________________
૧૨૭
શુભસંગ્રહ-ભાગ ૭ માં કરવી નહિ. આથી તે બાળક શરમી દે થઈ ગયો, અને ત્યારથી તેનું જીવન ઘણુંજ સુધરી ગયું.
પિતાના પરમ મિત્ર ઝંડુ ભટ્ટજીની માંદગી પ્રસંગે મૃત્યુંજય સ્તોત્રનું કાવ્ય ગાયું હતું, અને તે સ્તોત્રનો પ્રભાવ શાસ્ત્રીજીના શિષ્યમાં બહુ હતો. અને તેથી આફ્રિકામાંના તેમના શિષ્યને એક પુત્ર માંદો હતો, તે વખતે આ સ્તોત્ર બહુજ પ્રેમથી સૌએ ગાયું હતું, અને તે બાળકનું રેગશમન થયું હતું.
ચંદ્રપ્રભાચરિત્રમાં વિદ્યાદાનનું એવું તે અપૂર્વ વર્ણન કરેલું છે, કે તે વાંચીને મેરબીના મહારાજાને મોરબીમાં વસ્તુબા ચેરિટેબલ હાઇસ્કૂલ ખોલવાની વૃત્તિ થઈ હતી. અને તેવી મફત હાખ્રસ્કૂલ સ્થાપવાનું માન પણ શાસ્ત્રીજીને હતું.
- મુંબઈમાં એક વખતે તેમના ગુરુશ્રી કેશવજી શાસ્ત્રી આવ્યા હતા, ત્યારે મદ્રાસથી એક મહાન વિદ્વાન ગોપીભટ્ટ નામે પંડિત આવ્યા હતા, અને તેમણે કેશવજી શાસ્ત્રી પાસે શાસ્ત્રાર્થ માગ્યો હતો.
જ્યારે શાસ્ત્રીજીએ વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યો, ત્યારે ગુરુદક્ષિણ માગવા ગુરુને કહ્યું, પણ ગુરુએ કહ્યું કે, વખત આવ્યે માગીશ.
આ વખતે મુંબઈમાં શાસ્ત્રાર્થ કરવા શાસ્ત્રીજીને મેરબીથી તાર કરીને ગુરુએ મુંબઈ લાવ્યા, અને ગુરુદક્ષિણામાં ગોપીભટ્ટ સામે શાસ્ત્રાર્થ કર્યો અને વિજય મેળવ્યો.
શાસ્ત્રીજી સંસ્કૃત ભાષા ઉપર અત્યંત કાબુ ધરાવે છે તે પણ તેઓ મેહિત થઈ ગયા હતા. ભાષા, પવિત્ર વિચારે, સરળ અસરકારક અને સુંદર અલંકારો તથા કપનાથી સંયુક્ત જાણે કેમ બાણભટ્ટ, વિષ્ણુશર્મા તથા કવિ ભાસ એમ ત્રણેના અંશો એકજ. શાસ્ત્રીછમાં આવ્યા હોય.
બાલાચરિત્રને પિણે ગ્રંથ છપાવવા મોકલ્યો, પણ ટપાલમાં કયાંઇ ગુમ થઈ ગયો. એક પણ રફ નકલ તેમની પાસે રહી ન હતી. તેથી તેઓ નિરાશ ન થયા, અને કહ્યું કે જગદંબાની એવીજ ઈરછા હશે કે તેથી સરસ લેખ કરાવવો હશે. માત્ર આઠ દિવસમાં પ્રથમ, લખ્યા પ્રમાણે પણ તેથી ઘણેજ સરસ લેખ મેઢેથી યાદ કરી લખી નાખ્યો. દોઢ વર્ષની મહેનત માત્ર આઠ દિવસમાં તૈયાર કરી, એ તેમની અગાધ શક્તિ પૂરવાર કરે છે. હાલમાં કોઈ આમ કરી શકે એ શંકાસ્પદ છે.
શાસ્ત્રીજીનાં તમામ પુસ્તકને યુનિવર્સિટીમાં દાખલ કરાવવા હાલના સાક્ષરોએ શ્રમ લેવો જોઇએ, સ્કૂલમાં દાખલ થવાં જોઈએ.
શાસ્ત્રીજીના સ્મારક માટે હાલમાં મોરબીમાં સારી હિલચાલ થાય છે, અને ઝંડુ શંકરાશ્રમ સ્થાપવા વૈદ્યરાજ વિશ્વનાથભાઈ તથા તેમના ગુણી સુપુત્ર શ્રમ કરી રહ્યા છે, તે રાજા મહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com