યો છે. કવિવર શ્રીયુત નાનાલાલભાઈએ પિતાનાં કેટલાંક કાવ્યો ભાગ બીજામાં શાસ્ત્રીજીનું બહુ રમ્ય સ્વરૂપ આળેખ્યું છે.
તે સાધુ કવિ તે મૂર્તિ મહર્ષિ, બ્રહ્મસમાન બ્રહ્મરન શંકરલાલજીએ,
એ અતીર્થને તીર્થ કીધા અમ માટે.” છેવટે મારી પ્રાર્થના છે કે, કાઠિયાવાડ સાહિત્યસભા સ્થપાય, ત્યારે તેણે અથવા ભાવનગરની સાહિત્ય સભાએ, મુંબાઈની સાહિત્ય સંસદે, અમદાવાદની ગુજરાત સાહિત્ય સભાએ સદગત શાસ્ત્રીજીની જયંતી દરવર્ષે ઉજવવી જોઈએ, અને સાહિત્ય પરિષદની ભંડોળ કમિટિએ શાસ્ત્રીજીના જીવનચરિત્રને વિસ્તૃત ગ્રંથ લખાવવો જોઈએ. તેમના અપ્રસિદ્ધ મોટા બે ગ્રંથો છે. એક તો તેમના સ્વહસ્તે લખેલું “ આહનિક” જે તેમના સુપુત્ર પાસે છે, અને બીજી જાડેજાની વંશાવળી. આ બે પુસ્તક સાહિત્યરસિક શ્રીમાને એ છપાવવાં જોઈએ; આટલી પ્રાર્થના કરી આ લેખ સમાપ્ત કરૂં છું.
શાર્દૂલ શ્રી માહેશ્વરપુત્ર શંકર સમા વાગીરીના તન, શંકરલાલ સમર્થ શ દ્ય કવિશ્રી વિદ્વાન કેશવ ગુરુ; દીપાવ્યું પુર મોરબી જગતમાં વિદ્યા તણું તેજથી, યોગી શંકરલાલ શીઘ્ર કવિને પાયે નમું પ્રીતથી.
(“સાહિત્યમાંથી)
* સાહિત્ય પરિષદ સમક્ષ વાચેલો નિબંધ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com